Gujarat News Live: પાવાગઢ ખાતે રોપ-વેનો કેબલ તૂટ્યો, અમદાવાદમાં લોકોને ગળાના ઇન્ફેક્શન, જામનગરમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી!
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 15 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
15 Oct 2026, 12:48 PM
Gujarat News Live: પંચાયત હસ્તકના તલાટી ની કામગીરી ને લઈ મહત્વના સમાચાર
રાજ્યભરમાં આવતીકાલથી પંચાયત તલાટી નવા જોબચાર્ટ પ્રમાણે કામગીરી કરશે. પંચાયત હસ્તકના તલાટી માત્ર પંચાયતી કામગીરી સંભાળશે. જોબચાર્જ અલગ થયા બાદ મહેસુલી કામગીરી થી રહેશે અળગા. માત્ર પંચાયત વિભાગ દ્વારા નક્કી થયેલી કામગીરી કરશે પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રી, વિકાસ કામો, ગ્રામ પંચાયત, ગ્રામ વિકાસના કામો હાથ ધરશે. મહેસુલી પેઢીનામું, જમીન મહેસુલ વસુલાત, મહેસુલી લગતા નમૂના ની કામગીરી નહીં કરે. ૧૭ ઓગસ્ટ ના રોજ નક્કી થયેલા કામગીરી જ સંભાળશે. ૧૫ ઓક્ટોબર સુધી મહેસુલી કામગીરી સંભાળવા સરકારે આપી હતી સૂચના. આવતીકાલથી કામગીરી ન કરવા પંચાયત હસ્તના તલાટીઓ ને સૂચના.
ભાજપ યુવા મોરચાના પ્રમુખની કરાઈ નિમણૂક. ડો.નરેશ દેસાઈ ની કરવામાં આવી. મૂળ પાટણ ના ડો. નરેશ દેસાઇની નિમણૂક. એવીબીપીના બે ટર્મ પ્રદેશ મંત્રી રહી ચુક્યા છે. એવીબીપીમા અમદાવાદ શહેર મંત્રી પણ રહી ચૂક્યા છે.
15 Oct 2026, 12:47 PM
Gujarat News Live: પાટણના ઓબીસી સમજના હક અને અધિકાર માટે પાટણમાં રેલી
પાટણના ઓબીસી સમજના હક અને અધિકાર માટે પાટણમાં રેલી યોજાઈ. પાટણ જિલ્લા ઓબીસી વિભાગે રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું. વસ્તી ગણતરીમાં ઓબીસી જ્ઞાતિનું કોલમ દૂર કરાતા કરાયો વિરોધ. ઓબીસી જ્ઞાતિની ગણતરી જનરલ માં થતી હોવાનો કરાયો આક્ષેપ. પ્રદેશ ઓબીસી ચેરમેન મહેશ રાજપૂતે વડાપ્રધાન સામે કર્યા ગંભીર આક્ષેપ. વર્તમાન વડાપ્રધાન વોટ ચોરીની સાથે સાથે જ્ઞાતિ ચોરી કેવી રીતે કરવી તે શીખવી રહ્યા છે; પ્રદેશ ઓબીસી ચેરમેન.
15 Oct 2026, 12:47 PM
Gujarat News Live: પેટલાદના બામરોલીમાં રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી આવતા ભયનો માહોલ
આણંદના પેટલાદ તાલુકાના બામરોલી ગામમાં રહેણાંક વિસ્તારમાં 6 ફૂટ લાંબો મગર ઘુસી જતા લોકોમાં ભય અને દહેશત પ્રસરી જવા પામી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગ અને દયા ફાઉન્ડેશનના વોલીયંટરોએ રેસ્ક્યુ કરી મગરને પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો.
15 Oct 2026, 12:47 PM
Gujarat News Live: મકરબા ફ્લાયઓવર વિવાદ બાદ બની રહેલા રોડને લઈને વિવાદ
અમદાવાદના મકરબા ફ્લાયઓવર વિવાદ બાદ બની રહેલા રોડને લઈને વિવાદ. સ્થળ પર બની રહ્યો છે આસ્ફાલ્ટ ટેકનોલોજીથી રોડ. બીજી તરફ amc રોડ કમિટીમાં આ રોડને cc રોડ તરીકે ડેવલપ કરવાનો ઉલ્લેખ. સ્થળ પર અલગ અને સત્તાવાર એજન્ડામાં અલગ ઉલ્લેખથી ઉઠ્યા amc સામે અનેક પ્રશ્નો. આગામી ૨૧ ઓક્ટોબરે મળવાની છે amc ની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી. મકરબા ફ્લાયઓવર વિવાદ બાદ સ્થળ પર ગયેલા મ્યુનિસિપલ કમિશનરે વિભાગને આપી હતી મૌખિક સૂચના - સૂત્ર. cc રોડ બનાવવામાં સમય લાગતો હોવાથી આસ્ફાલ્ટ (ડામર) રોડ બનાવવાની સૂચના આપી - સૂત્ર. બીજી તરફ કમિશનરે તરફથી જ રોડ કમિટીમાં કરવામાં આવેલી દરખાસ્તમાં cc રોડ બનાવવા ઉલ્લેખ. કમિશ્નરને આ બાબતનો અંદાજ હતો, તો રોડ કમિટી એજન્ડામાં સુધારો કેમ ન કર્યો ? સ્થળ પર અલગ અને એજન્ડામાં અલગ કામ પાછળનો હેતુ શું ?
15 Oct 2026, 11:36 AM
Gujarat News Live: રૂપાલના વરદાયિની માતાજી મંદિર ખાતે પહોંચશે અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના પ્રવાસે. આવતીકાલે સાંજે રૂપાલના વરદાયિની માતાજી મંદિર ખાતે પહોંચશે અમિત શાહ. ભગવાન શિવજીની પ્રતિમાના શિલાન્યાસ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. રૂપાલમાં વરદાયિની માતાજીનાં દર્શન અને પૂજન કરશે. માણસા સ્થિત બહુચરજી માતાના મંદિરે આરતી અને દર્શન કરશે. વાવોલ ખાતે રાત્રિ ભોજનનો કાર્યક્રમ. કોલવડાના નવરાત્રિ યુવક મંડળના રાસ-ગરબા કાર્યક્રમમાં હાજરી આપશે.
નર્મદાની મુખ્ય કેનાલમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. થરાદના ઢીમા પુલ નજીકથી યુવતીની ડેડબોડી મળી છે. સ્થાનિક લોકોએ થરાદ ફાયરને જાણ કરતા ભારે જેહમત બાદ મૃતદેહ બહાર નીકળ્યો. મૃતદેહ ડેડાવા ગામની યુવતીનો હોવાની પ્રાથમિક માહિતી. થરાદ પોલીસે યુવતીના પરિવારજનને કરી જાણ.
15 Oct 2026, 11:36 AM
Gujarat News Live: કળયુગી પિતાએ પુત્રનો લીધો ભોગ
સુઈગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના આવી સામે. પિતાએ અઢી વર્ષના માસૂમ પુત્રને જીવતો સળગાવ્યો. પત્ની રિસામણે હોવાથી એકલા હાથે પુત્રનો ઉછેર કરવો બોજારૂપ લાગતા પિતા બન્યો કસાઈ. માસૂમ નવઘણ પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવાયો, સારવાર દરમિયાન માસૂમ બાળકનું નીપજ્યું કરૂણ મોત. મોતનું કારણ છુપાવવા પિતાએ પુત્રની લાશને સ્મશાનમાં ગુપચુપ દાટી દીધી. કાકાની ફરિયાદના આધારે પોલીસે સ્મશાનમાં ખોદકામ કરી માસૂમનો મૃતદેહ બહાર કાઢ્યો. સુઇગામ પોલીસે પિતા અશોક રાવળ સામે BNSની કલમ 103(1) (હત્યા) અને 238 (પુરાવાનો નાશ) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.
15 Oct 2026, 11:35 AM
Gujarat News Live: પાવાગઢ ખાતે માલ વાહક રોપ-વેનો કેબલ તૂટ્યો
પાવાગઢ ખાતે માલ વાહક રોપ-વેનો કેબલ તૂટવાની ઘટના બની છે. પાવાગઢ ખાતે માલ વાહક રોપવેનો કેબલ તૂટવાની ઘટના બની. કેબલ તૂટતા માલ સમાન લઈ જતી ટ્રોલી નીચે આવતા રોપ વે ના ટાવર સાથે અથડાઈ. આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાણ હાનિ થઈ નથી. ગુડ્સ રોપવે નો કેબલ કેવા સંજોગોમાં અને ક્યાં કારણોસર તૂટ્યો છે તેની જાણકારી મળી શકી નથી. સમગ્ર ઘટનાને લઈને હાલોલ એસ ડી એમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી. પાવાગઢ ખાતે ચાલી રહેલા વિકાસ કામોના નિર્માણ માટે રો મટેરિયલ લઈ જવા માટે આ રોપ વે નો કરવામાં આવે છે ઉપયોગ. એક વર્ષ અગાઉ પણ આ ગુડ્સ રોપ વે નો કેબલ તૂટવાની બની હતી ઘટના જેમાં 6 વ્યક્તિઓના નિપજ્યા હતા કરુણ મોત.
15 Oct 2026, 11:33 AM
Gujarat News Live: જામનગર જિલ્લામાં મોટી ટ્રેન દુર્ઘટના સહેજમાં ટળી!
જામનગર જિલ્લામાં રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકી ટ્રેન વ્યવહાર અને મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. લાલપુર તાલુકાના સણોસરી ગામ નજીક અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકી દીધો હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકવાની આ હરકતને પગલે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવને લઈને રેલવે સુરક્ષા અને પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી કાર્યવાહી મહત્વપૂર્ણ બની છે. રેલવે ટ્રેક પર આ પ્રકારની હરકત મુસાફરોની સુરક્ષા સાથે ગંભીર ચેડાં સમાન છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આજે સુરત શહેરમાં રવિવારની રજાની માંગને લઈને શ્રમિકોનું આંદોલન. જિલ્લા કલેકટર કચેરી ખાતે શ્રમિકો આવવા માંડ્યા. શ્રમિક નેતાઓની અટકાયત બાદ પણ એક બાદ એક શ્રમિકોનું ટોળું આવવા લાગ્યું. શ્રમિકોએ કલેકટર કચેરી બહાર સૂત્રોચાર કર્યા. શ્રમિકો છેલ્લા કેટલાક સમયથી સાપ્તાહિક રવિવારની રજા ની કરી રહ્યા છે માંગ. રવિવારની રજા ના પગાર ના પૈસા ન કાપવામાં આવે શ્રમિકોની માંગ. કલેકટર કચેરી ખાતે પોલીસમાં ચુસ્ત બંદોબસ્ત.
રાજકોટમાં જવેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી 3 કિલો સોના-ચાંદીની લૂંટ કરાઈ હતી. રાજકોટ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના રાજકોટ પ્રવાસ પહેલા ત્રણ ટીમો બનાવીને આરોપીઓને ધરપકડ કરી છે.
15 Oct 2026, 9:25 AM
Gujarat News Live: સુરતમાં આજે કામદાર સત્યાગ્રહ
સુરતમાં આજે કામદાર સત્યાગ્રહ. એક બાદ એક કામદાર નેતાઓની અટકાયત શરૂ. કામદાર નેતા સુરેશ સોનાવણેની અટકાયત, કામદાર નેતા મલખાન સિંહ પણ અટકાયત, કામદાર સત્યાગ્રહમાં ન પહોંચે તે માટે એક બાત એક કામદારોને ડિટેલ કરવામાં આવી રહ્યા છે. કામદાર સત્યાગ્રહની નિષ્ફળ બનાવવા માટે પોલીસનું એડી ચોટીનું જોર. કામદાર સત્યાગ્રહને પોલીસ પરમિશન નથી.
15 Oct 2026, 9:24 AM
Gujarat News Live: રાપરની નવરાત્રિ મહોત્સવમાં સાંસદ અને ધારાસભ્યએ માતાજીની આરતી વંદના કરી
વાગડ વિસ્તારના રાપર શહેર મા કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાપર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ ખટાણા સહિત ના આગેવાનો એ રાપર શહેર ના માલી ચોક ખાતે આવેલ પૌરાણિક માલી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવ માં નવદુર્ગા માતાજી ની આરતી વંદના કરી કચ્છ વાગડ વિસ્તાર પર માતાજી ના હરહંમેશ આશિર્વાદ મળતા રહે એવી વિનવણી કરી હતી આ પ્રસંગે પ્રમુખ દિનેશ માલી સહિત ના વિવિધ આગેવાનો અને શહેરીજનો બહોળી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.
પાકિસ્તાની 73 લાખ કિલો સિંધવ મીઠાનું કૌભાંડ ઝડપાયું છે. મુન્દ્રા કંડલા આદિપુર દિલ્હી મુંબઈ સહિતની જગ્યાએ ડીઆરઆઈની કાર્યવાહી. 30 કરોડની કિંમતનું મીઠું હસ્તગત કરાયું. ભારત સરકારના આયાત પ્રતિબંધોને બાયપાસ કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ. પાકિસ્તાનથી વાયા કોલંબો પોર્ટ શ્રીલંકા દ્વારા રૂટ કરાયા હતા. માલનું મૂળ સ્થાન ખોટું દર્શાવ્યું. શ્રીલંકા કસ્ટમ સમક્ષ દસ્તાવેજોમાં દેશ તરીકે પાકિસ્તાન અને અંતિમ ગંતવ્ય ભારતનો સ્પષ્ટ ઉલ્લેખ. ડીઆરઆઈને મળેલી ગુપ્ત માહિતીના આધારે કરાઈ કાર્યવાહી.
15 Oct 2026, 9:24 AM
Gujarat News Live: જન્મથી દીકરી ગમતી ન હોવાની માતાએ કરી હત્યા
રાજકોટમાં 2 વર્ષની બાળકીના શંકાસ્પદ મોતનો મામલો. બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો થયો ખુલાસો. રાજકોટ ક્રાઇમ બ્રાંચની તપાસમાં માતા જ હત્યારી નીકળી. દીકરીની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો માતાનો કારસો નિષ્ફળ. ગત તા.12ના રોજ 5માં માળેથી પટકાતા 2 વર્ષની દીકરીનું મૃત્યુ થયું હતું. ઉધમસિંહ ટાઉનશિપમાં ઘટના બની હતી. અકસ્માતે અથવા કોઈએ દીકરીને ધક્કો માર્યાની માતાએ બનાવેલી સ્ટોરી ખુલ્લી પડી. દીકરીને 5માં માળેથી ફેંકી હોવાનો માતાની પોલીસ સમક્ષ કબૂલાત. જન્મથી દીકરી ગમતી ન હોવાની માતાએ કરી હત્યા. પોલીસે પરિવારજનો અને પાડોશમાં રહેલા 12 થી વધુની પૂછપરછ કરી હતી. પોલીસે આરોપી માતા પૂનમબેન સાકરીયાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી.
15 Oct 2026, 9:23 AM
Gujarat News Live: સુરત ખાડી પૂર અટકાવવા મીઠી ખાડીમાં 13 કિ.મી સુધી 22 કરોડના ખર્ચે ડ્રેજિંગ કરાશે
સુરત ખાડી પૂર અટકાવવા મીઠી ખાડીમાં 13 કિ.મી સુધી 22 કરોડના ખર્ચે ડ્રેજિંગ કરાશે. ત્રણથી ચાર ફૂટ ઊંડાઈ વધારાશે. સાંકડા પ્રવાહના વિસ્તારોમાં દબાણો દૂર કરાશે. ઝીંગા તળાવો દૂર કરવા ડિસેમ્બર સુધીનો સમય. કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને અને સિંચાઈ મંત્રી ઈશ્વર પટેલ, સ્થાનિક ધારાસભ્યો અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રૂ. ૫૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થશે. માસ્ટર પ્લાનની સમીક્ષા કરવા માટે આગામી રવિવારે સિંચાઈ મંત્રી ઈશ્વર પટેલની હાજરીમાં ખાડી વિસ્તારની સ્થળ મુલાકાત યોજાશે.
વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે 50.39 લાખની ઠગાઈ કરનાર વિઝા કન્સલ્ટન્ટ ઝડપાયો. ગોરવા પોલીસે બે મહિનાથી ફરાર હેમલ ઉર્ફે રુદ્ર પટેલને ઝડપી પાડ્યો. વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી કુલ 9 વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા. અમેરિકાના વર્ક પરમિટના નામે ફરિયાદી પાસેથી 5.77 લાખ પડાવ્યા. વિઝા ન અપાવ્યા અને માત્ર 1 લાખ પરત કરી બાકીના રૂપિયા નહીં આપ્યાનો આક્ષેપ. આરોપી સામે ગોરવા સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 6 જેટલી ફરિયાદ. પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે આરોપી હેમલ પટેલને જેલ હવાલે કર્યો.
15 Oct 2026, 9:13 AM
Gujarat News Live: બનાસકાંઠાના ડીસામાં બહુચર ડેરી પ્રોડક્ટસ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: 44 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલી બહુચર ડેરી પ્રોડક્ટ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આ ડેરીમાં કોઈ પણ જાતના માન્ય લાઈસન્સ વગર ગેરકાયદેસર રીતે ઘીનું ઉત્પાદન અને પેકિંગ થતું હોવાની ગંભીર બાબત સામે આવી છે. કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગે સ્થળ પરથી 44 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે અને તેના સેમ્પલ લઈને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં પોણા બે કરોડ રૂપિયાની સનસનાટીભરી લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમ બનાવીને ગુનેગારોને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ, આ ભયાનક ઘટનાના વિરોધમાં સ્થાનિક વેપારીઓએ સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો છે. વેપારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી પોલીસ તમામ આરોપીઓને ઝડપી નહીં પાડે ત્યાં સુધી તેમનો વિરોધ અને બંધનું આંદોલન યથાવત રહેશે.
કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.