ડાયાબિટીસના દર્દીઓએ સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ? સવારે બ્લડ શુગરને કેવી રીતે કંટ્રોલ કરવું?
ડાયાબિટીસમાં સવારે હાઈ બ્લડ સુગર રહે છે. તેવામાં તમારે નાસ્તામાં હેલ્ધી અને સુગરને કંટ્રોલ કરનારી વસ્તુ સામેલ કરવી જોઈએ. જેનાથી તમારૂ બ્લડ સુગર સ્ટેબલ રહે.
સવારની શરૂઆત ભાગદોડની સાથે થાય છે અને ઓફિસે પહોંચતા જ તમારૂ કંઈક ખાવા-પીવાનું રૂટીન શરૂ થઈ જાય છે. કોઈ ચા સાથે સમોસા ખાય છે તો કોઈને અન્ય વસ્તુ ખાવાનું પસંદ હોય છે. આ નાસ્તા સરળતાથી અને ઝડપી બને છે, પરંતુ શું તમે જાણો છો કે સવારે આ વસ્તુનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે મુશ્કેલી ઉભી કરવા જેવું છે. ખાસ કરીને જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે સવારે સમજી-વિચારી નાસ્તો કરવો જોઈએ. નિષ્ણાંત ડોક્ટર ભુમેશ ત્યાગીએ જણાવ્યુ કે ડાયાબટીસના દર્દીઓએ સવારે નાસ્તો પસંદ કરવા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને તમારી સવારની આદતો બ્લડ સુગર લેવલ પર કઈ રીતે અસર કરી શકે છે.
સવારે બ્લડ સુગર કેમ વધુ રહે છે?
ડોક્ટર ભુમેશ ત્યાગી પ્રમાણે સવારે શરીર કોર્ટિસોલ અને ગ્રોથ હોર્મોન જેવા હોર્મોન રિલીઝ કરે છે, જે આપણે જગાડવા માટે તૈયાર કરવામાં મદદ કરે છે. આ હોર્મોનલ ફેરફાર લિવરમાં ગ્લૂકોઝ પ્રોડક્શનને વધારી શકે છે અને કેટલાક સમય માટે ઇંસુલિન સેન્સેટિવિટીને ઘટાડી શકે છે. ડાયાબિટીસથી પીતિડ લોકોમાં જ્યાં ઇંસુલિન પ્રોડક્શન કે એક્શનમાં ઘટાડો આવે છે, તો તે વધુ ફાસ્ટિંગ ગ્લૂકોઝમાં પરિવર્તિત થઈ શકે છે.
સવારે ઉઠીને શું પીવું જોઈએ?
મુદ્દો તે નથી કે તમે સવારે ચા પીવો છો કે કોફી પીવો છે. પરંતુ તેમાં તમે શું નાખો છો અને તેની સાથે શું ખાવ છો તે મહત્વનું છે. મીઠી ચા કે કોફીને બિસ્કિટની સાથે લેવી હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે સુગર અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ બ્લડ ગ્લૂકોઝને ઝડપથી વધારી શકે છે, ખાસ કરી ખાલી પેટ.
ડાયાબિટીસમાં નાસ્તામાં શું ખાવું જોઈએ?
મોટા ભાગના લોકો નાસ્તામાં કાર્બોહાઇડ્રેટવાળી વસ્તુ જેમ કે બ્રેડ, પરાઠા, જ્યુસ, મીઠા અનાજ અને વધુ માત્રામાં રિફાઇન્ડ ફ્લોર ખાય છે, જ્યારે તમારે તેની જગ્યાએ સંતુલિત નાસ્તો કરવો જોઈએ. નાસ્તામાં ઈંડા, પનીર, દહીં, સ્પ્રાઉટ્સ, બેસન કે મગના ચીલા, ગ્રિલ્ડ શાકભાજી, નટ્સ અને સંપૂર્ણ અનાજ ખાવો. પ્રોટીન અને ફાઇબર વધુ ખાવો. તેનાથી પેટ ભરેલું રહેછે અને ગ્લૂકોઢ રિસ્પોન્સને મોડરેટ કરવામાં મદદ મળી શકે છે. ફળનું જ્યુસ પીવાની જગ્યાએ ફળ કાવો. તેનાથી ફાઇબર મળશે, જેથી બ્લડ સુગર ધીમે-ધીમે વધે છે.
નાસ્તો કર્યા બાદ તમારે શું કરવું જોઈએ?
જો નાસ્તો કર્યાં બાદ થોડું ચાલો છો તો તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ સારૂ છે. વધુ સમય બેસવાથી બચો તો મસલ્સને ગ્લૂકોઝનો ઉપયોગ કરવામાં મદદ મળી શકે છે અને ખાધા બાદ ગ્લૂકોઝ લેવલ ઓછું થઈ શકે છે. નિયમિત શારીરિક કસરતથી સમયની સાથે ઇંસુલિન સેન્સિટિવિટી પણ સારી થાય છે. નાસ્તા બાદ હળવી મૂવમેન્ટ કરવાનો પ્રયાસ કરો.