કાલાવડ તાલુકાના માછરડા ગામે મોડી રાત્રે દીપડો દેખાતા ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામની આસપાસ દીપડાની અવરજવર જોવા મળતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. મોડી રાત્રે દીપડો દેખાયાની માહિતી મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. દીપડાની હાજરીને પગલે ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
Gujarati News Live 3 OCT: ગોલ્ફમાં ભારતે જીત્યો ગોલ્ડ અને સિલ્વર મેડલ, ભારતના બે રેસલરો ફાઈનલમાં
Gujarati News Live 3 OCT: રાજ્ય સહિત દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારના ફટાફટ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
Gujarat Breaking News Live: 3 ઓક્ટોબરે ગુજરાત, દેશ-દુનિયા સહિતના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો.
ભારતીય રેસલર અંતિમ પંઘાલ ફાઈનલમાં પહોંચી ગઈ છે. મહિલા 53 કિલોગ્રામ વર્ગની સેમીફાઈનલમાં અંતિમ પંઘાલે જિન ઝાંગને 6-1થી હરાવી છે. આ સિવાય અમન સહરાવત પણ ફાઈનલમાં પહોંચી ગયો છે. અમને પુરૂષોના 57 કિલોગ્રામ વર્ગની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
ભારતે એશિયન ગેમ્સમાં ગોલ્ફ ઈવેન્ટમાં કમાલ કર્યો છે. ભારતે ગોલ્ડ અને સિલ્વર મેડલ કબજે કર્યો છે. ગોલ્ફમાં મહિલાઓની વ્યક્તિગત ઈવેન્ટમાં પ્રણવી ઉર્સે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો મહિલા ટીમ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ મળ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્લેન ક્રેશની વરસી પર 12 જૂન 2026ના વાવવામાં આવેલા વૃક્ષોમાંથી 40થી 50 વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે. મેડિસિટી સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર મિથિલા-આશ્રય સ્ટાફ ક્વાર્ટરમાં આ વૃક્ષ કાપવાની ઘટના સામે આવી છે.
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. ગત રાત્રે વોર્ડ નંબર-9ની જનસંવાદ બેઠકમાં આપના ઉમેદવાર મહિપતદાન ગઢવી સહિત 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. સેક્ટર ત્રણ ખાતે ભાજપની જનસંવાદ બેઠક યોજાઈ હતી.
સુરતના નાસીરનગરમાં વિવાદાસ્પદ ડિમોલિશન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં સુરતના પૂર્વ મનપા કમિશનર અને પોલીસ કમિશનરની પૂછપરછ થશે. IPS અધિકારી અનુપમ સિંહ ગેહલોત 6 ઓક્ટોબરે પૂછપરછ માટે હાજર થશે. જ્યારે સાતમી ઓક્ટોબરે સુરતના પૂર્વ મનપા કમિશનર એ. નાગરાજનની પૂછપરછ થશે. ત્યારબાદ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.