Abhijit Dipke: શાંતિ ભંગ કરવાના કેસમાં અભિજીત દિપકેની કરાઈ ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજુ, નેહા બોરા મુક્ત
Abhijit Dipke: સીજેપી દ્વારા 16 ઓક્ટોબરે લહેરા દો ત્રિરંગા માર્ચનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિવેંટિવ સેક્શન્સ હેઠળ અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે નેહા બોરાને ડિટેન કરવામાં આવી હતી. શનિવારે નેહા બોરાને મુક્ત કરી દેવામાં આવી છે જ્યારે દીપકેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Abhijit Dipke: 16 ઓક્ટોબરે કોક્રોચ જનતા પાર્ટી એ દેશભરમાં તિરંગા માર્ચનું એલાન કર્યું હતું. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસે પ્રિવેટિવ સેશન્સ હેઠળ અભિજીત દીપકેની ધરપકડ કરી હતી. જ્યારે આઈશાની નેહા બોરાની પણ અટકાયત કરવામાં આવી હતી. નેહા બોરાને કાયદાકીય પ્રક્રિયા પછી છોડી દેવામાં આવી છે. જ્યારે અભિજીત દીપકેને આજે નવી દિલ્હીમાં એસઇએમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે કોર્ટમાં નક્કી કરશે કે અભિજીત દીપકેને જામીન પર છોડી દેવો કે પછી તેને પણ જેલમાં મોકલો.
શું થયું 16 ઓક્ટોબરે ?
16 ઓક્ટોબરે દિલ્હીના કનોટ પ્લેસ પર તિરંગા માર્ચનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે કનોટ પ્લેસ પર અભિજીત દીપકે પહોંચે તે પહેલા જ પોલીસે તેને ડીટેન કર્યો હતો. ત્યાર પછી અભિજીત દીપકે પર શાંતિ ભંગ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 10 ઓક્ટોબરે પણ અભિજીત દીપકેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે તેણે પીસ બોન્ડ સાઇન કર્યું હતું અને મુક્ત થયો હતો. પરંતુ 16 ઓક્ટોબરે કનોટ પ્લેસ પર ફરીથી તે પહોંચી ગયો હતો જેના કારણે અભિજિત કે સામે શાંતિ ભંગ કરવાનો નવો કેસ નોંધવામાં આવ્યો.
અભિજીત દીપકે પર કઈ કલમો લાગી ?
અભિજીત દીપકે એ અગાઉ પીસ બોન્ડ પર સાઇન કર્યા છે. ત્યારબાદ પણ શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવા જતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 126 અને 170 હેઠળ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 126 ની કલમ હેઠળ મેજિસ્ટ્રેટ દેશમાં શાંતિ જાળવી રાખવા માટે બોન્ડ પર સાઈન કરાવે છે. અને 170 કલમ પોલીસને શાંતિ ભંગ કે પછી સંભવિત અપરાધને રોકવા માટે કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે તેવો અધિકાર આપે છે. આ બંને કલમ હેઠળ અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવી છે.
અભિજીત દીપકેને કોર્ટમાં કરાશે રજૂ
ઉલ્લેખનીય છે કે અભિજીત દીપકને પણ આજે નવી દિલ્હીની એસઇએમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૌરવ દાસ અને આશુતોષ રંકાની જેમ અઅભિજીત દીપકે એ પણ પોતે સાઈન કરેલા પીસ બોન્ડનો ભંગ કર્યો છે. હવે કોર્ટ નક્કી કરશે કે અભિજીત દીપકે ને પણ જેલી સજા ફટકારવામાં આવે કે પછી તેને જામીન પર છોડી દેવામાં આવે.
નેહા બોરા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી
16 ઓક્ટોબરે વિરોધ પ્રદર્શન દરમિયાન નેહા બોરાની અટકાયત કરવામાં આવી હતી. જોકે નેહા બોરાને 65 ડીપી એક્ટ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કર્યા પછી છોડી દેવામાં આવી છે. નેહા બોરાની અટકાયત અને તેના પછી તેની મુક્તિ પર આઈશા દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ લઈને જે લડાઈ શરૂ થઈ છે તે હજુ પણ યથાવત રહેશે. સંગઠન એવું પણ કહ્યું છે કે એસઆઈઆરને પરત લેવું જ પડશે. તેમણે મોદી સરકાર પર પણ આક્ષેપો કર્યા હતા.