સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા શ્રી કૃપા ઇન્ડસ્ટ્રીયલમાં ગાયત્રી રેફ્રિજરેશનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં એસી, વોશિંગ મશીન અને ફ્રિજનો સામાન રાખવામાં આવ્યો હતો. આગની ઝપેટમાં સિલિન્ડર આવી જતા બ્લાસ્ટ થતાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ ફાયર ટીમ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Gujarat News Live:ગાંધીનગરમાં 44 બેઠક જીતવાનો અલ્પેશ ઠાકોરનો દાવો, સુરતમાં રેફ્રિજરેશનના ગોડાઉનમાં ભીષણ આગ
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં આજે એટલે કે 4 ઓક્ટોબરના રોજ શું થઈ રહ્યું છે તેમજ દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝની તમામ માહિતી એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા છે, ત્યારે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે, ગાંધીનગરની પ્રજા એક તરફી મતદાન કરશે અને ભાજપ 44 બેઠકો જીતશે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ગાંધીનગરમાં છેલ્લા સમયગાળામાં વિકાસના અનેક કામો કરવામાં આવ્યા છે. સરકાર અને ભાજપ દ્વારા કરાયેલા વિકાસકાર્યોને કારણે લોકોનો વિશ્વાસ ભાજપ સાથે છે.
સુરતમાં મહાત્મા ગાંધીજી વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક વીડિયો બનાવી Instagram પર વાયરલ કરવાના કેસમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે યુવતી સિમરન પટેલની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ‘Simran AP 143’ નામના Instagram એકાઉન્ટ પરથી ગાંધીજીની તસવીર સાથે જાતીય સંદર્ભ ધરાવતી વાંધાજનક ટિપ્પણીઓ કરતો વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો જાહેર પ્લેટફોર્મ પર વાયરલ કરી લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આરોપીના Instagram પર આશરે 1 મિલિયન ફોલોઅર્સ હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં મનપાના વર્ગ-4ના કર્મચારીઓેએ કોન્ટ્રાક્ટ ભરતીના વિરોધમાં મહાસંમેલન યોજ્યું હતું. સુરત રેલવે સ્ટેશન શ્રમિક ભવન ખાતે મહાસંમેલન યોજાયું. મનપા વર્ગ-4માં કાયમી ભરતીના બદલે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવા જઈ રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટ ભરતીના વિરોધમાં મોટી સંખ્યામાં SC,ST સમુદાયના લોકો એકત્રિત થયા હતા અને કોન્ટ્રાક્ટ ભરતીના વિરોધમાં રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કર્મચારીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જામનગર નજીક કબીર લહેર તળાવમાંથી કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો છે. મનપા કર્મચારી હસમુખ રતિલાલ પુરબિયાનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.