• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ગુજરાતમાં વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ, CISFનો નકલી DSP બની લોકોને લગાવ્યો લાખોનો ચૂનો

ગુજરાતમાં વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ, CISFનો નકલી DSP બની લોકોને લગાવ્યો લાખોનો ચૂનો

Fake CISF Officer : ગુજરાત જાણે નકલી અધિકારીઓનું હબ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. નકલી પોલીસ, નકલી જજ, નકલી CMO અધિકારી બાદ હવે અમદાવાદમાંથી એક નકલી CISF અધિકારી ઝડપાયો છે. મોજ-શોખ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે આ ગઠિયાએ CISFના DSPનું નકલી આઈકાર્ડ બનાવ્યું. આર્મી કેન્ટીનમાંથી સસ્તા આઈફોન, કાશ્મીરી અખરોટ અને એરપોર્ટમાં નોકરીની લાલચ આપીને આ મહાઠગ લોકોના ખિસ્સા ખાલી કરતો હોવાનું સામે આવ્યું છે, તો ટ્રેનમાં મુફ્તમાં મુસાફરી પણ કરી રહ્યો હતો.

Written ByDilip Chaudhary
Published: Oct 12, 2026, 06:06 PM IST|Updated: Oct 12, 2026, 06:09 PM IST
joinshare
ગુજરાતમાં વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ, CISFનો નકલી DSP બની લોકોને લગાવ્યો લાખોનો ચૂનો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અફવાઓ પર પૂર્ણવિરામ: ભારત-શ્રીલંકા વનડે મેચ દિલ્હીમાં જ રમાશે, અમદાવાદ ખસેડવાના દાવાનો BCCIએ કર્યો ઇનકાર

અફવાઓ પર પૂર્ણવિરામ: ભારત-શ્રીલંકા વનડે મેચ દિલ્હીમાં જ રમાશે, અમદાવાદ ખસેડવાના દાવાનો BCCIએ કર્યો ઇનકાર

2

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ, CEC અને SIR સામે શરૂ કરી કાનૂની લડાઈ, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી, કુલ 11 નેતાઓએ કરી સહી

3

ગુજરાતમાં વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ, CISFનો નકલી DSP બની લોકોને લગાવ્યો લાખોનો ચૂનો

4

153 રૂપિયા પર પહોંચ્યો GMP, 15 ઓક્ટોબરે ખુલશે આ IPO, જાણો પ્રાઇસ બેન્ડ

5

અંતથી આરંભ સુધી, ફરી થિયેટરમાં ધુમ મચાવવા આવી રહ્યા છે સની દેઓલ, સૂર્યાનો જોરદાર લુક વાયરલ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન ઝી, અમદાવાદ : એક કહેવત છે કે લાલચ બુરી બલા છે, જ્યારે કોઈ પોતાની ઓળખાણ CISFના અધિકારી તરીકે તમને આપે અને સસ્તામાં આઈફોન કે નોકરીની ઓફર આપે ત્યારે ચેતી જજો, કારણ કે સામેવાળો વ્યક્તિ અધિકારી નહીં પણ એક ગઠિયો હોઈ શકે છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે લાલદરવાજા પાસેથી એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે પોતે CISFનો ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ હોવાની ઓળખ આપતો હતો. આ મહાઠગે લોકોને ખોટી ઓળખાણ આપી પ્રભાવ પાડી ભોળપણનો લાભ લઈને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

નશાના કાળા કારોબારનો પર્દાફાશ, અમદાવાદ SOGએ કરોડોના પોશડોડા સાથે બે આરોપીને દબોચ્યા

નકલી અધિકારીની ક્રાઈમ કુંડળી

  • ગુજરાતમાં નકલી અધિકારીઓ પકડાવાનો સિલસિલો યથાવત, હવે CISFનો નકલી DSP ઝડપાયો
  • અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે લાલદરવાજા સરદારબાગ પાસેથી મહાઠગ અઝમાએ સિકંદર કમ્બોઝની કરી ધરપકડ
  • આરોપી પાસેથી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISFના DSPનું બોગસ આઈકાર્ડ મળી આવ્યું
  • આર્મી કેન્ટીનમાંથી સસ્તા આઈફોન અને દુબઈથી સસ્તા મોબાઈલ મંગાવી આપવાના નામે કરતો હતો ઠગાઈ
  • એરપોર્ટ પર પોતે ઉચ્ચ હોદ્દા પર હોવાની ઓળખ આપી બેરોજગારોને નોકરી અપાવવાના બહાને ખંખેરતો હતો રૂપિયા
  • કાશ્મીરથી સસ્તામાં અખરોટ અને કેરોસીન અપાવવાની લાલચ આપીને પણ લોકો પાસેથી પડાવતો હતો પૈસા
  • મોજ-શોખ પૂરા કરવા નકલી આઈકાર્ડનો કરતો ઉપયોગ, ટ્રેનમાં ટિકિટ લીધા વિના જ કરતો હતો મુસાફરી
  • આરોપી અઝમા એ સિકંદર સામે વર્ષ 2022માં જમ્મુ કાશ્મીરમાં ઠગાઈનો ગુનો નોંધાયેલો છે, એક ચોરીના કેસમાં છે વોન્ટેડ

CISFનો નકલી DSP ઝડપાયો

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચનીને બાતમી મળી હતી કે એક શખ્સ નકલી ઓળખ ઉભી કરીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે લાલદરવાજા સરદારબાગ પાસેથી અઝમા એ સિકંદર કમ્બોઝ નામના યુવકની ધરપકડ કરી છે. તપાસ કરતા આ યુવક પાસેથી પોલીસને CISFના DSPનું એક બોગસ આઈકાર્ડ પણ મળી આવ્યું છે. આ જ નકલી આઈકાર્ડના આધારે તે લોકો પર રોફ જમાવતો હતો.

ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડી

પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી અઝમા એ સિકંદરે પંજાબમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તે અલગ-અલગ જગ્યાએ નોકરી કરતો હતો. પરંતુ મોજ-શોખ કરવા માટે તેને વધુ રૂપિયાની જરૂર હતી. આ જરૂરિયાત પૂરી કરવા તેણે શોર્ટકટ આ અપનાવ્યો. તે લોકોને કાશ્મીરથી સસ્તામાં અખરોટ અને કેરોસીન અપાવવાની લાલચ આપતો. એટલું જ નહીં, આર્મી કેન્ટીનમાંથી સસ્તા ભાવે સામાન અને આઈફોન અપાવવાના બહાને પણ લોકો પાસેથી રૂપિયા ખંખેરતો હતો.

બેરોજગારોને કરતો હતો ટાર્ગેટ

આરોપી એરપોર્ટ પર પોતે નોકરી કરતો હોવાની ઓળખ આપીને, બેરોજગારોને એરપોર્ટમાં નોકરી અપાવવાના અને દુબઈથી સસ્તામાં આઈફોન મંગાવી આપવાના નામે પૈસા લઈ લેતો હતો. આ નકલી અધિકારીની હિંમત એટલી ખુલી ગઈ હતી કે તે ટ્રેનમાં મુસાફરી કરતા સમયે પણ આ બોગસ આઈકાર્ડનો જ ઉપયોગ કરતો અને ટિકિટ લેતો નહોતો. અલગ-અલગ જગ્યાએ જઈને તે પોતાનો પરિચય કેળવતો અને પછી શિકાર બનાવીને પૈસા પડાવતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આરોપી સામે જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2022માં આ જ પ્રકારની છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત, તે અન્ય એક ચોરીના ગુનામાં હજુ પણ પોલીસ ચોપડે ફરાર છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News