Security Alert: એન્ડ્રોઇડ યુઝરના પર્સનલ ડેટા પર જોખમ, સરકારી એજન્સી એ જાહેર કરી ચેતવણી
Security Alert: એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરતાં લોકો માટે સરકાર તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફોનમાં કેટલીક ખામીઓ છે જેના કારણે હૈકર્સ સરળતાથી પર્સનલ ડેટા ચોરી શકે છે. પર્સનલ ડેટા સેફ રાખવા માટે યુઝર્સ એ શું કરવું તે પણ જણાવવામાં આવ્યું છે.
Security Alert: એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરતાં લોકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી ભારત સરકારની સાઈબર સુરક્ષા એજન્સી દ્વારા જાહેર કરવામાં આવી છે. સરકારી સાઈબર સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર એન્ડ્રોઇડ ફોનમાં કેટલીક ખામીઓ સામે આવી છે જેનો લાભ હેકર્સ સરળતાથી લઈ શકે તેમ છે. જે ફોનમાં ખામીની વાત સામે આવી છે તેમાં એન્ડ્રોઇડ 14, એન્ડ્રોઇડ 15, એન્ડ્રોઇડ 16, એન્ડ્રોઇડ 17 અને એન્ડ્રોઇડ 16 QPR2 વાળા ડિવાઈસનો સમાવેશ થાય છે.
સરકારી સાઈબર સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર ઉપર જણાવેલા એન્ડ્રોઇડ ફોનમાં એવી ખામીઓ મળી જે જેનો લાભ હેકર્સ ઉઠાવી શકે છે અને સરળતાથી લોકોના પર્સનલ ડેટા ચોરી શકે છે. આ સ્માર્ટફોન યુઝ કરતાં લોકોને કહેવામાં આવ્યું છે કે આ વાતને લાઈટલી લેવામાં ન આવે અને તુરંત ફોનને અપડેટ કરવામાં આવે.
એજન્સીને એન્ડ્રોઇડના ફ્રેમવર્ક અને સિસ્ટમ જેવા પાર્ટમાં ખામીઓ મળી છે. આ ખામીના કારણે હેકર્સ ફોન સરળતાથી હૈક કરી શકે છે. એટલું જ નહીં હૈકર્સ તમારા ફોનમાં કોઈપણ ખતરનાક કોડ રન કરી શકે છે. તેના માટે યુઝર લિંક પર ક્લિક કરે કે કોઈ એપ ડાઉનલોડ કરે તેની પણ જરૂર નથી. હૈકર્સ તેની રીત જ તમારા ફોનમાં કોઈપણ વસ્તુ રન કરી શકે છે. આ ખામીના કારણે હૈકર્સ તમારા ફોનના પર્સનલ ડેટા સુધી પણ પહોંચી શકે છે, ડેટા ચોરી શકે છે. ડિવાઈસ ક્રેશ કરી શકે છે.
એન્ડ્રોઇડ યુઝર્સે હવે શું કરવું ?
એન્ડ્રોઇડ ફોનની ખામીની વાત સામે આવી છે પણ રાહતની વાત એ છે કે આ વાત સામે આવતાં જ ગુગલ એ આ ખામીને ઠીક કરવા નવું અપડેટ જાહેર કરી દીધું છે. ગુગલ એ ખામીઓને સુધારવાની વાત પણ કહી છે. સાથે જ ફોન માટે નવું અપડેટ અને સિક્યોરિટી પેચ પણ જાહેર કર્યું છે જેને ઈંસ્ટોલ કરી ફોન સેફ થઈ શકે છે.
આ રીતે ચેક કરો ફોન અપડેટ છે કે નહીં
સૌથી પહેલા ફોનના સેટિંગમાં જઈ સિસ્ટમ કે સોફ્ટવેર અપડેટ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ ચેક ફોર અપડેટ પર ક્લિક કરો. જો તમને નવું અપડેટ જોવા મળે તો તુરંત તેને ડાઉનલોડ કરી ઈંસ્ટોલ કરો. જો ફોનમાં અપડેટ ન આવ્યું હોય તો કોઈ અજાણી લિંક પરથી અપડેટ ડાઉનલોડ કરવાની ભુલ ન કરવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)