• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: નિયમોનો છડેચોક ભંગ, NOC ન હોવા છતાં જીગરદાન ગઢવીના થયા ગરબા, કોંગ્રેસના MLA જીજ્ઞેશ મેવાણી પર બીજી પોલીસ ફરિયાદ
Live Now

Gujarat News Live: નિયમોનો છડેચોક ભંગ, NOC ન હોવા છતાં જીગરદાન ગઢવીના થયા ગરબા, કોંગ્રેસના MLA જીજ્ઞેશ મેવાણી પર બીજી પોલીસ ફરિયાદ

Gujarat Breaking News Live: 12 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByViral Raval
Published: Oct 12, 2026, 08:45 AM IST|Updated: Oct 12, 2026, 11:11 AM IST
joinshare
Gujarat News Live: નિયમોનો છડેચોક ભંગ, NOC ન હોવા છતાં જીગરદાન ગઢવીના થયા ગરબા, કોંગ્રેસના MLA જીજ્ઞેશ મેવાણી પર બીજી પોલીસ ફરિયાદ
Image Credit: AI Generated Image
12 Oct 2026 11:10 IST (IST)
share

Gujarat News Live: નિયમોનો છડેચોક ભંગ, NOC ના હોવા છતાં થયા જીગરદાન ગઢવીના ગરબા

રવિવારથી નવલા નોરતાની રાતની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રી શરૂ થવાના પહેલા દિવસે જ નિયમનો ભંગ જોવા મળ્યો. એસીડોમ પડી જવાના કારણે એનઓસી ના મળતા કિર્તીદાન ગઢવી ના ગરબા ન થયા. જ્યારે મંજૂરી ન મળી હોવા છતાં પણ જીગરદાન ગઢવીના ગરબા થયા હોવાનું સામે આવ્યું છે. મંજૂરી વગર ગરબા થતા બપોરે ચીફ ફાયર ઓફિસર ગરબા સ્થળ ની લેશે મુલાકાત. Ac ડોમમા યોગ્ય નિયમ પાલન ન થતા ફાયર વિભાગે noc આપી ન હતી. ફાયર noc મળ્યા બાદ જ પોલીસ ગરબા કરવા માટે મંજૂરી આપતી હોય છે. હવે તપાસનો વિષય એ છે કે ફાયર noc નથી મળી તો શું  પોલીસે મંજૂરી આપી ? અને જો પોલીસે મંજૂરી આપી તો ક્યાં નિયમ હેઠળ તે તપાસનો વિષય. સમગ્ર મામલે મંજૂરી મળવા મામલે તપાસ થાય તે જરૂરી

12 Oct 2026 10:24 IST (IST)

Gujarat News Live: જિજ્ઞેશ મેવાણી સામે બીજી પોલીસ ફરિયાદ

ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી અને અન્ય શખ્સો વિરુદ્ધ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.  ચૂંટણી પ્રચારના સમયનો નિયમ પૂરો થયા બાદ મોડી રાત્રે જાહેર પ્રચાર કરવા અને આચારસંહિતાનો ભંગ કરવા અંગે આ કાર્યવાહી કરાઈ છે. સેક્ટર-13 પોલીસ ચોકીમાં ગેરકાયદે મંડળી રચીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા અને હલ્લાબોલ કરવા અંગે આ ફરિયાદ દાખલ કરાઈ છે. અરજીની તપાસ બાબતે પૂછપરછ ચાલુ હતી ત્યારે ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે પોલીસ ચોકીમાં ઘૂસી આવ્યા હતા.

અત્રે જણાવવાનું કે આ પહેલા કાલે પણ જિજ્ઞેશ મેવાણી સહિત 20 લોકો સામે ફરિયાદ  દાખલ થઈ હતી. જે ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જિજ્ઞેશ મેવાણી અને તેમના સમર્થકોએ કર્યો હતો હોબાળો. પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવી, ગેરકાયદેસર મંડળી રચીને હલ્લાબોલ કરવો, સરકારી જાહેરનામાનો ભંગ કરવો લાગણી ઉશ્કેરવાના બદઇરાદા જેવા ગંભીર આરોપો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે. 

12 Oct 2026 10:08 IST (IST)

Gujarat News Live: અમરેલીના ડીટલામાં ચિકનગુનિયાથી હાહાકાર

અમરેલીના ડીટલામાં ચિકનગુનિયાનો રોગચાળો વકરી ગયો છે. આ ગામની 500ની વસ્તીમાં 200 લોકોને ચિકનગુનિયાની થઈ અસર. ઘરે-ઘરે આરોગ્ય સર્વે કરાવવાની ગ્રામજનોએ માંગણી કરી છે. 
 

12 Oct 2026 09:40 IST (IST)

Gujarat News Live: વાલોડના બુહારી ગામે પહેલે નોરતે જ બે જૂથો વચ્ચે બબાલ, પોલીસને પણ ધક્કે ચડાવી

તાપીના વાલોડ તાલુકાના બુહારી ગામે નવરાત્રી મહોત્સવ વેળાએ બે જૂથ વચ્ચે બબાલ જોવા મળી. નાસ્તાનો સ્ટોલ નહીં મૂકવા દેવામાં આવતા બબાલ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કેટલાક લોકોએ પોલીસને પણ ધક્કે ચઢાવ્યા. બે જૂથ વચ્ચે ધક્કામુક્કી તેમજ બોલાચાલી ઉગ્ર બનતા જિલ્લાના dysp સહિત જિલ્લા lcb ની ટીમ પણ ઘટના સ્થળે પોહચી હતી. મોડી રાત્રે સમાધાન થતા નાસ્તા નો સ્ટોલ મંદિર ના ગેટ બહાર મૂકવા દેવામાં આવ્યો...
 

12 Oct 2026 09:10 IST (IST)

Gujarat News Live: જંબુસરના સારોદ ગામે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત એક ઘાયલ

ભરૂચના જંબુસરના સારોદ ગામે બે બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત એકનું મોત એક ઘાયલ. અકસ્માતમાં રિટાયર્ડ ASI નગીનભાઈ મકવાણાનું મોત. મૃતક ASI નગીનભાઈ ડાહ્યાભાઈ મકવાણા સારોદ ગામના વતની હતા. ભરૂચથી પોતાના ગામ સારોદ પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં બંને બાઇક સવાર ઇજાગ્રસ્તોને જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે નગીનભાઈને મૃત જાહેર કર્યા, અન્ય બાઇક સવાર સારવાર હેઠળ. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો.
 

12 Oct 2026 09:08 IST (IST)

Gujarat News Live: હળવદમાં કાર-બાઈક સામસામે આવી જતા જૂથ અથડામણ, 3 લોકો ઈજાગ્રસ્ત

મોરબી: હળવદ શહેરમાં કાર અને બાઇક સામસામે આવી ગયા બાદ જૂથ અથડામણ. હિન્દુ અને મુસ્લિમ સમાજ લોકો વચ્ચે થયેલી માથાકૂટમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્તમાંથી બે રાજકોટ અને એક મોરબી હોસ્પિટલમાં સારવાર હેઠળ. ઇજાગ્રસ્ત શબિર ચૌહાણ, રશીદ ચૌહાણ અને અફઝલ રાઠોડને સારવાર માટે ખસેડાયા. ડીવાયએસપી સમીર સારડા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે બંદોબસ્ત અને શહેરમાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબી, એસોઓજીની ટીમ દ્વારા પેટ્રોલિંગય હાલમાં મારામારીના બનાવ સંદર્ભે હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલુ છે. 
 

12 Oct 2026 08:48 IST (IST)

Gujarat News Live: નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

નવસારી મહાનગરપાલિકામાં તમામ વિભાગોના કર્મચારીઓની હડતાળ. કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો પગાર ન થવા સાથે પગાર વધારાની માંગ સહીતના પ્રશ્નોને લઈ NMC કર્મચારીઓ હડતાળ પર. વોટર વર્કસ, માઈનોર, સેનેટરી, દબાણ, ફાયર સહિતના તમામ વિભાગોના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. તહેવારોમાં પગાર ન થવાથી કર્મચારીઓમાં રોષ. મહાનગરપાલિકા બન્યા બાદ કર્મચારીઓના પગાર તેમજ ભથ્થામાં વધારો ન થવાની વાતે પણ કર્મચારીઓમાં કચવાટ. મહાનગરપાલિકામાં મહત્વના વિભાગોમાં કર્મચારીઓ હડતાળ પર ઉતરતા અનેક કામો ખોરંભે. વોટર વર્ક્સ વિભાગના અંદાજે 70 કર્મચારીઓ હડતાલ પર ઉતરતા શહેરમાં પાણી બંધ. શહેરમાં 300 થી વધુ સફાઈકર્મીઓ પણ હડતાળ પર ઉતરતા સફાઈ મુદ્દે પણ મોટો પ્રશ્નાર્થ. કર્મચારીઓની વારંવારની રજૂઆતો બાદ પણ મહાપાલિકા તેમજ ધારાસભ્યે પણ વાત કાને ન લેતા હડતાળનું શાસ્ત્ર ઉગામ્યુ. લોક પ્રતિનિધિઓ અને અધિકારીઓની આળસને કારણે કર્મચારીઓ હડતાળ પર અને શહેરીજનો મુશ્કેલીમાં. 

12 Oct 2026 08:47 IST (IST)

Gujarat News Live: દિવાળી પર એસટી બસોની સંખ્યામાં થશે વધારો

આગામી દિવાળી પર્વને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય. દિવાળી સમયે એસટી બસોની સંખ્યામાં કરાશે વધારો. લોકોના ધસારાને જોતા દોડાવાશે વધારાની બસો. મુસાફરોની ભીડને ધ્યાને રાખીને એસટી વિભાગ વધુ બસો દોડાવશે. 
 

12 Oct 2026 08:47 IST (IST)

Gujarat News Live: આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીનું પરિણામ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે સૌથી ઉંચું મતદાન 59.25 ટકા નોંઘાયું છે. સૌથી વધુ વોર્ડ નં-4માં 74.78 ટકા મતદાન નોંધાયું. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતી કાલે જાહેર થશે પરિણામ.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Vastu Tips: પૂજાની સામગ્રી ઢોળાવાનો શું થાય અર્થ ? જાણો શુભ વસ્તુઓ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા વિશે

Vastu Tips: પૂજાની સામગ્રી ઢોળાવાનો શું થાય અર્થ ? જાણો શુભ વસ્તુઓ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા વિશે

2

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું, રાહુલ ગાંધીને મળવાનો કેમ કર્યો ઇનકાર?

3

ગાંધીનગરના કાવાદાવા : GMC ચૂંટણીમાં RSS-BJP પાસ થશે કે ફેલ? IAS અને IPS ની દિવાળી સુધરશે કે બગડશે?

4

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો! વધુ એક FIR દાખલ, લાગ્યા છે ગંભીર આરોપ

5

'વિરાટ કોહલીને નિવૃત્તિ માટે મજબૂર કરાયો...', અજીત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...