• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: બીજા નોરતે વિવાદ બાદ સાચી નવરાત્રીને મળી મંજૂરી, આજે યોજાશે જીગરદાન ગઢવીના ગરબા
Live Now

Gujarat News Live: બીજા નોરતે વિવાદ બાદ સાચી નવરાત્રીને મળી મંજૂરી, આજે યોજાશે જીગરદાન ગઢવીના ગરબા

Gujarat News Live: રાજ્ય સહિત દેશ-દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

Written ByGokani Dhaval
Published: Oct 13, 2026, 04:08 PM IST|Updated: Oct 13, 2026, 07:12 PM IST
joinshare
Gujarat News Live: બીજા નોરતે વિવાદ બાદ સાચી નવરાત્રીને મળી મંજૂરી, આજે યોજાશે જીગરદાન ગઢવીના ગરબા
13 Oct 2026 19:11 IST (IST)
share

સાચી નવરાત્રીને મળી પોલીસની મંજૂરી

જીગરદાન ગઢવીના ગરબાને આખરે પોલીસે મંજૂરી આપી દીધી છે. બીજા નોકરે પોલીસની મંજૂરી ન હોવાને ગરબાનું આયોજન થયું નહીં અને ભારે વિવાદ થયો હતો. હવે પોલીસે જીગરદાન ગઢવીના ગરબાને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે પહેલા ફાયર એનઓસીને લઈને સાચી નવરાત્રીમાં ભારે વિવાદ થયો હતો. બીજા દિવસે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ ન કરતા પોલીસની મંજૂરી મળી નહોતી. ત્યારબાદ બીજા નોરતે ગરબા રમવા પહોંચેલા ખેલૈયાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

13 Oct 2026 17:39 IST (IST)

ભારતે લદ્દાખ મુદ્દે ચીનને આપ્યો જવાબ

લદ્દાખને લઈને આપવામાં આવેલા નિવેદન બાદ ભારતે ચીનને વળતો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનું એક અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. કોઈના કહેવાથી સત્ય બદલાઈ જશે નહીં. MEA પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યુ કે લદ્દાખમાં વર્તમાન 28 જગ્યાની ઓળખ સર્વે ઓફ ઈન્ડિયાના સત્તાવાર નક્શા પર પ્રમાણભૂત નામોની સાથે કરવામાં આવી છે અને આ કામ લદ્દાખ કેન્દ્ર-શાસિત પ્રદેશ અને સ્થાનીક હિતધારકોની સાથે ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવ્યું છે.

ચીને ભારતના લદ્દાખ સ્થિત ઘણા ક્ષેત્રોના સ્ટાન્ડર્ડ નામ જાહેર કરવા પર મંગળવારે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ વિદેશ મંત્રાલયે કહ્યું કે સર્વે ઓફ ઈન્ડિયાના લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના માનચિત્ર પર આ સ્થાનોને ઔપચારિક રૂપથી ચિન્હિત કરવાનો ઉદ્દેશ્ય તેની ચોક્કસ ઓળખને સરળ બનાવવા અને સામાન્ય જનતા વચ્ચે યોગ્ય જાગૃતતા પેદા કરવાનો છે.

 

Our response to media queries regarding comments made by the Chinese side on Ladakh. 🔗 https://t.co/guiOKfNImD https://t.co/V1tk6dkIKH

— Randhir Jaiswal (@MEAIndia) October 13, 2026

 


 

 

13 Oct 2026 17:06 IST (IST)

ગાંધીનગર મનપા પરિણામ પર કોંગ્રેસની પ્રતિક્રિયા

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 5 સીટો આવી છે. ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યુ કે પરિણામ અમારા ધાર્યા કરતા વિપરીત આવ્યા છે. શહેરી વિસ્તારમાં લોકોએ અમને સ્વીકાર્યા નથી. ક્યાંક ખામી રહી ગઈ છે વધુ કામ કરીશું. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા અમારા કાર્યકરોને ધમકાવવામાં આવ્યા હતા.

13 Oct 2026 16:42 IST (IST)

રાહુલ ગાંધીની હાઈ ટી-મીટિંગ માટે પહોંચ્યા સોનિયા ગાંધી

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના આવાસ પર હાઈ ટી મીટિંગ માટે પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ, વિપક્ષી સાંસદો, છાત્ર સંગઠનો અને નાગરિક સમાજના સાથીઓને ચા પર પોતાના આવાસ પર આમંત્રિત કર્યાં છે.

#WATCH | Delhi | Congress president Mallikarjun Kharge arrives at the residence of Lok Sabha LoP and Congress MP Rahul Gandhi for a high tea meeting. Lok Sabha LoP and Congress MP Rahul Gandhi has invited the leaders of the INDIA alliance, opposition MPs, and student organizations to his residence for tea.

— ANI (@ANI) October 13, 2026

13 Oct 2026 16:18 IST (IST)

વિપક્ષ પર કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલનો પલટવાર

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા પીયુષ ગોયલે કોંગ્રેસ પર ચૂંટણી પંચના પદનો ખોટો ઉપયોગ કરવા અને પૂર્વ ચૂંટણી કમિશનરોને રાજકીય પદ આપવાનો આરોપ લગાવ્યો. તેમણે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરો અને ચૂંટણી કમિશનરોની નિમણૂંકનો હવાલો આપતા કોંગ્રેસના કામકાજ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવે છે, પરંતુ તેમણે પોતાના જૂના રેકોર્ડ પર નજર કરવી જોઈએ. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ચૂંટણી પંચને સ્વાવલંબી રીતે દેશહિત અને જનહિતમાં કામ કરવા માટે આઝાદી આપી છે અને કોઈપણ ચૂંટણી કમિશનર નિમણૂંક થયા હોય તેને કોઈ રાજકીય લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.

13 Oct 2026 16:14 IST (IST)

રાહુલ ગાંધીના આવાસ પર યોજાનારી બેઠકમાં રણનીતિ કરશે વિપક્ષ

કોંગ્રેસ સાંસદ પવન ખેડાએ કહ્યુ કે રાહુલ ગાંધીના નિવાસ્થાને યોજાનારી બેઠકમાં વિપક્ષ આગામી રણનીતિ નક્કી કરશે. આ આઝાદીનું આંદોલન છે અને તેમાં અમારા પર જેટલું દમન થશે એટલું સારૂ છે. આજે દેશ આક્રોશિત છે અને આ આક્રોશને કોઈ ખોટી દિશા ન મળે શાંતિપૂર્ણ રીતે બધી વસ્તુ થાય તે અમારી પ્રાથમિકતા છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
તહેવારો પહેલા મોંઘવારીનો માર: અનાજ, કઠોળ અને તેલના ભાવ ભડકે બળતા સામાન્ય માણસનું બજેટ ખોરવાયું

તહેવારો પહેલા મોંઘવારીનો માર: અનાજ, કઠોળ અને તેલના ભાવ ભડકે બળતા સામાન્ય માણસનું બજેટ ખોરવાયું

2

દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! DA વધારા અંગે મોટું અપડેટ

3

કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગનનો મોટો નિર્ણય: એકસાથે મંત્રી પદ અને રાજ્યસભાના સાંસદ પદેથી આપ્યું રાજીનામું

4

પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલ ફરી એક થયા, જાણો કેમ તૂટી હતી સગાઈ

5

એટીએમમાંથી કેશ ન નીકળે તો સાવધાન! UPની ગેંગની અનોખી ચોરીની મોડસ ઓપરેન્ડીનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશના બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ તમને અહીં મળશે. તમામ સમાચારો માટે ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો.