• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: સ્મિત મચ્છરની આરોગ્યની સુખાકારી માટે CM કરશે આરતી, ડેપ્યુટી CM હર્ષ સંઘવી જશે વિદેશ પ્રવાસ
Live Now

Gujarat News Live: સ્મિત મચ્છરની આરોગ્યની સુખાકારી માટે CM કરશે આરતી, ડેપ્યુટી CM હર્ષ સંઘવી જશે વિદેશ પ્રવાસ

Gujarat Breaking News Live: 01 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓ, રાજકારણ, વહીવટીતંત્ર, હવામાન, ટ્રાફિક, શિક્ષણ, રોજગાર અને સામાન્ય જનજીવનને અસર કરતા મોટા નિર્ણયો સહિતની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByDilip Chaudhary
Published: Oct 01, 2026, 03:18 PM IST|Updated: Oct 01, 2026, 07:14 PM IST
joinshare
Gujarat News Live: સ્મિત મચ્છરની આરોગ્યની સુખાકારી માટે CM કરશે આરતી, ડેપ્યુટી CM હર્ષ સંઘવી જશે વિદેશ પ્રવાસ
01 Oct 2026 19:14 IST (IST)
share

Gujarat News Live: સ્મિત મચ્છરની આરોગ્યની સુખાકારી માટે CM કરશે આરતી

સ્મિત મચ્છરની આરોગ્યની સુખાકારી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરતી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રી ભાવેશ્વર મંદિર ખાતે આરતીમાં જોડાઇ સ્મિત મચ્છરની આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરશે.

01 Oct 2026 19:09 IST (IST)

Gujarat News Live: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિદેશ જશે પ્રવાસે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિદેશ પ્રવાસે જશે. 18 ઓક્ટોમ્બરથી ડેપ્યુટી CM વિદેશ જાપાનના પ્રવાસે જવાના છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત જાપાનની મુલાકાત લેવાના છે, તો રાજ્ય સરકારના અધિકારીઓનું ડેલીગેશન પણ તેમની સાથે વિદેશ યાત્રામાં જોડાશે.

01 Oct 2026 17:57 IST (IST)

Gujarat News Live: પાંથાવાડાની રેફરલ હોસ્પિટલમાં વૃદ્ધનો આત્મહત્યાનો પ્રયાસ

બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડાની રેફરલ હોસ્પિટલમાં 65 વર્ષીય વૃદ્ધે શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. વૃદ્ધ સળગતી હાલતમાં રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા. હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક આગ બુઝાવી બચાવ કામગીરી હાથ ધરી હતી. વૃદ્ધ દેવેન્દ્ર બાબુલાલ વાણિયાને વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા છે. હોસ્પિટલના CCTV કેમેરામાં સમગ્ર ઘટનાના દ્રશ્યો કેદ થયા છે. હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હિમાંશુ ગઢવીએ પાંથાવાડા પોલીસને જાણ કરતા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

01 Oct 2026 17:29 IST (IST)

Gujarat News Live: ઇથોપિયામાં ફસાયેલા મહેસાણાના ૩ યુવક-યુવતી હેમખેમ વાપસી

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાના પ્રયાસ દરમિયાન ઇથોપિયામાં અપહરણનો ભોગ બનેલા મહેસાણાના ૩ યુવક-યુવતી પરત ફરતા પરિવારોએ રાહત અનુભવી છે. આ લોકો વડસ્મા પોતાના ઘરે પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. બંનેએ પરિવાર સાથે માતાજી અને મંદિરે દર્શન કર્યા હતા. ત્રણેય અમેરિકા કાયદેસર ગયા હતા કે ગેરકાયદે તે અંગે તેમજ સમગ્ર મામલે એજન્ટની ભૂમિકા અને બેદરકારી હતી કે નહીં તે અંગે વધુ તપાસ જરૂરી બની છે.

 

01 Oct 2026 16:33 IST (IST)

Gujarat News Live: ગુજરાતમાં વધુ એક IAS અધિકારી સામે કાર્યવાહી

ગુજરાતમાં વધુ એક IAS અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. IAS ગૌરવ દહિયાને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રમાં ગેરરિતી અને વિવાદો બાદ સરકારે આ કડક પગલાં લીધા છે. તેમને અધિક વિકાસ કમિશનર પદેથી ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. 

01 Oct 2026 16:07 IST (IST)

Gujarat News Live : મતદાર નોંધણી માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે

ચૂંટણી પંચ દ્વારા નવા તથા વર્તમાન મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે. 18થી 19 વર્ષના યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં 4 રવિવારે મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે. આગામી 11, 18, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બરે કેમ્પનું ખાસ આયોજન કરાયું છે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી BLO દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવશે. મતદારયાદીમાં નવું નામ નોંધાવવા માટે માત્ર ફોર્મ નંબર-6 ભરવાનું રહેશે. સર પ્રક્રિયામાં બાકાત થયેલા મતદારો પણ નોંધણી કરાવી શકશે.

01 Oct 2026 15:26 IST (IST)

Gujarat News Live: નવસારી ખાણ ખનીજ વિભાગનો સપાટો

નવસારી ખાણ ખનીજ વિભાગે અંબિકા નદીમાં ગેરકાયદેસર રીતે યાંત્રિક બાજ દ્વારા રેતી ખનન કરનારા ખનન માફીઓ સામે કાર્યવાહી કરી છે. જિલ્લામાં પ્રથમવાર ડ્રોન સર્વેલન્સ દ્વારા નદીમાં થતા ગેરકાયદેસર રેતી ખનનને ભૂસ્તર વિભાગે ઝડપી પાડ્યું છે. ભૂસ્તર વિભાગે 2 યાંત્રિક બાજ અને 11 ટ્રકો મળીને કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મુદ્દે ધોલાઈ મરીન પોલીસ મથકે ગુજરાત મિનરલ નિયમો 2017 હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. 

01 Oct 2026 15:21 IST (IST)

Gujarat News Live: વડોદરાના કરજણ પાસે CNG પંપ પર કારમાં બ્લાસ્ટ

વડોદરાના કરજણ પાસે નેશનલ હાઇવે પર આવેલ CNG પંપ પર કારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. CNG કારમાં એકાએક બ્લાસ્ટ થતા અફરા તફરી સર્જાઈ હતી. કારમાં ગેસ પુરાવતા સમયે બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે, બ્લાસ્ટના કારણે કારને મોટું નુકસાન થયું છ. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

01 Oct 2026 15:19 IST (IST)

Gujarat News Live: પૂર્વ IAS કે. રાજેશ સામે મોટી કાર્યવાહી

પૂર્વ IAS કે. રાજેશ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારે કે રાજેશને ફરજિયાત નિવૃત્તનો આદેશ આપ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે. કે. રાજેશની ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ થઈ હતી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

2

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

3

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

4

તેને ચાકુથી મારા પર અનેક વાર કર્યા.... સામે આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતનો પહેલો વીડિયો

5

Maruti ની આ કાર ખરીદવા લોકોની પડાપડી! 30 દિવસમાં 2.36 લાખ ગાડીઓ વેચાઈ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાતમાં આજે ક્યાં શું બની રહ્યું છે, દેશ-વિદેશમાંથી કયા મોટા સમાચાર સામે આવી રહ્યા છે, સરકારના મહત્વના નિર્ણયો, રાજકીય નિવેદનો, જનતાને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...