SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિલ્હી પ્રોટેસ્ટ: વિરોધ પ્રદર્શન પહેલા જ ધ્રુવ રાઠીને તેના ઘરેથી ઉઠાવી ગઈ પોલીસ, 500થી વધુ લોકોની પોલીસે કરી અટકાયત

કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ દિલ્હી પોલીસે આકરા પગલા લેવા માંડ્યા છે. જંતર મંતર જઈ રહેલા અનેક દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે. એવો પણ દાવો કરાયો છે કે ધ્રુવ રાઠીની પણ અટકાયત થઈ છે.

Written By Viral Raval
Published: Oct 10, 2026, 09:51 AM IST | Updated: Oct 10, 2026, 01:03 PM IST
Image Credit: AI Generated Image
Join

કોકરોચ જનતા પાર્ટીએ આજે દિલ્હીના જંતર મંતર પર જ્ઞાનેશકુમાર પર મતચોરીનો આરોપ લગાવીને રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરેલું છે. આજે દિલ્હી છાવણી બની ગઈ છે. સુરક્ષા જાળવી રાખવા માટે વિસ્તારમાં કલમ 163 (BNS) લાગૂ કરાઈ છે. ભારે સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરાયા છે. દિલ્હીમાં પોલીસે સંપૂર્ણ રીતે કિલ્લેબંધી કરી છે. 20,000 પોલીસકર્મીઓ અને 23000 CAPFના જવાન જંતર મંતર અને આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે.

ધ્રુવ રાઠીની અટકાયત
આ બધા વચ્ચે કોકરોચ જનતા પાર્ટીએ એવો દાવો કર્યો છે કે તેમના સમર્થક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીને પોલીસે ગુરુગ્રામથી ડીટેન કરવામાં આવ્યો છે. આવામાં એક જ પોસ્ટમાં સીજેપીએ એવું પણ લખ્યું કે તાનાશાહી યોગ્ય નથી. મોદી સરકાર આટલી તાનાશાહી યોગ્ય નથી, જનતા જરૂર જવાબ આપશે. એક રિપોર્ટ મુજબ ધ્રુવ રાઠીને દિલ્હી પોલીસની ટીમે તેમના સેક્ટર 56 સ્થિત કેન્દ્રીય વિહારના ઘરેથી અટકાયત કરી. તે વખતે તેમના માતા પણ ઘરમાં હતા.

CJPના વિરોધ પ્રદર્શનથી કોંગ્રેસે જાળવ્યું અંતર? રાહુલ ગાંધી દિલ્હી નહીં ચેન્નાઈમાં હશે, જાણો કોણે કોણે ખુલીને કર્યો સપોર્ટ

અનેક દેખાવકારોની અટકાયત
આ સાથે જંતર મંતર જઈ રહેલા અનેક દેખાવકારોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે જંતર મંતર અને સંસદ માર્ગ પાસે પ્રોટેસ્ટ સાઈટ પર જઈ રહેલા લોકોને ડીટેન કર્યા છે. કારણ કે આ પ્રદર્શનને પોલીસની મંજૂરી નથી.

દિલ્હી છાવણીમાં ફેરવાયું
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની માંગણી સાથે શનિવારે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન પહેલા દિલ્હીમાં સુરક્ષાનો  કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક  દળોમાં હજારો જવાનોની તૈનાતી કરાઈ છે. દિલ્હીના  કેટલાક વિસ્તારો છાવણીમાં ફેરવાઈ ગઈ છે. દિલ્હીના 45 જેટલા મેટ્રો સ્ટેશનો બંધ છે. દિલ્હી આવનારી અને જનારી અનેક ટ્રેનો બંધ છે. જંતર મંતર આસપાસના 4 કિમીમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. પોલીસે મંડી હાઉસ તરફ જનારી ફિરોઝ શાહ રોડ ઉપર પણ બેરિકેડ્સ લગાવી દીધા છે. જનપથ ગોલ ચક્કર પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે.

વિરોધ પ્રદર્શનો વચ્ચે બંગાળમાં ભાજપે ફરી ચોંકાવ્યા, મુસ્લિમ બહુમતીવાળી સીટ પર ઉમેદવારને ખોબલે ખોબલે મતો મળ્યા

દિલ્હી પોલીસના શરીર પર કેમેરા
દિલ્હી પોલીસના સેકડો જવાનો શરીર પર કેમેરા લગાવીને ફરી રહ્યા છે. કોઈ પણ પ્રકારના અનિચ્છનિય બનાવો  કેમેરામાં કેદ થઈ શકે. દિલ્હી પોલીસના એક જવાને જણાવ્યું કે આ બોડી  કેમેરા અમારી અને બીજાની સુરક્ષા માટે છે.

ટ્રોનથી નિગરાણી, ઈન્ટરનેટ બંધ, 250 ટ્રેનો રદ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણીને લઈને ઘમાસાણ મચ્યું છે. જંતર મંતર પાસે ડ્રોનથી નિગરાણી થઈ રહી છે. જામિયાન ગર સહિત દિલ્હીના અનેક વિસ્તારોમાં ઈમરજન્સી ચેકિંગ અભિયાન ચાલુ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES