SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાના 10 ઉમેદવાર બિનહરીફ જીત્યા, ગાંધીનગરમાં પ્રચાર પડઘમ શાંત

Gujarat News Live: રાજ્ય સહિત દેશ-દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

Written By Gokani Dhaval
Published: Oct 09, 2026, 03:47 PM IST | Updated: Oct 09, 2026, 05:26 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશના બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ તમને અહીં મળશે. તમામ સમાચારો માટે ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો.
 

09 Oct 2026, 5:25 PM

ગાંધીનગર મનપા ચૂંટણીમાં 11 તારીખે મતદાન

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રચાર-પડઘમ શાંત થઈ ગયા છે. હવે 11 ઓક્ટોબરે મતદાન થશે અને 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.

09 Oct 2026, 4:27 PM

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. રાજ્યની તમામ 10 સીટ પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ઉમેદવારી પત્રોની સ્ક્રૂટની અને નામ પરત લેવાની સમય-મર્યાદા સમાપ્ત થયા બાદ ચૂંટણી અધિકારીએ તમામ 10 ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યાં છે. જેમાં ભાજપના 8 અને સપાના બે ઉમેદવારોની જીત થઈ છે. ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ બની ગયા છે.

09 Oct 2026, 3:48 PM

મેટ્રોલ સ્ટેશન અને રેલવે બંધ કરવા પર ફરી વિચાર કરવાની જરૂર- CJI

સીજેઆઈએ કહ્યું કે મેટ્રો સ્ટેશન અને રેલવેને બંધ કરવા પર ફરી વિચાર કરવાની જરૂર છે. સોલિસિટર જનરલે આશ્વાસન આપ્યું કે તેઓ તેના પર અધિકારીઓ સાથે વાત કરશે, જેથી લોકોને અસુવિધા ન થાય. તેવા પગલાં ભરવામાં આવશે જે પ્રદર્શનની સ્થિતિ પ્રમાણે સંતુલિત હશે. ટ્રાફિક જામની પણ ખાતરી કરવામાં આવશે. લોકો માટે એડવાઇઝરી જારી કરવામાં આવશે જેથી તેને અસુવિધા ન થાય.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES