SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બંગાળની ખાડીમાં વધુ એક રાક્ષસ જાગ્યો! જાણો વાવાઝોડું ક્યાં પહોંચ્યું અને કયા રાજ્યોને લેશે ભરડામાં?

અર્ણબ, મુરાસુ વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડીમાંથી વધુ એક દૈત્ય એક્વાન ઊભો થયો છે અને હાહાકાર મચાવવાની તૈયારી કરી રહ્યો છે. આ વાવાઝોડું અત્યંત શક્તિશાળી બની રહ્યું છે અને 20 નવેમ્બરે ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતા છે. જાણો કયા કયા રાજ્યોને તે ઝપેટમાં લઈ શકે છે

Written By Viral Raval
Published: Nov 18, 2026, 10:48 IST | Updated: Nov 18, 2026, 11:17 IST
Join

ચોમાસું પૂરું થઈ ગયું અને આમ છતાં એક પછી એક વાવાઝોડા ભારતને હચમચાવી રહ્યા છે. બંગાળની ખાડીમાં ઉઠેલું વાવાઝોડું અક્વાન ઝડપથી શક્તિશાળી  થઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD)ની લેટેસ્ટ આગાહી મુજબ આ તોફાન 20 નવેમ્બરે બપોરે આંધ્ર પ્રદેશ અને યાનમના કાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન પવનની ઝજપ 120થી 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે. જ્યારે ઝાપટાની સાથે પવનની ઝડપ 145 કિમી પ્રતિ કલાકે પહોંચી શકે છે.

ઈરાને રાખ્યું છે વાવાઝોડાનું નામ

આ વાવાઝોડાનું નામ ઈરાને રાખ્યું છે. અક્વાન નામના મૂળિયા ફારસી પૌરાણિક કથાઓમાં છે. આ નામ એક્વાન એ દીવ સાથે જોડાયેલું છે. જે મશહૂર  ફારસી મહાકાવ્યા શાહનામામાં એક રાક્ષસ જેવું પાત્ર છે. આ મહાકાવ્યની રચના ફિરદૌસીએ કરી હતી.

કુલગામમાં CRPF જવાનો પર હુમલાનો માસ્ટરમાઈન્ડ લતીફ ભટ એન્કાઉન્ટરમાં ઠાર, મસ્જિદમાં છૂપાયેલો હતો

20 નવેમ્બરે ત્રાટકી શકે છે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વાવાઝોડું અક્વાન બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય ભાગમાં સક્રિય છે. ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયેલું આ વાવાઝોડું 19 નવેમ્બર સુધીમાં અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે અને ત્યારબાદ 20 નવેમ્બરે બપોરની આસપાસ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈને નેલ્લોર અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્ર પ્રદેશ-યાનમના કાંઠાને પાર કરી શકે છે.

IMD લેટેસ્ટ અપડેટ

નવેમ્બરમાં ત્રીજા વાવાઝોડાનો ખતરો, આ રાજ્યના દરિયાકાંઠે ત્રાટકવાનો ભય, ISROએ જાહેર કરી સેટેલાઇટ ઈમેજ

8 જિલ્લાઓમાં રેડ એલર્ટ

ચક્રવાતના જાખમને જોતા હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના8 જિલ્લાઓમાં 19 નવેમ્બર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં કાકીનાડા, કોનસીમા, પૂર્વી ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, એલુરુ, કૃષ્ણા, બાપટલા, નેલ્લોર સામેલ છે. આ ઉપરાંત યાનમ માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કાંઠા વિસ્તારો માટે વાવાઝોડા સંબંધિત ચેતવણી પણ બહાર પાડી છે. ઓડિશામાં બે લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાની તૈયારી છે. ચક્રવાતની અસર ઓડિશામાં પણ જોવા મળી શકે છે. રાજ્ય સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવાની તૈયારી તેજ કરી છે.

અધિકારીઓના જણાવ્યાં મુજબ રાજ્યાં 204070 લોકોની ઓળખ કરાઈ છે. જેમને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી શકે છે. જેમાં સૌથી વધુ 121597 લોકો ગંજામ જિલ્લાના છે. સરકારે 8 જિલ્લામાં 87 બ્લોકમાં 1902 સંવેદનશીલ સ્થળોની ઓળખ પણ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી સુરેશ પૂજારીએ કહ્યું કે સરકાર ચક્રવાતથી પ્રભાવિત થનારા સંભવિત વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે પગલાં ભરી રહી છે. ઓડિશા સરકારે 74 રેસ્ક્યૂ ટીમો પણ તૈનાત કરી છે. દક્ષિણી જિલ્લાઓમાં સંવેદનશીલ વિસ્તારના લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

ઓડિશાના 6 જિલ્લામાં ભૂસ્ખલનનું જોખમ

ઓડિશા સરકાર સામે ચક્રવાતની સાથે સાથે ભૂસ્ખલનનો પણ પડકાર છે. રાજ્યના 6 જિલ્લાઓને ભૂસ્ખલનની રીતે ખુબ જ સંવેદનશીલ ગણવામાં આવી રહ્યા છે જેમાં ગંજામ, ગજપતિ, રાયગઢા, કંધમાલ, મલકાનગિરી, કોરાપુટ સામેલ છે.

અત્રે જણાવવાનું કે ગત મહિને આવેલા ચક્રવાત અર્નબના કારણે ઓડિશામાં 11 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 લોકોના જીવ ભૂસ્ખલનના કારણે થયા હતા. છ લોકો હજુ પણ ગૂમ હોવાનું કહેવાયું હતું. રાયગઢ જિલ્લામાં પણ પ્રશાસને ભૂસ્ખલનની આશંકાવાળા 55 ગામડાઓની ઓળખ કરી છે.

Rahul Gandhi: રાહુલ ગાંધીએ ફરી બાફ્યું, શિવ-પાર્વતીનો ફોટો શેર કરી દલીલ કરી, ભાજપ એ પણ કર્યો પલટવાર

આ રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES