SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ પ્રયાસ', સત્તા પરિવર્તનને લઈને શું બોલ્યા મોહન ભાગવત

RSS પ્રમુખ મોહન ભાગવતે દશેરાના દિવસે આયોજીત કાર્યક્રમમાં ઘણા મુદ્દે ચર્ચા કરી છે. તેમણે દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોથી લઈને ઓટીટી કન્ટેન્ટ અને નશીલી દવાઓ સહિત વધતા રાષ્ટ્રીય સંકટ પર ઉંડી ચિંતા વ્યક્ત કરી છે.

Written By Gokani Dhaval
Published: Oct 20, 2026, 10:43 AM IST | Updated: Oct 20, 2026, 10:46 AM IST
Join

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દેશમાં થયેલા પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ થયો, પરંતુ તેના કારણે સમાજને ક્યારેય ફાયદો ન થઈ શકે. નાગપુરમાં આરએસએસના સ્થાપના દિવસ નિમિતે આયોજીત કાર્યક્રમમાં ભાગવતે આ વાત કહી છે.

મોહન ભાગવતે કહ્યુ 'ફ્રાન્સ અને અલ્બાનિયામાં શું થઈ રહ્યું છે, બાંગ્લાદેશ અને નેપાળમાં શું થયું, આ બધુ કરાવવામાં આવ્યું છે. તેઓ કહે છે કે સત્તા પરિવર્તનથી પરિસ્થિતિ બદલાશે, પરંતુ તેવું નથી. પોતાના સ્વાર્થનું પોષણ કરનાર બધી જગ્યાએ પ્રભાવી રહ્યાં છે. જેથી આ કાર્યવાહી સમગ્ર દુનિયામાં ચાલે છે. ભારત હવે તેનું પરમ લક્ષ્ય છે.'

 તેમણે કહ્યું- ભારતમાં પણ આવા પ્રયાસ ચાલી રહ્યાં છે. પરંતુ છેલ્લા દાયકામાં ભારત જે પ્રકારની દ્રઢ નીતિથી ચાલ્યું અને એટલા જ પાક્કા નેતૃત્વએ તેને જે પ્રકારે ચલાવ્યું, આ કારણે તેના ખેલ બંધ થઈ ગયા. તેઓ પ્રયાસ કરે છે કે ભારત, હિંદુ અને સંઘને તોડો. આપણો દેશ હજુ વિકાસ કરી રહ્યો છે, વિકાસ પૂરો થયો નથી. આ કારણે સમસ્યા રહેશે.

નશીલી દવાઓ ઘાતક, બની ગઈ રાષ્ટ્રીય સમસ્યાઃ ભાગવત
ઓટીટી કન્ટેન્ટની પસંદગીને લઈને સંઘ પ્રમુખે કહ્યું કે જો આપણા સંસ્કારોનો પ્રશ્ન છે તો આપણે નવી પેઢીને શીખવવું પડશે કે શું પસંદ કરવું છે. તે વિવેકની ગેરહાજરીને કારણે વ્યક્તિગત, પારિવારિક, સામાજિક જીવનમાં ઘણા પ્રકારના દુષ્પરિણામ જોવા મળી શકે છે. તેવામાં વિવેકના અભાવમાં નશીલી દવાઓની એક મોટી સમસ્યા ઉભી થઈ છે. નશીલી દવાઓ ઘાતક હોય છે, પરંતુ તેમ છતાં તેની આગત પડે છે અને તે એક ગંભીર રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. સમય રહેતા સરકાર સહિત આપણે તેનો વિચાર કરવો પડશે. ખાસ કરી નવા માતા-પિતાની પેઢી પર તેનું ધ્યાન આપવું પડશે. નવી પેઢીએ આ વસ્તુથી દૂર રહેવાની પોતાની આદત બનાવવી પડશે.

 તેમણે કહ્યું વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિ મનુષ્યોને ભૌતિક દ્રષ્ટિએ સુખી જીવન જીવવામાં, જીવનમાં જ્ઞાન અને તર્કના આધાર પર પોતાના વ્યવહારને નિર્દોષ કરવામાં મદદ કરે છે, પરંતુ તે પણ ધ્યાન રાખવું જોઈએ કે ટેક્નોલોજી માત્ર સાધન છે. માત્ર ઉપભોગવાદી દ્રષ્ટિકોણથી વિકાસ થાય છે તો સુખ-સુવિધાની સાથે તેની મોટી કિંમત લેવાની હોય છે.
 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES