Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 14 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
14 Oct 2026, 11:07 AM
Gujarat News Live: ખેડા જિલ્લાના ભાજપ પક્ષમાં આવ્યો ગરમાવો
ખેડા જિલ્લાના ભાજપ પક્ષમાં આવ્યો ગરમાવો આવ્યો છે. ચકલાસી નગરપાલિકાના પ્રમુખે પ્રમુખના હોદ્દેથી આપ્યું રાજીનામું. પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાની સામે પાર્ટીના સભ્યોએ મૂકી હતી અવિશ્વાસની દરખાસ્ત. પ્રવીણ સિંહ વાઘેલાએ પોતાનું રાજીનામું કલેકટરને કર્યું સુપ્રત. ચકલાસી નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 16 બેઠકો ભાજપ પાસે 11 અપક્ષ પાસે અને 1 બેઠક છે કોંગ્રેસ પાસે. ભાજપના 11 સભ્યો સહિત 22 સભ્યોએ મૂકી હતી ભાજપના જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત. ચકલાસી નગરપાલિકામાં દોઢ વર્ષમાં ભાજપના બીજા પ્રમુખ નું રાજીનામું પડતા રાજકારણમાં આવ્યો ગરમાવો. અગાઉના પ્રમુખ ધર્મેશ વાઘેલા એ પણ માત્ર છ મહિનામાં જ પ્રમુખ પદેથી આપ્યું હતું રાજીનામું. ધર્મેશ વાઘેલા સામે પણ સભ્યો દ્વારા મૂકવામાં આવી હતી અવિશ્વાસની દરખાસ્ત. એક વર્ષ સત્તા ભોગવ્યા બાદ પ્રવિણસિંહને પણ આપ્યું રાજીનામું. કુટુંબિક અને સામાજિક અંગત કારણોસર રાજીનામું આપ્યા નો પત્રમાં કર્યો છે ઉલ્લેખ. જોવું એ રહ્યું કે ભાજપ હવે કોના પર વિશ્વાસ મૂકે છે અને તે પ્રમુખ કેટલો સમય રાજ કરે છે.
14 Oct 2026, 10:37 AM
Gujarat News Live: રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
Gujarat News Live: રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. છઠ્ઠા માળેથી નીચે પડી જતાં મોત થયું છે. કુવાડવા રોડ પર આવેલી ઉધમસિંહ ટાઉનશીપની ઘટના. 4 ફૂટની દીવાલ કૂદીને કેવી રીતે નીચે પડી બાળકી તે સવાલ. બાળકીના શંકાસ્પદ મોતને લઈને ઉઠ્યા સવાલ.
વડોદરાના અટલાદરામાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી. રસ્તા પર ગાડીઓ રોકી યુવકો બાખડ્યા. નબીરાઓએ જાહેરમાં એકબીજા સાથે મારામારી કરી. રસ્તા વચ્ચે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મારામારીના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ. જાહેરમાં મારામારીને પગલે પોલીસ કાર્યવાહી સામે સૌની નજર
14 Oct 2026, 10:36 AM
Gujarat News Live: પાટડીમાં SMC ના દરોડા બાદ SP એ PSI સહિત ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના પાટડીમાં SMC ના દરોડા બાદ SP એ PSI સહિત ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા. પાટડીમાં SMC ની ટીમે જુગારધામ પર દરોડો પાડયો હતો. રેઇડ દરમિયાન ૫.૨૫ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને ૫ શખ્સોને ફરાર જાહેર કરાયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશન નજીક ચાલતા આ ગેરકાયદે જુગારધામને લઈને સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી સ્કોડની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક કડક કાર્યવાહી કરી હતી. બેદરકારી દાખવવા બદલ પાટડી PSI હસમુખ એચ. ગોહિલ, ડીવાયએસપી સ્કોડના ચેહરભાઈ ઠાકોર અને ASI પ્રવીણભાઈ કોલા ને સસ્પેન્ડ કર્યા. પોલીસ વડાના આ કડક આદેશથી જિલ્લાના સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી.
મહુવા માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર મગફળીથી છલકાઈ જતા આવક બંધ કરવામાં આવી. મહુવા માર્કેટિંગ યાર્ડ માં મગફળી ની 34000 ગુણીની એટલે 65 હજાર મણ કરતા વધારે આવકથી છલકાઈ ચૂક્યું. આજે બુધવાર ના સવારે 9.30 કલાકે જગ્યાના અભાવને લઈને આવક બંધ કરવામાં આવી. યાર્ડના સેક્રેટરી વિશાલ પાચાણી દ્વારા સૂચના આપવામાં આવી. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખેડૂત ભાઈઓ કમિશન ભાઈઓ એ યાર્ડ માં મગફળી લાવી નહીં. જયારે મગફળી લાવો ત્યારે વરસાદી મોહોલ હોવાથી ફરજિયાત પણે, ઢાંકવાનું ત્થા પાથરવાનુ પ્લાસ્ટિક સાથે લાવવા માટે, યાર્ડના સેક્રેટરી વિશાલ પાચાણી દ્વારા સુચના આપવા આવી.
14 Oct 2026, 10:35 AM
Gujarat News Live: ભુજ આશાપુરા મંદિર પરિસર નોબતના નાદથી ગુંજી ઊઠયું ગૌસેવા માટે 151 કલાક નોબત વાદન શરૂ કરાયું
ભુજ શહેરનું આશાપુરા માતાજી મંદિર ચાલુ સાલે નવરાત્રિ દરમ્યાન એક અનોખા અનુષ્ઠાન સાથે જોડાઈને ઈતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યું છે તેવા પ્રસંગમાં જાણીતા સંગીત સાધક શૈલેશ જાની દ્વારા મંદિરમાં માતાજી સન્મુખ એક આસને સતત 151 કલાક નોબત વગાડીને ગૌસેવાનાં કાર્યનો પ્રારંભ કરાયો છે. ચાલુ વર્ષે ઓછા વરસાદનાં કારણે ઘાસ-પાણીની તંગી સર્જાઈ છે. ત્યારે સંગીત-નોબતના વાદનથી ગૌદાન એકત્રિત કરવાની ભાવના સાથે શૈલેશભાઈની સંગીત કળાને માતાજીએ સાક્ષી બનાવી છે.
14 Oct 2026, 10:35 AM
Gujarat News Live: ભુજ આશાપુરા મંદિર પરિસર નોબતના નાદથી ગુંજી ઊઠયું ગૌસેવા માટે 151 કલાક નોબત વાદન શરૂ કરાયું
ભુજ શહેરનું આશાપુરા માતાજી મંદિર ચાલુ સાલે નવરાત્રિ દરમ્યાન એક અનોખા અનુષ્ઠાન સાથે જોડાઈને ઈતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યું છે તેવા પ્રસંગમાં જાણીતા સંગીત સાધક શૈલેશ જાની દ્વારા મંદિરમાં માતાજી સન્મુખ એક આસને સતત 151 કલાક નોબત વગાડીને ગૌસેવાનાં કાર્યનો પ્રારંભ કરાયો છે. ચાલુ વર્ષે ઓછા વરસાદનાં કારણે ઘાસ-પાણીની તંગી સર્જાઈ છે. ત્યારે સંગીત-નોબતના વાદનથી ગૌદાન એકત્રિત કરવાની ભાવના સાથે શૈલેશભાઈની સંગીત કળાને માતાજીએ સાક્ષી બનાવી છે.
14 Oct 2026, 10:35 AM
Gujarat News Live: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું વધુ એક કૌભાંડ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. પોતાના સત્તાકાળ દરમિયાન કરેલી ગેરરીતિઓ અને યુનિવર્સિટીના નાણાંના દુરુપયોગ સામે આવ્યો. પહેલાં લિપસ્ટિક અને અંગત સામાન ખરીદ્યા બાદ હવે સોના-ચાંદી અને મોંઘી બાંધણીઓની ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવ્યું. પોતાના કાર્યકાળના અંતિમ બે મહિનામાં જ નીરજા ગુપ્તાએ 6 હજારનું બ્લાઉઝ, 11000ની કુર્તી સહિત રૂ. 59,350ની ખરીદી કરી. તેમજ રૂ. 3,19,597નું સોના-ચાંદી ખરીદ્યું હતું. આ સિવાય એપ્રિલ 2025માં ચેન્નાઈના પ્રવાસ દરમિયાન પણ સોનું ખરીદીને યુનિવર્સિટીમાં બિલ મૂક્યા હતા. કોઈને આ ખરીદીઓ સામે શંકા ન જાય તે માટે નીરજા ગુપ્તાએ જે વિભાગ પર પોતાનો સીધો કંટ્રોલ હતો તેવા 'સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ' (SAP) હેઠળ આ તમામ અંગત ખર્ચના બિલ પાસ કરાવી લીધા હતા. તમામ ચોંકાવનારા પુરાવાઓને ધ્યાને રાખીને હવે નિવૃત્ત જજ તપાસ કરશે.
સુમુલ ડેરીમાં અંદરો અંદર ચાલી રહેલા વિવાદનો મામલો. અંદરો અંદર લડશો તો ડેરીમાં કસટોડિયન મૂકવાની પ્રદેશ પ્રમુખની ચીમકી. ડેરીના હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખે ટપાર્યા. દૂધની આવક વધારવા આદેશ. બંને જૂથ સામેની તપાસ ચાલુ છે. પરિણામ ભોગવવા તૈયાર રહેવા અલ્ટીમેટમ. સુમુલ ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ ડિરેક્ટરો ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. માનસીહ પટેલ જૂથ અને રાજુ પાઠક જૂથ વચ્ચે ચાલી રહેલી તપાસ હજુ પણ ચાલુ હોવાની બાબતને યાદ કરાવી. એકબીજાને નીચા દેખાડવા સોશિયલ મીડિયામાં જે નિમ્ન કક્ષાની પોસ્ટ વાયરલ કરે છે તે તાત્કાલિક બંધ કરવાની તાકીદ કરાઈ.
14 Oct 2026, 9:22 AM
Gujarat News Live: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કાર અને બાઈક વચ્ચે રાત્રે અકસ્માત
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કાર અને બાઈક વચ્ચે રાત્રે અકસ્માત. ધોરાજી - જૂનાગઢ રોડ પર કાર વચ્ચે કોઈ પ્રાણી આવી જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને હડફેટે લઈ કાર ઝાડ સાથે અથડાતા વૃક્ષ ધરાશાઈ થયું. વૃક્ષ ધરાશાઈ થતાં કાર અને બાઈકને નુકસાન. અકસ્માત બાદ વૃક્ષ મુખ્ય રસ્તા વચ્ચે પડતા ટ્રાફિક જામ થયો. અકસ્માતમાં બાઈક ચાલકને સામાન્ય ઈજા તેમજ કારમાં એરબેગ ખુલી ગઈ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં. ધોરાજી નગરપાલિકા દ્વારા વૃક્ષ હટાવી ટ્રાફિક ક્લીયર કર્યો.
જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ ખાતે અંબાણી પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-2026માં બોલિવૂડનો જલવો જોવા મળી રહ્યો છે. નવરાત્રીના રંગે રંગાયેલા આ મહોત્સવમાં એક પછી એક બોલિવૂડના જાણીતા ફિલ્મી સિતારાઓ મહેમાન બની રહ્યા છે. વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તાપસી પન્નુ બાદ હવે બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ પોતાના ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સથી દર્શકોને ઝૂમવા મજબૂર કર્યા હતા. હિન્દી ફિલ્મોનાં લોકપ્રિય ગીતો પર મલાઈકા અરોરાના ડાન્સથી સમગ્ર માહોલ ઉત્સાહ અને ઉમંગથી ગુંજી ઊઠ્યો હતો. હજુ પણ નવરાત્રીના બાકી દિવસોમાં એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઓ રિલાયન્સ ટાઉનશિપ ખાતે પોતાના પર્ફોર્મન્સ રજૂ કરવા પહોંચશે, ત્યારે જામનગરમાં નવરાત્રી મહોત્સવનું આકર્ષણ સતત વધી રહ્યું છે.
14 Oct 2026, 9:21 AM
Gujarat News Live: ભરૂચમાં નવરાત્રિની રાત્રે તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 5 મકાનનાં તાળાં તૂટ્યાં
ભરૂચમાં નવરાત્રિની રાત્રે તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 5 મકાનનાં તાળાં તૂટ્યાં. નર્મદા બંગ્લોઝ સોસાયટીનાં 4 બંધ મકાનોને તસ્કરોએ બનાવ્યાં નિશાન. વહેલી સવારે બાઈક પર આવેલા 3 બુકાનીધારી તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. દુબઈ ટેકરી વિસ્તારમાં પરિવાર ઉપરના રૂમમાં સૂતો રહ્યો અને તસ્કરોએ નીચેના મકાનમાં કરી ચોરી. દુબઈ ટેકરીના મકાનમાંથી 15 તોલા સોનાનાં દાગીના અને રોકડની ચોરી. એક જ રાતમાં ₹25 લાખથી વધુની મત્તા ચોરાતાં પોલીસ બેડામાં દોડધામ. પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ તેજ કરી.
14 Oct 2026, 9:21 AM
Gujarat News Live: ભરૂચના હાંસોટ - સુરત સ્ટેટ હાઈવે પર ટ્રોલી-ટ્રક પલટી મારી
ભરૂચના હાંસોટ-સુરત સ્ટેટ હાઈ-વે પર ટ્રોલી-ટ્રક પલટી મારી. સાહોલ ગામ નજીક પ્લાય ભરેલો ટ્રક વરસાદી કાંસમાં પલટી જતાં દોડધામ. હાંસોટ નજીકની કંપનીમાંથી 42 ટન પ્લાય ભરી ટ્રક દિલ્હી જવા નીકળતા બની ઘટના. રસ્તો પૂછવા ડ્રાઈવર નીચે ઉતરતાં ટ્રક ધીમે ધીમે આગળ સરક્યો. હેન્ડ બ્રેક ન લગાવવાના કારણે ટ્રક પલટી મારી હોવાની પ્રાથમિક માહિતી.
14 Oct 2026, 9:09 AM
Gujarat News Live: તનુશ્રી દત્તાના નિવેદનથી વિવાદ
નાના પાટેકરના પોસ્ટમોર્ટમનો અહેવાલ આવ્યા બાદ અભિનેત્રી તનુશ્રી દત્તાએ મોટો દાવો કર્યો છે. તનુશ્રીએ દાવો કર્યો છે કે નાના પાટેકર હજી પણ સિંગાપુર કે મલેશિયામાં હયાત છે. તેણે સિંગાપુર અને મલેશિયાની પોલીસને આ વ્યક્તિને જોતાની સાથે જ ઠાર કરવાની અપીલ કરી છે. આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા અને મનોરંજન જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. અભિનેત્રીના આ પ્રકારના દાવાથી નવો વિવાદ ઊભો થવાની પૂરી સંભાવના છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'નું આખરી શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. મુંબઈના અંધેરી અને ગોરેગાંવ વિસ્તારોમાં ફિલ્મનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણનું એક ગીત પણ ફિલ્માવવામાં આવશે. ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ શાહરૂખ ખાન મોટા પડદે લીડ રોલમાં નજરે પડશે. અભિનેતાના આગામી જન્મદિવસે (૨જી નવેમ્બરે) આ ફિલ્મનું ટીઝર રિલીઝ થવાની શક્યતા છે.
14 Oct 2026, 9:08 AM
Gujarat News Live: સાઉદી અરેબિયા પર સંભવિત હુમલાની ચેતવણી
સાઉદી અરેબિયાના પ્રિન્સ પર સંભવિત હુમલાના અહેવાલો બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. યુએસ પ્રમુખ અને ગુપ્તચર એજન્સીઓની મદદથી સુરક્ષાના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. યમનના સરહદી વિસ્તારોમાં હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇઝરાયેલ દ્વારા થયેલા હુમલા અને નુકસાન બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. સાઉદી પ્રશાસને નાગરિકોને સતર્ક રહેવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે.
14 Oct 2026, 9:08 AM
Gujarat News Live: અઝરબૈજાને હિજાબ પર પ્રતિબંધ
મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ અઝરબૈજાને શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના ડ્રેસ કોડના નવા નિયમ વિરુદ્ધ કેટલીક વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓએ વિરોધ શરૂ કર્યો છે. આ વિવાદ હવે સરહદ પાર કરીને પડોશી દેશ તુર્કી સુધી પણ પહોંચી ગયો છે. સરકારનું કહેવું છે કે શાળાઓમાં સમાનતા જાળવવા માટે નવો ડ્રેસ કોડ જરૂરી છે. વિરોધ કરનારાઓનું માનવું છે કે હિજાબ એ વ્યક્તિગત પસંદગી અને ધાર્મિક આસ્થાનો વિષય છે.
14 Oct 2026, 9:08 AM
Gujarat News Live: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટી-20 મેચ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે હૈદરાબાદ ખાતે ચોથી ટી-20 ક્રિકેટ મેચ રમાનાર છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરવાનો પૂરતો પ્રયાસ કરશે. પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે શ્રેણી જીવંત રાખવા માટે આ મુકાબલો જીતવો અનિવાર્ય છે. અગાઉની મેચોમાં ભારતીય ઓપનરો અને મિડલ ઓર્ડરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. કેપ્ટન અક્ષય અને ટીમના ખેલાડીઓ આક્રમક વલણ અપનાવીને મેદાન પર ઉતરશે.
14 Oct 2026, 9:07 AM
Gujarat News Live: અમદાવાદમાં 17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાત કરવા મંજૂરી આપી
અમદાવાદમાં એક 17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાત કરવા મંજૂરી આપી. સગીરાને 24 સપ્તાહનો ગર્ભ છે. આ સાથે જ આરોપી સામે પુરાવા માટે ડીએનએ સેમ્પલ લેવા પણ સૂચન કરાયું. ભાવનગરના મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ચાલુ વર્ષે સગીરા સાથે જાતિય શોષણનો ગુનો નોંધાયો હતો. કેસમાં પીડીતાએ તેના પિતા મારફતે ગર્ભપાતની મંજૂરી માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના આદેશથી ભાવનગરની હોસ્પિટલના તબીબોની પેનલ દ્વારા પીડીતાની તપાસ કરીને ગર્ભપાત કરવો શક્ય છે તેવું જણાવ્યું હતું. ડોક્ટરોના રિપોર્ટ અને સલાહ પર થી હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી. જોકે ગર્ભપાતની તમામ જવાબદારી પીડિતાની રહેશે તેવું પણ જણાવ્યું. આ કેસમાં પુરાવો એકત્ર કરવા ડીએનએ ટેસ્ટ કરીને રિપોર્ટ 8 અઠવાડિયાની અંદર રજૂ કરવાનો આદેશ અપાયો. આ સાથે જ નીચલી અદાલત મા છ મહિનાની અંદર કેસનો નિકાલ કરવા પણ આદેશ અપાયો.
કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.