SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દાંતમાં દેખાતા આ લક્ષણ હોઈ શકે છે કેન્સરનો સંકેત, ન કરો નજરઅંદાજ

દાંતનું કેન્સર મોઢાના કેન્સરનો એક રૂપ છે, જે પેઢા, જડબા કે મોઢાની અંદર કોશિકાઓથી શરૂ થાય છે. આ બીમારી ધીમે-ધીમે વધે છે અને શરૂઆતી સમયમાં હળવા લક્ષણ જોવા મળે છે.

Written By Gokani Dhaval
Published: Oct 20, 2026, 11:30 AM IST | Updated: Oct 20, 2026, 11:33 AM IST
Join

Oral Cancer Symptoms: હંમેશા લોકો દાંત અને મોઢા સાથે જોડાયેલી સમસ્યાને નજરઅંદાજ કરે છે. પરંતુ તે ન કરવું જોઈે, કારણ કે દાંતમાં દુખાવો, પેઢામાં લોહી આવવું, મોઢામાં ચાંદા કે દાંત ઢીલા પડવા જેવી મુશ્કેલી કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. પરંતુ જો કેટલાક લક્ષણ લાંબા સમય સુધી રહે તો તેને હળવાશમાં ન લેવા. તે મોઢાના કેન્સર એટલે કે ઓરલ કેન્સરની બીમારીનો પણ સંકેત હોઈ શકે છે. મોઢાનું કેન્સર હોંઠ, જીભ, પેઢા, ગાલનો આંતરિક ભાગ અને મોઢામાં થઈ શકે છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચના એક સંશોધન પ્રમાણે તેની સમય પર ઓળખ કે સારવાર કરાવવાથી બીમારીને ઠીક કરી શકાય છે. તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

દાંતનું કેન્સર શું હોય છે?

દાંતનું કેન્સર મોઢાના કેન્સરનું એક રૂપ છે, જે પેઢા, જડબા કે મોઢાની અંદર કોશિકાઓથી શરૂ થાય છે. આ બીમારી ધીમે-ધીમે વધે છે અને શરૂઆતી સમયમાં હળવા લક્ષમ જોવા મળે છે. ઘણા લોકો સામાન્ય દાંતનો દુખાવો સમજી વિલંબ કરે છે, પરંતુ તેમ ન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ રાત્રે સૂતી વખતે હાથ સુન્ન થઈ જાય છે? ભૂલીને પણ ન કરતા આ વાતની અવગણના

મોઢાના કેન્સરના લક્ષણ

શું ઓરલ કેન્સર પુરૂષોને વધુ થાય છે?

NIDCR ના રિસર્ચ પ્રમાણે ઓરલ કેન્સર મોટા ભાગે 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં થાય છે. તે મહિલાઓના મુકાબલે પુરૂષોમાં વધુ થાય છે. તમાકુ અને દારૂનું સેવન કરવાથી મોઢાના કેન્સરનો ખતરો વધી શકે છે, જ્યારે HPV સંક્રમણ ગળાના પાછલા ભાગમાં કેન્સરનું કારણ બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં HPV સાથે જોડાયેલા ઓરલ કેન્સરના મામલા વધ્યા છે. અમેરિકામાં દર વર્ષે સામે આવનાર કુલ કેન્સરના મામલામાં ઓરલ કેન્સરની ભાગીદારી 3 ગણી છે. વર્ષ 2022મા તેના આશરે 54000 નવા કેસ સામે આવ્યા હતા.

આ પણ વાંચોઃ સવારમાં પલંગમાંથી ઉતરતી વખતે એડી અને તળિયામાં દુખાવો કેમ થાય છે?

મોઢામાં ચાંદા કેમ પડે છે?

તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે શરીરમાં વિટામિન બી12, આયરન કે ફોલેટની ઉણપ, સ્ટ્રેસ કે મોઢામાં ઈજા થવી વગેરે. ઘણીવાર કેટલીક દવાઓને કારણે પણ ચાંદા પડી શકે છે. સામાન્ય રીતે તે એક-બે સપ્તાહમાં ઠીક થઈ જાય છે, પરંતુ વારંવાર થવા લાગે કે લાંબા સમય સુધી ઠીક ન થાય તો ડોક્ટરની સલાહ પર ટેસ્ટ કરાવવો જોઈએ.

લાંબા સમય સુધી મોઢામાં ચાંદા રહેવા કેટલા યોગ્ય છે?

મોઢામાં ચાંદા પડવા સામાન્ય વાત છે અને મોટા ભાગે ઠીક થઈ જાય છે, પરંતુ જો કોઈ ચાંદા બે-ત્રણ સપ્તાહ સુધી ઠીક ન થાય, વારંવાર લોહી પડે કે તેનો આકાર વધવા લાગે તો ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.
પેઢા કે જીભ શું સંકેત આપે છે?

જો જીભ, પેઢા, ગાલની અંદરના ભાગ કે મોઢામાં કોઈ જગ્યાએ સફેદ કે લાલ રંગના ડાઘ જોવા મળે અને તે લાંબા સમય સુધી રહે તો તેને નજરઅંદાજ ન કરો. આવા ધબ્બા ઘણીવાર કેન્સરની પહેલા થતાં ફેરફાર કે મોઢાના કેન્સર સાથે જોડાયેલા હોઈ શકે છે. પરંતુ દરેક ધબ્બા કેન્સરનો સંકેત હોતો નથી. ઘણીવાર તે પાણીની કમી કે કોઈ વસ્તુ ખાવાને કારણે પણ થઈ શકે છે. તેથી કેલ્શિયમ કે વિટામિનની દવા લેતા પહેલા ડોક્ટર સાથે જરૂર વાત કરો.

દાંતની પાસે હાડકું નબળું પડવું
જો તમારા દાંત અચાનક ઢીલા પડવા લાગે તો તેને પેઢાની સમસ્યા સમજી નજરઅંદાજ ન કરો. દાંત ઢીલા પડવાં પણ મોઢાના કેન્સરનો સંકેત હોઈ શકે છે. પરંતુ પેઢાની બીમારી અને દાંતની આસપાસનું હાડકું નબળું પડવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.

મોઢામાં સતત દુખાવો કે બળતરા ક્યારે થાય છે?
જો મોઢું, જીભ, પેઢા કે જડબામાં સતત દુખાવો રહે છે તો તેને નજરઅંદાજ ન કરવો જોઈએ. ખાસ કરી ત્યારે જ્યારે દુખાવાની સાથે સોજા, ઘાવ કે કોઈ પ્રકારની ગાંઠનો અનુભવ થાય.

આ પણ વાંચોઃ સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

મોઢામાં ગાંઠ કે સોજાનો અનુભવ થાય તો શું કરવું?
મોઢાની અંદર જીભ, પેઢા, ગાલ કે હોંઠ પર કોઈ ગાંઠ, સોજા જોવા મળે તો તેને હળવાશમાં ન લો. આ રીતે ગરદનમાં ગાંઠ બનવી પણ યોગ્ય નથી.

ભોજન ચાવવા અને ઉતારવામાં મુશ્કેલી
ભોજન કરવા સમયે દુખાવો થવો, ગળવામાં મુશ્કેલી થવી કે મોઢું સંપૂર્ણ રીતે ખોલવામાં મુશ્કેલી થાય તો મોઢાના કેન્સરના લક્ષણ હોઈ શકે છે. જો આવી મુશ્કેલી સતત રહે તો તેને નજરઅંદાજ ન કરો.

મોઢામાં વારંવાર લોહી પડવું
જો મોઢાની અંદર કોઈ સ્પષ્ટ કારણ વગર વારંવાર લોહી પડે છે કે જીભ, હોંઠ કે મોઢાના કોઈ ભાગમાં સુન્નતાનો અનુભવ થાય છે તો ડોક્ટરની સલાહ લો.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES