SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: મહેસુલી કર્મચારીઓની હડતાળ મામલે મોટા સમાચાર, CMની અધ્યક્ષતામાં શુક્રવારે કેબિનેટ બેઠક, ગાંધીનગરમાં બેફામ દારૂ વેચાય છે: ગેનીબેન

Gujarat Breaking News Live: 08 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં શું થઈ રહ્યું છે તેમજ દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...

Written By Dilip Chaudhary
Published: Oct 08, 2026, 03:27 PM IST | Updated: Oct 08, 2026, 04:51 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...
 

08 Oct 2026, 4:49 PM

Gujarat News Live: મહેસુલી કર્મચારીઓની હડતાળ મામલે મોટા સમાચાર

મહેસુલી કર્મચારીઓની હડતાળ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસુલી કર્મચારીઓના પ્રશ્નો અંગે ચાલી રહેલી હડતાળ મુદ્દે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે. હડતાળમાં સમાધાન અને માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.

08 Oct 2026, 4:18 PM

Gujarat News Live: CMની અધ્યક્ષતામાં શુક્રવારે કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શુક્રવારે સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં પીએમ મોદીના 25 વર્ષના શાસન સંદર્ભે આભાર પ્રસ્તાવ રજૂ થશે. તો રાજ્યમાં ઓછા વરસાદવાળા વિસ્તારની સમિક્ષા કરવામાં આવશે અને આવા વિસ્તારોમાં પાણી, ઘાસચારા સંદર્ભે સમિક્ષા થશે. કૃષિ વાવેતર તથા ખેડૂતો દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ પર પણ સમિક્ષા થશે. તો રાજ્યમાં આગામી તહેવારો દરમિયાન અનાજ વિતરણ પર ચર્ચા થશે. UCC લાગુ થતાં તેની અસર અને પ્રક્રિયા પર ચર્ચા થશે તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.

08 Oct 2026, 3:29 PM

Gujarat News Live: ગાંધીનગરમાં બેફામ દારૂ વેચાય છે: ગેનીબેન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 11 ઓક્ટોબરે યોજાવાની છે ત્યારે દારૂ મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે. સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગાંધીનગરમાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે અને તેને લઈને ફરિયાદો પણ મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો હોવા છતાં પાયાની સુવિધાઓનો પૂરતો વિકાસ થયો નથી. ત્યારે જો પ્રજા આશીર્વાદ આપશે તો તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ માટે કામ કરવાની ખાતરી આપી છે.
 

08 Oct 2026, 3:29 PM

Gujarat News Live: ભાડા વિધેયક મામલે વકીલોમાં ફાંટા

ભાડા વિધેયક મામલે સરકાર સાથે બેઠક બાદ અમદાવાદ બાર એસોસિએશનમાં મતભેદ સામે આવ્યા છે. કેટલાક વકીલોએ પ્રમુખ જગત ચોક્સી સામે વિરોધ નોંધાવી વિનોદ દીક્ષિતને કાર્યકારી પ્રમુખ તરીકે પસંદ કર્યા હોવાનો દાવો કર્યો છે. વિનોદ દીક્ષિતે કહ્યું કે, સરકાર લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી 10 ઓક્ટોબર સુધી હડતાળ યથાવત્ રહેશે. બીજી તરફ જગત ચોક્સીએ સ્પષ્ટ કર્યું કે હડતાળ ચાલુ છે અને પ્રમુખ તરીકે તેઓ જ જવાબદારી નિભાવી રહ્યા છે. બંને પક્ષના નિવેદનથી એસોસિએશનમાં વિવાદ વધુ વકર્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES