SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભારતના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત! અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Ambalal Patel Prediction : હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલે આગામી સમયમાં દુનિયામાં આવનારા પડકારોને લઈને મોટી આગાહી કરી છે. તો દેશના રાજકારણને લઈને પણ ચોંકાવનારી આગાહી કરી છે. આ ઉપરાંત તેમણે આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે પણ જણાવ્યું છે.

Written By Dilip Chaudhary
Published: Oct 12, 2026, 04:43 PM IST | Updated: Oct 12, 2026, 04:45 PM IST
Join

Ambalal Patel Prediction : હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલે આગામી સમયને લઈને ચોંકાવનારી આગાહી કરી છે. જ્યોતિષ શાસ્ત્રો અને નાડીગ્રંથોના આધારે આગામી સમય મુશ્કેલ હોય તેવું જણાઈ રહ્યું છે. તેમની આગાહી મુજબ, વિશ્વમાં નકારાત્મક ઊર્જાઓ આકાર લઈ રહી છે અને આગામી સમયમાં અનેક દેશોમાં રાજકીય વાતાવરણ કથળી શકે છે. દેશના અગ્રગણ્ય લોકોએ પણ સાવચેતી રાખવા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

આ દેશોને રહેવું પડશે સાવધાન

આગાહી મુજબ, અરબ રાષ્ટ્રો, ઈરાક, પાકિસ્તાન, લીબિયા અને સીરિયા સહિતના દેશોમાં રાજકીય વાતાવરણ બગડવાની શક્યતા છે. મુસ્લિમ રાષ્ટ્રોમાં આંતરિક કલહ વધી શકે છે. ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આંતરિક કલહ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈજિપ્ત, અમેરિકા, યુકે, વેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, અરબ દેશો, બ્રાઝીલ અને જાપાન સહિતના દેશોમાં કુદરતી કહેરની શક્યતા રહેશે. આ ઉપરાંત, રશિયા માટે પણ સમય અનુકૂળ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. રશિયામાં રોગચાળાથી સાવચેત રહેવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.

ભારતના રાજકારણમાં આંતરિક કલહ વધી શકે છે

દેશના રાજકારણ અંગે પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, તેમના જણાવ્યા મુજબ, દેશના અગ્રગણ્ય વ્યક્તિઓએ કાવતરાંથી સાવચેત રહેવું જોઈએ. દેશમાં રાજકારણમાં આંતરિક કલહ વધી શકે છે અને આંદોલનોની જ્યોત જોવા મળી શકે છે. રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મોના પ્રોડ્યુસરો માટે આગામી સમય આપત્તિસૂચક અને અનિષ્ટ જેવો જણાઈ રહ્યો છે. ઉપરોક્ત વ્યક્તિઓએ પોતાના આરોગ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

હવામાન અંગે પણ કરી આગાહી

હવામાનની આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં હવામાન કથળી શકે છે. આ વિસ્તારોમાં હવામાનની સ્થિતિ પ્રતિકૂળ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં બરફનું ભૂસ્ખલન અને હિમવર્ષા થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી સમયમાં વિશ્વના અનેક દેશોમાં રાજકીય અસ્થિરતા, આંતરિક કલહ, કુદરતી આપત્તિઓ અને આરોગ્ય સંબંધિત પડકારોની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES