SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: CM ભુપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત, દશેરા પહેલા આરોગ્ય વિભાગ એક્શનમાં, મહુવામાં મહિલા બુટેલગરની દાદાગીરી

Gujarat Breaking News Live: દશેરાના તહેવાર પહેલા ગુજરાતમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં કેટલાક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ, અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા ત્રણેય આરોપીઓને રાજસ્થાનના કોટામાંથી ઝડપી લેવામાં આવ્યા છે. 19 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી આવી જ તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written By Dilip Chaudhary
Published: Oct 19, 2026, 04:14 PM IST | Updated: Oct 19, 2026, 06:17 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...
 

19 Oct 2026, 6:17 PM

Gujarat News Live: સુરત મઢી સુગર ફેક્ટરીના પ્રમુખની બિનહરીફ વરણી

સુરત મઢી સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકે સમીર ભક્તની બિનહરીફ વરણી થઈ છે. ઉપપ્રમુખ પદે કિસાન પરિવર્તન પેનલના જીતુ બામણી બિનહરીફ ચૂંટાયા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે એકથી વધુ ઉમેદવારી ફોર્મ ન આવતા બિનહરીફ વરણી થઈ છે. આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે નવા હોદ્દેદારોની વરણી કરાઈ. બારડોલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણીમાં સહકાર અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી, ત્યારે ચૂંટણી સમયે હરીફ પેનલના વિજેતા ડિરેક્ટરને ઉપપ્રમુખ પદ મળતા લોકો ચોંકી ગયા હતા. બિનહરીફ વરણી બાદ હવે ખેડૂતોના હિત અને ફેક્ટરીના સંચાલન પર સૌની નજર રહેશે.

19 Oct 2026, 5:37 PM

Gujarat News Live: CM ભુપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. CM ભુપેન્દ્ર પટેલ એક દિવસની દિલ્હી મુલાકાતે પહોંચ્યા હતા અને PM મોદી સાથેની મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ સંદર્ભે પ્રધાનમંત્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું. ગુજરાતના અલગ અલગ વિકાસ કાર્યો અને પ્રોજેક્ટ સંદર્ભે પણ ચર્ચા થઈ હતી.

 

 

19 Oct 2026, 4:24 PM

Gujarat News Live: ટાઈગર પર ફાયરિંગ કરનારા પોલીસ સકંજામાં

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા તમામ આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે. રાજસ્થાનના કોટાથી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દિલ્લી પહોંચીને નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. ત્રણ પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. બે આરોપી હરિયાણાના છે, તો એક બિહારનો હોવાનું સામે આવ્યું છે. 

19 Oct 2026, 4:22 PM

Gujarat News Live: મહુવામાં મહિલા બુટલેગરની દાદાગીરી

ભાવનગરના મહુવામાં મહિલા બુટલેગરની દાદાગીરી સામે આવી છે. દરોડા પાડવા ગયેલી SMCની ટીમ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે મહિલા બુટલેગર સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. શહેરના કાળ ભૈરવ ચોક પાસે બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. મહિલા બુટલેગર અને તેના ભાઈ લાલુ બોઘાની ધરપકડ કરાઈ છે. 
 

19 Oct 2026, 4:21 PM

Gujarat News Live: દશેરા પહેલા આરોગ્ય વિભાગ એક્શનમાં

દશેરાના એક દિવસ પહેલા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ સહિત અલગ અલગ શહેરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદના વસ્ત્રાપુરમાં ગાંઠિયાની દુકાનમાં મળ્યું અખાદ્ય તેલ આવ્યું હતું, તો રાજકોટમાં ફરસાણ બનાવતા 3 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES