SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: રાજ્યમાં વીજ સંકટ મામલે AMCનો મોટો નિર્ણય, અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા

Gujarat Breaking News Live: 29 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written By Dilip Chaudhary
Published: Oct 29, 2026, 04:28 PM IST | Updated: Oct 29, 2026, 07:17 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

29 Oct 2026, 7:16 PM

Gujarat News Live: રાજ્યમાં વીજ સંકટ મામલે AMCનો મોટો નિર્ણય

રાજ્યમાં વીજ સંકટ મામલે AMCએ મોટો નિર્ણય લીધો છે. આ વર્ષે ફક્ત 7 સ્થળો પર જ લાઈટ ડેકોરેશન કરવામાં આવશે. રિવરફ્રન્ટ પરના 6 બ્રિજ અને ભદ્રકાળી મંદિરે જ લાઇટિંગ કરવામાં આવશે. અન્ય એકેય સ્થળો પર AMC ડેકોરેશન લાઇટિંગ કરશે નહીં. લાઇટિંગના સમયમાં પણ મોટો કાપ મૂકવામાં આવશે. ગત વર્ષે સાંજે 7થી પરોઢિયે 6 સુધી લાઈટ ચાલુ રાખવામાં આવતી હતી. આ વર્ષે સાંજે 7થી મધરાત 1 વાગ્યા સુધી જ ડેકોરેશનની લાઈટ ચાલુ રાખવામાં આવશે. દિવાળી અને નવા વર્ષે આખી રાત ડેકોરેશન લાઈટ ચાલુ રાખવામાં આવશે.

29 Oct 2026, 5:53 PM

Gujarat News Live: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા

અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આજે અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. શહેરના ઘાટલોડિયા અને નારણપુરા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદી છાંટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અચાનક બદલાયેલા વાતાવરણને કારણે નાગરિકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી.

29 Oct 2026, 5:08 PM

Gujarat News Live: ગાંધીનગરના હવામાનમાં અચાનક પલટો

ગાંધીનગરના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ખાસ કરીને ગાંધીનગરના શહેરી વિસ્તારમાં હવામાનમાં પલટો આવ્યો છે. બપોર સુધી તડકા બાદ આકાશમાં વાદળો છવાયાં છે. અચાનક હવામાન બદલાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાલ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 
 

29 Oct 2026, 4:38 PM

Gujarat News Live: જામનગરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 7 લોકોની તબિયત લથડી

જામનગર શહેરમાં નોનવેજ ફૂડ આરોગ્યા બાદ ફૂડ પોઇઝનિંગ ઘટના સામે આવી છે. શાવરમા અને ફાઈડ રાઈસનો સ્વાદ લોકોને ભારે પડ્યો છે. શહેરમાં આવેલી એક નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 7 લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. શહેરની પાંચ હાટડીમાં ચિકન રોલ આરોગ્યા બાદ ગ્રાહકોની તબિયત લથડી હતી. જે બાદ તેમને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે ફૂડ વિભાગ દ્વારા સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી છે. 

29 Oct 2026, 4:29 PM

Gujarat News Live: ભાજપે 5 રાજ્યોમાં સો.મીડિયા પ્રભારીની કરી નિમણૂક

આગામી સમયમાં 5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ સોશિયલ મીડિયા પ્રભારીની નિમણૂક કરી છે. જેમાં ખાસ વાત એ છે કે ગુજરાતી નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પંકજ શુકલા અને કવન મહેતાને મીડિયા પ્રભારીની જવાબદારી સોંપાઈ છે. તો ઉત્તરાખંડ વિધાનસભા માટે સોશિયલ મીડિયા પ્રભારીની જવાબદારી મનન દાણીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત પંજાબ, ગોવા અને મણિપુરમાં પણ સોશિયલ મીડિયા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES