• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ગુજરાતના પાડોશી રાજ્યમાં કોંગ્રેસની બલ્લે-બલ્લે, કુલ 7,543 બેઠકોમાંથી 3,558 સીટો જીતી, ભાજપના ખાતામાં 2,122 બેઠકો

ગુજરાતના પાડોશી રાજ્યમાં કોંગ્રેસની બલ્લે-બલ્લે, કુલ 7,543 બેઠકોમાંથી 3,558 સીટો જીતી, ભાજપના ખાતામાં 2,122 બેઠકો

ગુજરાતના પાડોશી રાજ્યમાં કોંગ્રેસને સારા સમાચાર મળ્યા છે. રાજસ્થાનમાં પંચાયતીરાજ ચૂંટણીમાં કોંગ્રેસને જંગી સફળતા મળી છે. રાજ્યની કુલ 7543 સીટોમાંથી કોંગ્રેસના ખાતામાં 3558 બેઠકો આવી છે. જ્યારે ભાજપને માત્ર 2122 સીટો મળી છે.

Written ByGokani Dhaval
Published: Nov 20, 2026, 20:06 IST|Updated: Nov 20, 2026, 20:09 IST
joinshare
ગુજરાતના પાડોશી રાજ્યમાં કોંગ્રેસની બલ્લે-બલ્લે, કુલ 7,543 બેઠકોમાંથી 3,558 સીટો જીતી, ભાજપના ખાતામાં 2,122 બેઠકો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

2

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

3

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

4

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

5

ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રાજસ્થાનની પંચાયતીરાજ ચૂંટણીમાં પંચાયત સમિતિના પરિણામમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા ભાજપને પાછળ છોડી દીધી છે. પ્રદેશના 37 જિલ્લા એકમોમાં પંચાયત સમિતિના કુલ 7543 મતદાન ક્ષેત્રના આંકડામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. કોંગ્રેસને 3558 સીટો પર જીત મળી છે, જ્યારે ભાજપ 2122 સીટોની સાથે બીજા સ્થાન પર છે. બંને મુખ્ય પાર્ટીઓ વચ્ચે 1436 સીટોનું અંતર છે. તો અપક્ષ ઉમેદવારોએ પણ 612 સીટો જીતી પોતાની મજબૂત હાજરી પૂરાવી છે.

જિલ્લાવાર આંકડા પર નજર કરીએ તો કોંગ્રેસને 37માંથી30 જિલ્લામાં સૌથી વધુ સીટો મળી છે. ભાજપ ચાર જિલ્લામાં સૌથી મોટી પાર્ટી બની છે. તો બાંસવાડા, ડૂંગરપુર અને સલૂમ્બર જેવા આદિવાસી વિસ્તારમાં ભારતીય આદિવાસી પાર્ટીને સફળતા મળી છે. ડૂંગરપુરમાં BAP સૌથી વધુ સીટો જીતનારી પાર્ટી રહી છે. ડીંગમાં અપક્ષ ઉમેદવારો અને નાગૌરમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ સૌથી વધુ સીટો જીતી છે.

જયપુરમાં કોંગ્રેસને મોટી લીડ, ભાજપ પાછળ

રાજધાની જયપુરમાં કોંગ્રેસે ભાજપના મુકાબલે મોટી લીડ મેળવી છે. જિલ્લાના 386 વોર્ડોમાંથી કોંગ્રેસે 216 સીટો પર જીત મેળવી છે, જ્યારે ભાજપને 87 સીટો મળી છે. અપક્ષ ઉમેદવારોને 20 અને RLPએ 60 સીટો જીતી છે. જયપુરમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 129 સીટનું અંતર રહ્યું છે.

જોધપુરમાં પણ કોંગ્રેસે ભાજપને હાર આપી છે. અહીં 351 સીટોમાંથી કોંગ્રેસને 195, ભાજપને 81 અને આરએલપીને 62 સીટો મળી છે. સીટરમાં કોંગ્રેસને 304માંથી 178 સીટો મળી છે. ભાજપને અહીં 87 બેઠકો મળી છે. ઝુંઝુનુમાં કોંગ્રેસે 130 તો ભાજપે 73 સીટો પર જીત મેળવી છે. ચૂરુમાં બંને પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી, જ્યાં ભાજપને 84 તો કોંગ્રેસને 83 સીટો મળી છે.

Rajasthan Panchayat Samiti

દૌસા, ભરતપુર અને ભીલવાડામાં પણ કોંગ્રેસ આગળ

દૌસામાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા 240માંથી 135 સીટો જીતી છે. ભાજપને 59 અને અપક્ષ ઉમેદવારોને 41 બેઠકો મળી છે. તો ભરતપુરમાં કોંગ્રેસે 43 અને ભાજપે 32 સીટો જીતી, જ્યારે અપક્ષ ઉમેદવાર 76 સીટો જીતી સૌથી આગળ રહ્યાં. ભીલવાડામાં કોંગ્રેસને 165 અને ભાજપને 111 સીટો મળી છે. બીકાનેરમાં પણ કોંગ્રેસ 155 સીટો સાથે આગળ રહી, જ્યારે ભાજપને 65 સીટો મળી છે.

અજમેર અને બાલોતરામાં ભાજપને લીડ મળી છે. અજમેરમાં ભાજપને 83 તો કોંગ્રેસને 80 સીટો મળી છે. બાલોતરામાં ભાજપે 60 તો કોંગ્રેસે 47 સીટો જીતી છે. ઉદયપુરમાં પણ ભાજપે 146 સીટો જીતી કોંગ્રેસને પાછળ છોડી છે. કોંગ્રેસને અહીં 137 સીટો મળી છે.

નાગૌરમાં RLP નો જાદૂ, ડૂંગરપુરમાં BAP આગળ

નાગૌરમાં હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અહીં આરએલપીએ 212 માંથી 92 સીટો જીતી છે અને મોટી પાર્ટી બની છે. કોંગ્રેસને 60 અને ભાજપને 37 સીટો મળી છે. ડૂંગરપુરમાં BAP ને સૌથી વધુ 86 સીટો મળી છે. અહીં કોંગ્રેસને 74 અને ભાજપને 65 સીટો મળી છે. બાંસવાડામાં કોંગ્રેસ 111 સીટો સાથે આગળ રહી, જ્યારે BAP ને 87 અને ભાજપને 55 સીટો મળી છે.

ડીગમાં અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ 39 સીટો જીતી છે. અહીં કોંગ્રેસને 25 અને ભાજપને 14 સીટો મળી છે. પ્રતાપગઢમાં કોંગ્રેસને 55, ભાજપને 42 અને BAP ને 39 સીટો મળી છે. સલૂમ્બરમાં કોંગ્રેસને 32, બીએપીને 25 અને ભાજપને 30 સીટો મળી છે.

કુલ સીટોમાં અન્ય દળોની સ્થિતિ

પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અપક્ષ ઉમેદવારોએ 612 સીટો જીતી છે. આરએલપીના ખાતામાં 489 સીટો આવી છે. BAP એ 268, બહુજન સમાજ પાર્ટી (BSP) ને 60 અને માકપા (CPIM) એ 50 સીટો પર જીત મેળવી છે. તો આમ આદમી પાર્ટીને માત્ર બે સીટો મળી છે, જ્યારે NPP નું ખાતું ખુલ્યું નથી.

કુલ મળી પંચાયત સમિતિની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસે ભાજપના મુકાબલે 1436 સીટો પર લીડ બનાવી છે. તો અપક્ષ અને પ્રાદેશિક દળોનું પ્રદર્શન ઘણા જિલ્લામાં નિર્ણાયક રહ્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News