Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશના બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ તમને અહીં મળશે. તમામ સમાચારો માટે ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો.
14 Oct 2026, 8:14 PM
ઈન્ડિયા ગેટ પહોંચ્યા રાહુલ ગાંધી, ધરણા પર બેઠેલા અંકિતા ભંડારીના માતા-પિતા સાથે કરી મુલાકાત
અંકિતા ભંડારીને ન્યાય અપાવવાની માગને લઈને તેમના માતા-પિતા દિલ્હી પહોંચી ગયા છે અને ઈન્ડિયા ગેટ પર ધરણા પર બેઠા છે. તેમને મળવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઈન્ડિયા ગેટ પહોંચ્યા છે. હકીકતમાં અંકિતા ભંડારીના માતા-પિતા દુષ્યંત ગૌતમને સિક્કિમના રાજ્યપાલ બનાવવાનો વિરોધ કરી રહ્યાં છે. નોંધનીય છે કે વર્ષ 2022મા અંકિતા ભંડારીની હત્યા થઈ હતી. જેમાં વીઆઈપી સામેલ હોવાનું સામે આવ્યું હતું.
14 Oct 2026, 7:17 PM
મેટ્રો રેલ સેવા અંગે મહત્વની જાહેરાત
નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો મોડે સુધી ગરબા રમવાં બહાર જતાં હોય છે. આ વચ્ચે મેટ્રો સંચાલનને લઈને મોટો નિર્ણય લેવાયો છે. હવે અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રોની સેવા મળશે. મેટ્રોનો સમય રાત્રે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. આ સેવા માટે મુસાફરોએ સ્પેશિયલ ટિકિટ લેવી પડશે. જેની કિંમત 50 રૂપિયા રહેશે.
14 Oct 2026, 7:00 PM
અભિજીત દીકપેની અપીલ
કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકેએ દેશવાસીઓને 16 ઓક્ટોબરે દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્ક પહોંચવાની અપીલ કરી છે. તેમણે બધાને કહ્યું કે લોકો તિરંગા લઈને પહોંચી અને આપણે દેખાડીશું કે તિરંગો ફરકાવવો કોઈ ગુનો નથી. દીપકેએ આશુતોષ રાંકા અને સૌરભ દાસની ધરપકડ બાદ જેલ મોકલવાને કારણે આશંકા વ્યક્ત કરી કે તેને (દીપકે) ને પણ જેલ મોકલી શકાય છે.
14 Oct 2026, 6:23 PM
સુપ્રીમ કોર્ટમાં વકીલે દાખલ કરી અરજી
કેન્દ્ર સરકારે ત્રણ દિવસ પહેલા એટલે કે 11 ઓક્ટોબરે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અંતર-મંતરને વિરોધ-પ્રદર્શનવાળા સ્થળના લિસ્ટમાંથી બહાર કરી દીધું હતું અને તેની જગ્યાએ ત્રણ નવા સ્થળોને પ્રોટેસ્ટ સાઇટના રૂપમાં દરજ્જો આપ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ નિર્ણયનો કોંગ્રેસ સહિત ઘણા સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. તો હવે જંતર-મંતરની લડાઈ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારના 11 ઓક્ટોબરના આદેશને પડકારતા સર્વોચ્ચ અદાલટમાં એક રિટ પીટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજી વકીલ સ્વાતિ સિંહે દાખલ કરી છે. તેમનો તર્ક છે કે વિરોધ પ્રદર્શનોને દૂરના વિસ્તારમાં લઈ જથાવી શાંતિપૂર્ણ રીતે એકત્ર થવા અને અભિવ્યક્તિની આઝાદીનો મૌલિક અધિકાર બેઅસર થઈ શકે છે.
14 Oct 2026, 6:11 PM
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકપ્મા કાલે અંબાજીમાં
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે અંબાજીમાં પૂજા કરશે. માં અંબાના દર્શન કર્યા બાદ મહિલા મોર્ચાના કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજશે. મહિલા કારોબારી સભ્યોને આ બેઠકમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. મહિલા ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહેશે.
14 Oct 2026, 5:38 PM
IPL 2027 પહેલા બે ખેલાડીઓની ડીલ
આઈપીએલની 20મી સીઝનની તૈયારી અત્યારથી ટીમોએ શરૂ કરી દીધી છે. આગામી વર્ષ માટે મિની ઓક્શન ગોવામાં યોજાશે. જેની તારીખ હવે જારેત કરવામાં આવશે. પરંતુ અત્યારે ટ્રેડ વિન્ડો ખુલી છે. તેવામાં ટીમ આપસી સહમતિથી ખેલાડીઓની અદલા-બદલી કરે છે. ફાસ્ટ બોલર ટી નટરાજનની ઘરવાપસી થઈ છે. નટરાજન દિલ્હી કેપિટલ્સમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદમાં પહોંચ્યો છે. તો હૈદરાબાદમાંથી લેગ સ્પિનર ઝીશાન અંસારી દિલ્હી કેપિટલ્સમાં પહોંચી ગયો છે.
14 Oct 2026, 4:22 PM
મેરઠ હત્યાકાંડમાં કોર્ટનો ચુકાદો
મેરઠના ચર્ચાસ્પદ ડ્રમ હત્યાકાંડમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. મુસ્કાન અને સાહિલને ફાંસીની સજા ફટકારી છે.
14 Oct 2026, 4:13 PM
આ એક તાનાશાહીની નિશાની છેઃ અભિજીત દીપકે
સીજેપી સંસ્થાપક અભિજીત દીપકેએ કહ્યું- હું નરેન્દ્ર મોદીને કહેવા ઈચ્છું છું કે તમે એક ડરપોક તાનાશાહ છો. આ દેશમાં તિરંગો ફરકાવવો શું ગુનો છે? આશુતોષ અને સૌરવને પાંચ દિવસ માટે જેલ કેમ મોકલવામાં આવ્યા? કારણ કે તેમણે જંતર-મંતર પર જઈ તિરંગો ફરકાવ્યો. આ એક તાનાશાહીની નિશાની છે. આવું છેલ્લે ક્યારે થયું હતું જ્યારે અંગ્રેજોનું રાજ હતું.
14 Oct 2026, 4:11 PM
NSUI કાર્યકર્તાઓનું સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન
NSUI ના કાર્યકર્તાઓએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન તથા નારેબાજી શરૂ કરી છે. આ લોકો પોલીસ સ્ટેશનની સામે ધરણા પ્રદર્શન અને નારા લગાવી રહ્યાં છે. સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં વિનોદ જાખડ સહિત પાંચ લોકો અંદર ગયા છે. જેમાં બે NSIU કાર્યકર્તા જે ઈજાગ્રસ્ત છે, તે પણ પોલીસ સ્ટેશનમાં ગયા છે.
ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.