SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: મોરબીના ઝૂલતા પુલ કેસમાં HCનો મહત્વનો આદેશ, PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 29 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Oct 29, 2026, 08:37 AM IST | Updated: Oct 29, 2026, 09:55 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..

29 Oct 2026, 9:55 AM

Gujarat News Live: પાટણમાં સગીર વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષકને 4 વર્ષની સખત કેદ: વર્ષ 2024ના કેસમાં પાટણ સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો

પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે વર્ષ ૨૦૨૪ના છેડતીના કેસમાં મહત્વનો ચુકાદો આપતા શિક્ષક રણજીત ચૌધરીને ૪ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપી શિક્ષક ધોરણ ૧૧નું પેપર ચેક કરવાના બહાને સગીર વિદ્યાર્થિનીને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની છેડતી કરી હતી. સ્પેશિયલ પોક્સો જજ એમ.એ. શેખે આ ચુકાદો સંભળાવતા આરોપીને રૂ. ૨૫,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ મહિનાની કેદની સજા ફટકારી છે, તેમજ ભોગ બનનાર સગીરાને રૂ. ૫૦,૦૦૦નું વળતર આપવા ભલામણ કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કડક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે "ગુરુ જ રક્ષકના બદલે ભક્ષક બને તે અશોભનીય અને ધૃણાસ્પદ છે" અને સાથે જ સગીરાની હિંમત અને પ્રતિકારને પણ બિરદાવી હતી.

29 Oct 2026, 9:55 AM

Gujarat News Live: સ્પેનમાં 200 કિમીની ઝડપે જતી હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ભયાનક ટક્કર, 68 લોકો મોતને ભેટ્યા અને 179 લોકો ઘાયલ

સ્પેનમાં એક અત્યંત ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં ૨૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલી હાઈ-સ્પીડ ટ્રેન પાછળથી બીજી ટ્રેન સાથે અથડાતા ભયાનક ટક્કર થઈ હતી. આ ગોઝારી અકસ્માતમાં ૬૮ લોકો મોતને ભેટ્યા છે, જ્યારે ૧૭૯ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને પગલે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

29 Oct 2026, 9:55 AM

Gujarat News Live: ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં તાજી બરફવર્ષા, કેદારનાથ સહિત આસપાસના વિસ્તારોમાં સફેદ બરફની ચાદર ઢંકાઈ

ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામમાં તાજી બરફવર્ષા થતાં સમગ્ર વિસ્તારમાં અદભુત નજારો જોવા મળી રહ્યો છે. કેદારનાથ અને તેની આસપાસના પર્વતીય વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. આ ગાઢ બરફવર્ષા અને ઠંડીના માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓની આસ્થા અકબંધ રહી છે, અને ભક્તોએ ભારે ઉત્સાહ સાથે બાબા કેદારના દર્શનનો લહાવો લીધો હતો. 

29 Oct 2026, 9:54 AM

Gujarat News Live: વાવાઝોડા 'અર્નબ'થી આંધ્રપ્રદેશમાં તબાહી, 5 લોકોના મોત અને રાજ્યમાં 31 ઘરને નુકસાન પહોંચ્યું, 57 હજાર લોકોનું સ્થળાંતર

આંધ્રપ્રદેશમાં 'અર્નબ' વાવાઝોડાએ ભારે તબાહી મચાવતા મોટું નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાની આ વિપરીત અસરને કારણે રાજ્યમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 31 જેટલાં મકાનોને નુકસાન પહોંચ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 57 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે પવન અને વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે 50 જેટલી ટ્રેનો તેમજ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર કુલ 21 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે.

29 Oct 2026, 9:54 AM

Gujarat News Live: ઓનલાઇન એગ્રીગેટેડ કંપનીઓને અમદાવાદ RTO ની નોટીશ

અમદાવાદ RTO દ્વારા ઓનલાઇન એગ્રીગેટેડ કંપનીઓને નોટીશ ફટકારવામાં આવી છે. લાઇસન્સ સિવાયના વાહનોની સેવા શરુ કરવા બદલ નોટિસ આપી છે. RTO માંથી જો રીક્ષા અથવા કેબનું લાયસન્સ મેળવી ટુ-વહીલરની પણ સેવા આપતાં હોવાનું ધ્યાને આવ્યું. ઓલા, ઉબર અને રેપિડ઼ોને RTO ની નોટિસ. 7 દિવસની અંદર જવાબ આપવા નોટિસમાં ઉલ્લેખ. જો ગેરરીતિ દેખાશે તો 30 દિવસ સુધી લાયસન્સ સસ્પેન્ડ થવાની શક્યતા.

29 Oct 2026, 9:54 AM

Gujarat News Live: કચ્છને મળી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ...

કચ્છથી બિહાર સુધી અમૃત ભારત એક્સપ્રેસને દોડાવવામાં આવશે. 2532 કિમી લાંબી રેલસેવા કચ્છવાસીઓ માટે મહત્વપૂર્ણ બનશે. વેપારીઓ, ઉદ્યોગકારો, શ્રમિકો, વિદ્યાર્થીઓ અને નાગરિકોને સીધો લાભ થશે. ઉત્તર ભારત સાથે વેપારિક, ઔદ્યોગિક અને સામાજિક સંપર્ક વધુ મજબૂત બનશે. રેલવે કનેક્ટિવિટીનો વિસ્તાર કરવા બદલ રેલવે મંત્રાલયની કામગીરીને સાંસદ વિનોદ ચાવડાએ બિરદાવી. આગામી 30 ઓક્ટોબરથી અમૃત ભારત ટ્રેનનો પ્રારંભ થશે. કચ્છ સહિતના વિસ્તારમાંથી રાજસ્થાન ,ઉતરપ્રદેશ, બિહાર જતા પેસેન્જર માટે ટ્રેન ઉપયોગી સાબિત થશે.

29 Oct 2026, 9:54 AM

Gujarat News Live: સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 6 નવેમ્બરે યોજાશે

સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી જાહેર. આગામી 6 નવેમ્બરના રોજ બંને પદ માટે ચૂંટણી યોજાશે. સાબર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત અઢી વર્ષની. શામળ પટેલ ચેરમેન અને ઋતુરાજ પટેલ વાઇસ ચેરમેન તરીકે કાર્યરત. અઢી વર્ષની મુદત પૂર્ણ થવાની પ્રક્રિયા વચ્ચે બંને પદની ચૂંટણી. ચૂંટણીની જાહેરાત થતાં જ ડેરીના રાજકારણમાં હલચલ વધી. શામળ પટેલ ચેરમેન પદ પર રહેશે કે ગુમાવશે તેની પર નજર. સાબરડેરી અને ચેરમેનના વિવાદોને લઈ શામળ પટેલના પદ જાળવવા પર સવાલ. 

29 Oct 2026, 9:53 AM

Gujarat News Live: હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી આગ

રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી રનવે નજીક સૂકા ઘાસમાં આગ લાગી. રનવે પર વિઝિબિલિટી ઘટી જતાં દિલ્હીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળ્યું. પાયલોટે એરપોર્ટ પર લેન્ડિંગ માટે આકાશમાં 4 ચક્કર લગાવ્યા. બાદમાં ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇ. વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થતાં 100થી વધુ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યા બાદ ફ્લાઇટ બપોરે રાજકોટ પહોંચી. એરપોર્ટ પ્રશાસનની બેદરકારી સામે ઊઠ્યા ગંભીર સવાલો.

29 Oct 2026, 9:53 AM

Gujarat News Live: હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી આગ

રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી રનવે નજીક સૂકા ઘાસમાં આગ લાગી. રનવે પર વિઝિબિલિટી ઘટી જતાં દિલ્હીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળ્યું. પાયલોટે એરપોર્ટ પર લેન્ડિંગ માટે આકાશમાં 4 ચક્કર લગાવ્યા. બાદમાં ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇ. વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થતાં 100થી વધુ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યા બાદ ફ્લાઇટ બપોરે રાજકોટ પહોંચી. એરપોર્ટ પ્રશાસનની બેદરકારી સામે ઊઠ્યા ગંભીર સવાલો.

29 Oct 2026, 9:53 AM

Gujarat News Live: રાજકોટમાં સોની બજારમાં પિતા-પુત્ર વેપારીએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું

રાજકોટમાં સોની બજારમાં પિતા-પુત્ર વેપારીએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાના સમાચાર છે. મારુતિ જ્વેલર્સના માલિકે અનેક વેપારીઓની દિવાળી બગાડી છે. 45 કરોડથી વધુનું વેપારીઓનું કરી નાખ્યું. સોનાના બિસ્કીટનો કારોબાર કરતી પેઢીએ વેપારી પાસે પૈસા પડાવી રાતોરાત ભુગર્ભમાં ઉતરી ગયા. સાંજે 7 વાગ્યે સોનુ આપવાનો વાયદો કરી પિતા પુત્ર ફોન બંધ કરી થયા ફરાર. મારુતિ જ્વેલર્સના હસમુખ લોઢીયા અને તેનો પુત્ર દેવાંગ લોઢિયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ઠગ પિતા પુત્ર વિરુદ્ધ 8કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ભોગ બનનાર વેપારીઓને ફરિયાદ કરવા પોલીસે અપીલ કરી. છેતરપિંડીનો આંકડો હજુ વધે તેવી શક્યતા.

29 Oct 2026, 9:52 AM

Gujarat News Live: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો આદેશ

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખભાઈ પટેલને રાહત યથાવત. ઓરેવા ગ્રુપના MD જયસુખભાઈ પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત યથાવત. આગામી 2 ફેબ્રુઆરી, 2027ના રોજ વધુ સુનાવણી. આગામી સુનાવણી સુધી અંતરિમ રાહત ચાલુ રાખવાનો કોર્ટનો આદેશ. રાહત યથાવત રહેતા ત્યાં સુધી મોરબી કોર્ટમાં ચાર્જફ્રેમની કાર્યવાહી નહીં થઈ શકે. ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટનો મહત્વનો આદેશ.

29 Oct 2026, 8:57 AM

Gujarat News Live: ભાવનગરમા 1લી નવેમ્બરે સૂર્યકિરણ એર શો

ભાવનગરમા 1લી નવેમ્બરે સૂર્યકિરણ એરશો યોજાશે. ભારતીય વાયુસેનાના 9 વિમાન વડોદરાથી ઉડાન ભરશે. શહેરના આકાશમાં સૂર્યકિરણ એરશો દ્વારા રોમાંચક કરતબો. શહેરના બોરતળાવ ખાતે સવારે 9 કલાકે વાયુબેન્ડ સાથે આયોજન. વાયુસેનાના 9 વિમાનો આકાશને કેસરી, સફેદ અને લીલા રંગોથી ભરી દેશે.

29 Oct 2026, 8:57 AM

Gujarat News Live: વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગનો નિર્ણય

વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગનો નિર્ણય. પેપર ફૂટવાની આશંકાને લઈને શિક્ષણ વિભાગનો નિર્ણય. ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા મોકૂફ. 29 ઓક્ટોબરે યોજાનારી પરીક્ષા હવે 2 નવેમ્બરે લેવાશે. ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ જ લેવાશે. પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવા શાળાના આચાર્યોને સૂચના. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર.

29 Oct 2026, 8:56 AM

Gujarat News Live: પાટણના સગીર વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષકને 4 વર્ષની સખત કેદ

પાટણના સગીર વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષકને 4 વર્ષની સખત કેદ. વર્ષ 2024 મા બનેલ ઘટનાનો ચુકાદો આવ્યો. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે શિક્ષક રણજીત ચૌધરીને ફટકારી સજા. ધોરણ-11નું પેપર ચેક કરવાના બહાને સગીર વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈ જાતીય સતામણી  કર્યાનો કેસ. પાટણ સ્પેશિયલ પોક્સો જજ એમ.એ. શેખે આરોપીને 4 વર્ષની સખત કેદની સજા ફટકારી. આરોપીને ₹25,000નો દંડ, દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સખત કેદનો હુકમ. ભોગ બનનાર સગીરાને ₹50,000નું વળતર ચૂકવવા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ. કોર્ટે નોંધ્યું કે  ગુરુ જ જ્યારે રક્ષકના બદલે ભક્ષક બને, ત્યારે તે અશોભનીય અને ધૃણાસ્પદ કૃત્ય છે. સગીરાની હિંમતને બિરદાવતાં કોર્ટે કહ્યું કે તેના પ્રતિકારથી અન્ય વિદ્યાર્થિનીઓની સુરક્ષામાં મદદ મળી શકે છે.

29 Oct 2026, 8:56 AM

Gujarat News Live: સુરતના પાલનપુર પાટિયા રોડ પર પૂરપાટ દોડતી કારોનો આતંક!

સુરતના પાલનપુર પાટિયા રોડ પર રાત્રિના સમયે અફરાતફરી મચી. બે કાર વચ્ચે રેસ ચાલી રહી હોવાની આશંકા વ્યક્ત કરાઈ. બ્લેક કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયોએ મચાવ્યો આતંક. પૂરપાટ દોડતી સ્કોર્પિયોએ એક પછી એક વાહનોને અડફેટે લીધાં. પ્રાથમિક માહિતી મુજબ અંદાજે 10થી 15 વાહનોને ટક્કર મારી. ઘટનાને પગલે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો. સદનસીબે, મોટી જાનહાનિ થયાની માહિતી હાલ સામે આવી નથી. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. નંબર પ્લેટ વગરની સ્કોર્પિયોને લઈને અનેક સવાલો ઊભા થયા. બે કાર વચ્ચે ખરેખર રેસ ચાલી રહી હતી કે કેમ તે તપાસનો વિષય. સ્કોર્પિયો કોણ ચલાવી રહ્યું હતું તે અંગે પણ ચર્ચા શરૂ થઈ. ઘટનામાં રાજકીય વ્યક્તિની સંડોવણી હોવાની ચર્ચાએ જોર પકડ્યું. કોર્પોરેટર હર્ષ મહેતાનું નામ પણ ઘટનાની સાથે જોડાઈ રહ્યું છે. હર્ષ મહેતાના જણાવ્યા મુજબ, ઘટનાનો ફોન આવતાં તેઓ સ્થળ પર જોવા પહોંચ્યા હતા. જોકે, રાજકીય સંડોવણી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી; ઘટનાની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

29 Oct 2026, 8:55 AM

Gujarat News Live: સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસના ASI સામે ACBનો સફળ ટ્રેપ

સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસના ASI સામે ACBનો સફળ ટ્રેપ. 9 હજારની લાંચ લેતા ASI વતી ખાનગી કોન્ટ્રાક્ટર ઝડપાયો. એક ટ્રક દીઠ ₹ 1,500 લેખે 6 ટ્રકના   9,000ની લાંચની માંગ. ટ્રકોને રોકી હેરાનગતિ નહીં કરવા માટે લાંચનું નક્કી કરાયુ. માંડવી રોડ કરંજ ટોલનાકા પાસે સહયોગ હોટલમાં ACB ની કાર્યવાહી. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના આર્મ ASI કિરણભાઈ રોહિત વતી ખાનગી સિવિલ કોન્ટ્રાક્ટર અમીત પ્રજાપતિએ ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારી હતી. ASI કિરણ રોહિત હાલ ફરાર હોવાની માહિતી. લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી ACB એ લાંચની સંપૂર્ણ રકમ ₹9,000 રિકવર કરી. આ મામલે બંને આરોપીઓ સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.

29 Oct 2026, 8:55 AM

Gujarat News Live: મોરબીમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, ઘર પાસે પાર્ક કરેલી કારમાં આગ ચાંપી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

મોરબી શહેરમાં અસામાજિક તત્વોના બેફામ બનેલા ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બદમાશોએ નિર્દોષ નાગરિકને નિશાન બનાવ્યો છે. મોરબીમાં અસામાજિક તત્વોએ એક મકાન બહાર પાર્ક કરેલી કારમાં જાણી જોઈને આગ ચાંપી દીધી હતી, જેના કારણે વાહનનું મોટું નુકસાન થયું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

29 Oct 2026, 8:54 AM

Gujarat News Live: દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો, કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ

દિવાળીના તહેવાર પહેલા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટી ખુશખબર આપી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ મોંઘવારી ભથ્થામાં (DA) ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેને કારણે હવે ડીએ ૬૦ ટકાથી વધીને ૬૩ ટકા થઈ જશે. સરકારના આ લોકઉપયોગી નિર્ણયથી દેશના અંદાજે ૪૮ લાખ કર્મચારીઓ અને ૬૮ લાખ પેન્શનર્સને સીધો આર્થિક ફાયદો થશે, જેનાથી તહેવારોની મોસમમાં કર્મચારીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

29 Oct 2026, 8:54 AM

Gujarat News Live: વડોદરામાં સોની પરિવારના 3 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત, માતા, પુત્ર અને પુત્રીએ જીવન ટૂંકાવ્યું

વડોદરા શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં સોની પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં માતા, પુત્ર અને પુત્રીએ કોઈ અગમ્ય કારણોસર આત્યંતિક પગલું ભરીને જીવન ટૂંકાવ્યું છે. હાલમાં આ સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે, અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. એક જ પરિવારના ત્રણ જીવ જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

29 Oct 2026, 8:54 AM

Gujarat News Live: વડોદરાના સાવલીમાં રખડતા ઢોરનો આતંક: અડફેટે ચઢતાં 55 વર્ષીય આધેડનું મોત, સ્થાનિકોમાં રોષ

વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેના કારણે વધુ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સાવલીમાં રખડતા ઢોરની અડફેટે આવી જવાથી ૫૫ વર્ષીય આધેડનું કરુણ મોત નીપજ્યું છે. આ પ્રકારે અવારનવાર બનતી ગંભીર ઘટનાઓ અને નિર્દોષ લોકોના ભોગ લેવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરવામાં આવતા સ્થાનીક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES