SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: ટાઇગર શ્રોફ ફાયરિંગ ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી, સુરત જિલ્લામાં વરસાદી ઝાપટાં

Gujarat News Live: રવિવારે અભિનેતા ટાઇગર શ્રોફ પર હુમલો થયો હતો. આ ઘટનામાં પળેપળ નવી માહિતી સામે આવી રહી છે. બીજીતરફ ગુજરાતમાં આજે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ આવતીકાલે દશેરા પહેલા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દેશ-દુનિયાના તમામ મહત્વના સમાચારોના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Written By Gokani Dhaval
Published: Oct 19, 2026, 08:33 AM IST | Updated: Oct 19, 2026, 11:12 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશના બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ તમને અહીં મળશે. તમામ સમાચારો માટે ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો.

 

19 Oct 2026, 11:12 AM

સુરતના વાતાવરણમાં આવ્યો પલટો

સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આઠમાં નોરતે મોડી રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા હતા. માંડવી ખાતે વરસાદી ઝાપટાં આવતા ખેલૈયાઓએ વરસાદી માહોલમાં ગરબાની મજા માણી હતી.

19 Oct 2026, 9:54 AM

ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ

ટાઇગર શ્રોફ ફાયરિંગ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા મામલાની તપાસ અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે કરી છે. આ કારણે ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્ફર કરવામાં આવી.

19 Oct 2026, 9:22 AM

સુરતમાં ડેન્ગ્યૂથી 22 વર્ષીય વ્યક્તિનું મોત

સુરતમાં રોગચાળાથી મોતનો સિલસિલો યથાવત છે. સચિન વિસ્તારમાં 22 વર્ષીય યુવકનું ડેન્ગ્યૂથી મોત થયું છે. સાદીક મોહમ્મદ નામના યુવકને બે દિવસથી તાવ આવતો હતો. ત્યારબાદ રિપોર્ટ કરાવતા ડેન્ગ્યૂની પુષ્ટિ થઈ હતી. યુવકના મોતથી પરિવાર શોકમગ્ન બન્યો છે.

19 Oct 2026, 9:22 AM

સુરતમાં પોલીસ પર હુમલો

સુરતના ગોડાદરામાં પોલીસકર્મી પર હુમલો થયો છે. 15-20 લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે. સામાન્ય બાઇક ટક્કર બાદ વિવાદ ઉગ્ર બની ગયો હતો. પત્નીની નજર સામે રસ્તા પર માર મારવામાં આવ્યો છે. પોલીસે આ મામલો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

19 Oct 2026, 8:39 AM

અમદાવાદના ભાડજમાં ગરબામાં બબાલ

અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલા મંડળી ગરબામાં રવિવારે રાત્રે વિવાદ થયો છે. બાઉન્સર્સ અને ખેલૈયાઓ વચ્ચે બબાલ થઈ છે. બાઉન્સર્સ લાકડી લઈ દોડતાં જોવા મળી રહ્યાં છે. આ વિવાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં નાશભાગ મચી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.

19 Oct 2026, 8:34 AM

અભિનેતા ટાઇગર શ્રોફ પર હુમલાથી હડકંપ

રવિવારે બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર અચાનક ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ટાઇગર શ્રોફના ડ્રાઇવરને ઈજા પહોંચી છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. રવિવારે અજાણ્યા શખ્સોએ ટાઇગર શ્રોફને નિશાન બનાવતા ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES