દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના
Raigad Drowning Incident: આ દર્દનાક ઘટનામાં જે 8 વિદ્યાર્થીઓના મોત થયા છે, તે પુણેની એક કોચિંગ સંસ્થામાં ભણતા હતા, મોજાના પ્રવાહમાં ફસાયા બાદ કોઈને બહાર નિકળવાનો મોકો મળ્યો નહીં અને બધાયના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.
Raigad Drowning Incident: મહારાષ્ટ્રના રાયગઢથી એક દુખદ સમાચાર આવ્યા છે, દિવેઆગર બીચ પર સમુદ્રના મોજામાં ફસાવાના કારણે 8 વિદ્યાર્થીઓના મોત થયા છે, બધા વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા ગયા હતા, મોજામાં ફસાવાના કારણે દરેકના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા. સમુદ્ર ડુબનારા વિદ્યાર્થીઓ પુણેમાં આવેલી આલંદી વિનર્સ એકેડમીના હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે બધા મજા કરવા માટે દરિયામાં ઉતર્યા હતા, પરંતુ કોઈને પાણી કેટલું ઊંડું હતું તેનો અંદાજ ન લાગ્યો, અને એક પછી એક ડૂબી ગયા. વિદ્યાર્થીઓને ડૂબતા જોઈને, મહાકાલી વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓ અને દરિયા કિનારે હાજર ગ્રામજનો પાણીમાં કૂદી પડ્યા. તેમણે બાળકોને બચાવવાનો બેસ્ટ પ્રયત્ન કર્યો હતો.
ઘણા પ્રયત્નો પછી, આઠેય છોકરાઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બધાના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા હતા. બધાના મૃતદેહ બોરલી પંચાતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે.
અકસ્માતમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના નામ:
- યશ કિરણ વાનખેડે (16 વર્ષ) – આલંદી, પુણેનો રહેવાસી
- સોહમ તુકારામ ભવદાલકર (16 વર્ષ) – આલંદી, પુણેનો રહેવાસી
- તન્મય દત્તાત્રેય વાહિલે (16 વર્ષ)
- કૌસ્તુભ સંદીપ દૌંડ
- કૈવલ્ય સતીશ વાશંકર
- રાજવીર યુવરાજ વાહિલે
- પ્રણવ રામદાસ બંસોડ
- સુમિત ભરત આહિરે
48 વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિક માટે આવ્યા હતા
રાયગઢ પોલીસ અધિક્ષકની કચેરીમાંથી મળેલી માહિતી અનુસાર, પુણેના આલંદીમાં વિનર્સ એકેડેમીના કુલ 48 વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિક માટે દિવેગર બીચ પર આવ્યા હતા. આ જૂથમાં 24 છોકરાઓ, 17 છોકરીઓ અને 6 શિક્ષકોનો સમાવેશ થાય છે. પોલીસ હાલમાં આ મામલે વધુ કાનૂની તપાસ કરી રહી છે.