• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: આજે કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી, મહારાષ્ટ્રના બીડમાં અકસ્માતમાં 5 લોકોના મોત
Live Now

Gujarat News Live: આજે કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી, મહારાષ્ટ્રના બીડમાં અકસ્માતમાં 5 લોકોના મોત

Gujarat News Live: રાજ્ય સહિત દેશ-દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

Written ByGokani Dhaval
Published: Oct 18, 2026, 11:56 AM IST|Updated: Oct 18, 2026, 04:20 PM IST
joinshare
Gujarat News Live: આજે કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી, મહારાષ્ટ્રના બીડમાં અકસ્માતમાં 5 લોકોના મોત
18 Oct 2026 16:19 IST (IST)
share

હર્ષ સંઘવી જાપાન પહોંચ્યા

નાયબ મુખ્યમંત્રી હષ સંધવી જાપાન પહોંચ્યા છે. રાજ્યમાં આગામી વર્ષે યોજાનાર વાઈબ્રન્ટ સમિટ પહેલા હર્ષ સંઘવી જાપાનની મુલાકાતે પહોંચ્યાં છે. અહીં તેઓ વિવિધ ડેલિગેશન સાથે મુલાકાત કરશે.

Arrived at Kansai International Airport, Japan, to participate in the Vibrant Gujarat one-to-one meetings and engage in important discussions. https://t.co/XKMhyk5VbG

— Harsh Sanghavi (@sanghaviharsh) October 18, 2026

18 Oct 2026 15:15 IST (IST)

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગાંવ તાલુકામાં ખામગાંવ-પંઢરપુર નેશનલ હાઈવે પર શિંદેવાડી ફાટા પર એક ભયાનક અકસ્માત થયો છે. કહેવામાં આવી રહ્યું છે તે તુલજાપુર દર્શન માટે ગયેલા માજલગાંવના એક પરિવારની ગાડી અવિનાશ દાદા બેંસોડેના પેટ્રોલ પંપની સામે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.

આ ઘટના સમયે સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓએ શરૂઆતી જાણકારી આપી છે કે આ દુર્ઘટનામાં ગજાનન નામદાસ સહિત 5 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. આ વચ્ચે ઘટનાસ્થળે લોકો રસ્તા પર ઉતર્યાં છે અને રસ્તો જામ કરી દીધો છે. 
 

18 Oct 2026 14:52 IST (IST)

હવામાન વિભાગની આગાહી

ખેલૈયાઓ માટે મોટા સમાચાર છે. હવામાન વિભાગે બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્કુલેશનને કારણે વરસાદી માહોલ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. રાજકોટ, જૂનાગઢ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવા વરસાદની સંભાવના છે. આવતીકાલે ભાવનગર, અમરેલી, વલસાડ, તાપીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

 

18 Oct 2026 12:25 IST (IST)

આરોગ્ય વિભાગના દરોડા

સુરતમાં દશેરાના તહેવાર પહેલાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના વિક્રેતાઓને ત્યાં દરોડો પાડ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લઈ તપાસ માટે મોકલી આપવામાં આવશે. જોકે દશેરામાં લોકો ફાફડા-જલેબી આરોગી જશે ત્યારબાદ રિપોર્ટ આવશે.

સુરતમાં દશેરા પહેલા આરોગ્ય વિભાગની લાલ આંખ: વિવિધ વિસ્તારોમાં ફાફડા-જલેબીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી સેમ્પલ લીધા #Surat #Gujarat #BreakingNews #News https://t.co/Wz02y1uBce

— Zee 24 Kalak (@Zee24Kalak) October 18, 2026

18 Oct 2026 12:03 IST (IST)

ગ્વાલિયરમાં 15 લોકોના મોત

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શીતળા માતા મંદિરની પાસે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાઉસની બહાર હંગામો કર્યો હતો. મોડી રાત્રે એક ટ્રક અનિયંત્રિત થવાને કારણે દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. રવિવારે સવારે પીડિત પરિવારના સભ્યો મોટી સંખ્યામાં પોસ્ટમોર્ટમ હાઉસની બહાર એકત્ર થયા હતા. તેમણે જિલ્લા તંત્ર વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

18 Oct 2026 12:01 IST (IST)

ફ્રાન્સમાં લાખો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા

ફ્રાન્સમાં વધતી મોંઘવારી, ખરાબ થઈ રહેલી જાહેર સેવાઓ અને સ્કૂલની સમસ્યાઓ વિરુદ્ધ શનિવાર, 17 ઓક્ટોબરે મોટા પાયે પ્રદર્શન થયા હતા. પેરિસ સહિત ઘણા શહેરોમાં પ્રદર્શન દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. કેટલીક જગ્યાએ દુકાનોમાં તોડફોન અને લૂટફાટની ઘટના થઈ, જ્યારે કેટલીક ઈમારતોમાં આગ લગાવી દેવામાં આવી હતી. ફ્રાન્સના પ્રધાનમંત્રી સેબેસ્ટિયન લેકોર્નૂ પ્રમાણે હિંસા બાદ 1200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી અને 150 પોલીસકર્મી ઘાયલ થયા છે.

ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝ અનુસાર દેશભરમાં આશરે 5.5 લાખ લોકો પ્રદર્શનમાં સામેલ થયા. તેમાંથી લગભગ 1.1 લાખ લોકો પેરિસમાં રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ પ્રદર્શન આયોજીત કરનાર સંગઠનોએ દાવો કર્યો કે આંદોલનમાં આશરે 8 લાખ લોકોએ ભાગ લીધો હતો.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રેલવે બાદ હવે આ કર્મચારીઓ માટે મોટી જાહેરાત, 60 દિવસનું મળશે બોનસ

રેલવે બાદ હવે આ કર્મચારીઓ માટે મોટી જાહેરાત, 60 દિવસનું મળશે બોનસ

2

અમદાવાદમાં નવરાત્રિની રાતે લોહીયાળ જંગ: ગરબા રમીને પરત ફરતા 28 વર્ષીય યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા

3

રાત્રે સૂતી વખતે હાથ સુન્ન થઈ જાય છે? ભૂલીને પણ ન કરતા આ વાતની અવગણના, હોઈ શકે છે ગંભીર બીમારીના લક્ષણો

4

Hair Care: વાળમાં તેલ અને સીરમ લગાડવામાં તમે તો ભુલ નથી કરતાં ને ? જાણો ક્યારે તેલ લગાડવું અને ક્યારે સીરમ

5

Skin Tighting Tips: આહારમાં આ પોષકતત્વોનો સમાવેશ કરો, ઢીલી પડેલી ચહેરાની સ્કિન ટાઈટ થવા લાગશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશના બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ તમને અહીં મળશે. તમામ સમાચારો માટે ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો.