SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: ગમે તેટલી પોલીસ બોલાવી લો, અમે અટકવાના નથી: રાહુલ ગાંધી, મૂળ સ્થળે જ યોજાશે કીર્તિદાનના ગરબા

Gujarat Breaking News Live: 10 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં શું થઈ રહ્યું છે તેમજ દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...

Written By Dilip Chaudhary
Published: Oct 10, 2026, 03:46 PM IST | Updated: Oct 10, 2026, 05:42 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...

10 Oct 2026, 5:40 PM

Gujarat News Live: જેટલી પોલીસ બોલાવવી હોય તેટલી બોલાવો, અમે અટકવાના નથી: રાહુલ ગાંધી

ચેન્નાઈમાં સ્ટુડન્ટ્સ વોઈસ કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોને દબાવવાના અહેવાલો વચ્ચે રાહુલે કહ્યું કે, તમામ નેતાઓની ધરપકડ કરો. અમારા બધાની ધરપકડ કરો, અમે અમારા બંધારણનું રક્ષણ કરીશું. તમારે જે કરવું હોય તે કરો. તમારે જેટલા પોલીસકર્મીઓને બોલાવવા હોય તેટલા બોલાવો, અમે અટકવાના નથી.

 

 

 

10 Oct 2026, 4:29 PM

Gujarat News Live: મૂળ સ્થળે જ યોજાશે કીર્તિદાનના ગરબા

નવરાત્રિ શરૂ થાય તે પહેલા જ પ્રસિદ્ધ ગાયક કીર્તિદાન ગઢવીના ગરબા માટે બનાવવામાં આવેલ ડોમ ધરાશાયી થયો હતો. જેના કારણે ખેલૈયાઓના મનમાં સવાલ હતો કે ગરબા એ જ સ્થળે યોજાશે કે કેમ ? ત્યારે હવે આ આ મામલે કીર્તિદાન ગઢવી અને તેમની ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મૂળ સ્થળે જ ગરબા યોજાશે, પરંતુ હવે ડોમના બદલે ખુલ્લા મેદાનમાં ગરબા યોજાશે. ખુદ કીર્તિદાન ગઢવીએ વીડિયો જાહેર કરી ખેલૈયાઓને જાણકારી આપી હતી.

10 Oct 2026, 3:54 PM

Gujarat News Live: ભરૂચમાં ફરી ઝડપાયો નશાનો કાળો કારોબાર

ભરૂચમાં ફરી નશાનો કાળો કારોબાર ઝડપાયોછે. પોલીસે અફીણ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ભરૂચ શહેર SOG પોલીસે શહેરના ભરચક વિસ્તાર એવા બાયપાસ ચોકડી નજીકથી એક શખ્સને 90 ગ્રામ ઉપરાંત અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે FSLની મદદ લઇ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

10 Oct 2026, 3:51 PM

Gujarat News Live: ગાંધીનગર LCB-2ની મોટી કાર્યવાહી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના આગલા દિવસે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. ગિફ્ટ સિટી સામેના બ્રિજના છેડે રોડ પરથી LCB-2એ દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. દારૂની 240 પેટીમાંથી કુલ 10,332 બોટલ મળી આવી છે. પોલીસે દારૂ સહિત કુલ રૂપિયા 92.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દવાઓના બોક્સની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES