• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, અમદાવાદમાં 'GenZatri' ગરબા વિવાદમાં, પૂર્વ કૃષિ મંત્રીનું કોલ રેકોર્ડિંગ વાયરલ
Live Now

Gujarat News Live: પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, અમદાવાદમાં 'GenZatri' ગરબા વિવાદમાં, પૂર્વ કૃષિ મંત્રીનું કોલ રેકોર્ડિંગ વાયરલ

Gujarat Breaking News Live: 17 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં શું થઈ રહ્યું છે તેમજ દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...

Written ByDilip Chaudhary
Published: Oct 17, 2026, 03:52 PM IST|Updated: Oct 17, 2026, 04:57 PM IST
joinshare
Gujarat News Live: પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, અમદાવાદમાં 'GenZatri' ગરબા વિવાદમાં, પૂર્વ કૃષિ મંત્રીનું કોલ રેકોર્ડિંગ વાયરલ
17 Oct 2026 16:56 IST (IST)
share

Gujarat News Live: પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

લાંબા સમય બાદ પોરબંદર જિલ્લામાં ફરી એક વખત વરસાદનું આગમન થયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. બગવદર, અડવાણા, ભેટકડી, ભોમીયાવદર અને મજીવાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. પોરબંદર, દેવભૂમિ દ્રારકા અને જામનગર જિલ્લામાં આ વર્ષે વરસાદ નહિવત છે.

17 Oct 2026 16:52 IST (IST)

Gujarat News Live: બનાસકાંઠામાં વધુ એક ગમખ્વાર અકસ્માત

બનાસકાંઠા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઓગડના તેરવાડા રોડ પર નશતપુરાના પાટિયા પાસે બાઇક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, તો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ધારપુર મેડિકલ કોલેજ ખસેડાયો છે. બાઈક પર સવાર 22 વર્ષીય ચંદ્રિકાબેન રઘુજી ઠાકોર અને ગાડી ચાલક 35 વર્ષીય દિલીપ પોપટજી સંબોસાનાનું મોત નીપજ્યું છે. તો બાઈક ચાલક જયદીપ ધીરાજી ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને લઈને થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

17 Oct 2026 15:58 IST (IST)

Gujarat News Live: રાજ્યના પૂર્વ કૃષિ મંત્રીનું કોલ રેકોર્ડિંગ વાયરલ

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખના પતિનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. બારાડી હડિયાણા ગામ પાસે ચેક ડેમના ખાતમુહૂર્ત પત્રિકામાં તાલુકા પ્રમુખના નામ ના લખતા પ્રમુખના પતિ ભડક્યા હતા. પ્રમુખના પતિ મયુર ચનીયારાએ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલને કોલ કરી નામ ના લખવાનું કારણ માંગ્યું હતું. પ્રમુખના પતિ મયુર ચનીયારાએ રાઘવજી પટેલ કોંગ્રેસના કાર્યકર્તાને આગળ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના જુના કાર્યકરોને અવગણા કરતા હોવાના આક્ષેપ થતાં ભાજપમાં અંદરખાને ચાલતી લડાઈ બહાર આવી છે. કથિત કોલ રેકોર્ડિંગ સામે આવતા બંને નેતા સામે અનેક સવાલ ઉઠ્યા છે.

17 Oct 2026 15:53 IST (IST)

Gujarat News Live: અમદાવાદમાં 'GenZatri' ગરબા આયોજનને લઈને વિવાદ

અમદાવાદમાં 'GenZatri' ગરબા આયોજનને લઈને વિવાદ સર્જાયો છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા ગરબાનો વીડિયો વાયરલ થયો છે. માતાજીના ગરબાને બદલે બોલિવૂડ ગીતો વાગતાં ચર્ચા શરૂ થઈ છે. ગરબામાં 'અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ' જેવા ગીતો વાગતાં વિવાદ સર્જાઓ છે. ચાલુ ગરબા દરમિયાન સિંગરે સ્ટેજ પર શર્ટ ઉતાર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના 'અતરંગી બેન્ડ'ના સિંગરે ગંજી પહેરી ઠુમકા લગાવ્યા હતા. ગરબાના ઓનલાઇન પાસની કિંમત રૂ.1,500 સુધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે ગરબાની પરંપરા અને આયોજનને લઈને સવાલો ઉભા થયા છે. 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jailer 2 Box Office Collection: રજનીકાંતની જેલર 2નો દુનિયાભરમાં ડંકો, 2 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

Jailer 2 Box Office Collection: રજનીકાંતની જેલર 2નો દુનિયાભરમાં ડંકો, 2 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

2

Obsession On OTT: બ્લોકબસ્ટર હોરર ફિલ્મ ઓબસેશન ઓટીટી રિલીઝ માટે રેડી, આ તારીખથી જોઈ શકશો ઘરે બેઠા

3

દશેરા પહેલા HEROનો ધમાકો, લોન્ચ કરી બે જોરદાર બાઈક, આટલી છે કિંમત

4

યમનથી મદીના સુધી કેર મચાવી રહ્યાં છે હૂતી ; સાઉદીની ઊંઘ હરામ કરનાર આ વિદ્રોહીઓની આવી છે કાળી કહાની!

5

આદિત્ય ગઢવીના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી: 'મહિષાસુરથી કેમ ડરો છો? હિન્દુઓના પૈસાથી એજન્ડા ન ચલાવો'

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...