SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CJP Protest: શનિવારે કેરળના કોચીમાં CJP કરશે વિરોધ પ્રદર્શન, અભિજીત દીપકે એ કરી જાહેરાત

CJP Protest: દિવાળીના એક દિવસ પહેલા એટલે કે શનિવારે કોકરોચ જનતા પાર્ટી ફરી એકવાર વિરોધ પ્રદર્શન શરુ કરશે. જો કે આ વખતે કોકરોચ જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શન માટે દિલ્હીને બદલે કેરળ પસંદ કર્યું છે. 7 નવેમ્બરે કેરળમાં અભિજીત દીપકેની આગેવાનીમાં કેરળમાં વિરોધ પ્રદર્શન શરુ થશે.

Written By Krupa Shah
Published: Nov 06, 2026, 07:54 AM IST | Updated: Nov 06, 2026, 07:57 AM IST
Join

CJP Protest: કોક્રોચ જનતા પાર્ટી એ ફરી એક વખત આંદોલનની જાહેરાત કરી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે આ વિરોધ પ્રદર્શન દિવાળીના એક દિવસ પહેલા એટલે કે 7 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. તેવામાં કોક્રોચ જનતા પાર્ટીએ SIR મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે આ વખતે વિરોધ પ્રદર્શન દિલ્હીમાં નથી થવાનું. વિરોધ પ્રદર્શન કરવા માટે કોક્રોચ જનતા પાર્ટીના સભ્યો અને અભિજીત દીપકે કેરળ જવાના છે.

આ પણ વાંચો: Rahul Gandhi: પંજાબના સીએમ દિવસે પણ દારુ પીને લોકસભામાં આવતા, રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ

અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને કેરળમાં થનાર વિરોધ પ્રદર્શનની પુષ્ટિ કરી છે. SIR મુદ્દે હવે કોક્રોજ જનતા પાર્ટી કેરળના કોચીમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવા જઈ રહી છે. આ અંગે CJP ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ પોસ્ટ કરવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનને કોચીમાં જંતર મંતર નામ આપવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનનું સ્થળ કોચીનું રાજેન્દ્ર મેદાન હશે જ્યાં સાંજે 4 વાગ્યાથી વિરોધ પ્રદર્શન શરૂ થશે.

દિવાળીના એક દિવસ પહેલા વિરોધ પ્રદર્શન

અભિજીત દીપકે એ પણ એક વીડિયો શેર કરીને 7 નવેમ્બરે થનાર વિરોધ પ્રદર્શન વિશે જાહેરાત કરી હતી. અભિજીત દીપકે એ જણાવ્યું હતું કે 7 નવેમ્બરે કોચીમાં એસઆઈઆર મુદ્દે વિરોધ પ્રદર્શન થશે. તેણે જણાવ્યું કે તે પોતે પણ કોચીમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લે છે. આ વિરુદ્ધ પ્રદર્શનમાં દક્ષિણ ક્ષેત્રના પ્રમુખ વિજય મલ્લંગી અને રાષ્ટ્રીય સચિવ આફરીન નવાઝ પણ હાજર રહેશે.

કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ વાળી સરકાર

મહત્વનું છે કે કેરળમાં હાલ કોંગ્રેસના નેતૃત્વ વાળી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર છે. અભિજીત એસઆઈઆર મુદ્દે અચાનક જ કેરળની પસંદગી કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ પહેલી વખત હશે જ્યારે કોક્રોચ જનતા પાર્ટી કોંગ્રેસ શાસિત રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ પંજાબમાં રેલીને સંબોધન કરતી વખતે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ભગવત માન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યાર પછી કોક્રોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેએ કોંગ્રેસ શાસિત રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી દીધી. આ વિરોધ પ્રદર્શન પણ દિવાળીના એક દિવસ પહેલા થવા જઈ રહ્યું છે.

 

મહત્વનું છે કે SIR મુદ્દે સૌથી પહેલા દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ વિરોધ પ્રદર્શન થાય તે પહેલા જ સીજેપીના નેતા આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અભિજીત દીપકેની અટકાયત કરવામાં આવી હતી. જંતર મંતર પર તે સમયે વિરોધ પ્રદર્શનની પરવાનગી મળી ન હતી અને તે જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. ત્યાર પછી સીજેપીના ત્રણેય નેતાઓ પીસ બોન્ડ સાઇન કરીને મુક્ત થયા હતા.

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની યોજના સફળ ન રહી

ત્યારબાદ જંતર મંતર ને વિરોધ પ્રદર્શનના સ્થળોમાંથી ડિનોટીફાય કરી દેવામાં આવ્યું. ત્યાર પછી પણ સૌરવ દાસ અને આશુતોષ રાંકા જંતર મંતર પર પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો જેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના પછી તમને સાત દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. દિલ્હીમાં એસઆઈઆર મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાની યોજના સફળ ન થતા હવે કોક્રોચ જનતા પાર્ટી કોંગ્રેસ શાસિત કેરળ રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે કેરળના કોચિમાં કોક્રોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શન મામલે કેવો પ્રતિસાદ મળે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES