બોડીમાં શુગર વધી ગઈ હોય તો હાથમાં જોવા મળે છે આ 5 સંકેત, અવગણવાની ભૂલ ન કરતા
જ્યારે બોડીમાં શુગરની સમસ્યા કે હાઈ બીપીની સમસ્યા સર્જાતી હોય તો બોડી કેટલાક સંકેત આપતું હોય છે. જો તે સંકેત અવગણવામાં આવે તો ભારે પડી શકે છે.
જો તમને કારણવગર થાક લાગતો હોય, વારંવાર તરસ લાગતી હોય, અચાનક વજનમાં ઉથલપાથલ જોવા મળતી રહી હોય પરંતુ આમ છતાં તેને તમે સામાન્ય ગણી લેતા હોવ તો ચેતી જજો. કારણ કે તે તમને ભારે પડી શકે છે. કારણ કે આ સંકેતો હાઈ બીપી કે ડાયાબિટીસનો સંકેત આપી શકે તેવું બની શકે. કારણ કે જ્યારે શરીર યોગ્ય રીતે ઈન્શ્યુલીન ઉપયોગમાં ન લઈ શકતું હોય તો તેના લક્ષણ તમને ધીરે ધીરે શરીરના અલગ અલગ ભાગોમાં જોવા મળે છે. આવા લક્ષણોને જો શરૂઆતમાં જ ઓળખી લેવામાં આવે તો સ્થિતિ કાબૂમાં રહી શકે છે.
એક્સપર્ટના જણાવ્યાં મુજબ ડાયાબિટીસ કે ઈન્શ્યુલિન રેઝિસ્ટેન્સના કારણે શરીરમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળતા હોય છે. જેમાંથી કેટલાક હાથમાં તો કેટલાક પગમાં જોવા મળે છે. કેટલાક લક્ષણો ડાયાબિટીસ શરૂ થાય તે પહેલા હાથમાં જોવા મળતા હોય છે જેને પ્રી ડાયાબિટીસ કહે છે અને કેટલાક લક્ષણો ડાયાબિટીસ થાય બાદ હાથમાં જોવા મળતા હોય છે.
જો પ્રીડાયાબિટીસવાળી સ્થિતિ હોય તો તેને કાબૂમાં કરીને નોર્મલ સ્થિતિમાં જઈ સકાય છે. એટલે કે રિવર્સ કરી શકાય છે. જ્યારે ડાયાબિટીસના લક્ષણોને તમે બ્લડ શુગર વધી ગઈ એ સમજીને શુગર નોર્મલ કરી શકો છો. ત્યારે ડાયાબિટીસની સ્થિતિમાં શરીરમાં કયા કયા લક્ષણો જોવા મળતા હોય છે તે ખાસ જાણો.
પ્રિડાયાબિટીસના લક્ષણો
આંગળીના સાંધાનો પાછળનો ભાગ કાળો પડવો
- હાથનો હથેળીનો નહીં પરંતુ પાછળના ભાગમાં આગળીઓ પર જોવા મળતા સાંધા જેવો ભાગ (નકલ્સ) જોવા મળતા હોય છે તે કાળા પડે એ ડાયાબિટીસનો શરૂઆતનો સંકેત હોઈ શકે છે. જો તમારા હાથની આંગળીઓના પાછળના ભાગનો રંગ, સ્કીન ખરબચડી જોવા મળે તો સાવધાન થઈ જજો. આંગળીની પાછળની સ્કીન મોટી કે મખમલી જોવા મળે તો આ સ્થિતિને એકેન્થોસિસ નાઈગ્રિકન્સ (Acanthosis Nigricans) કહી શકાય.
- આ સ્થિતિ ઈન્શ્યુલિન રેઝિસ્ટેન્સ સાથે જોડાયેલી હોય છે.
- તેની સાથે ગળું, બગલ અને શરીરની ત્વચાના અન્ય ભાગો પર પણ આવી ડાર્ક અને જાડી ચામડી જોવા મળી શકે છે.
- જો કે ફક્ત નકલ્સનું કાળું પડવું એ ડાયાબિટીસનો સંકેત ગણી શકાય નહીં.
- ભારતમાં સ્કીનમાં નકલ્સનું થોડું ડાર્ક જોવા મળવું એ સામાન્ય પણ હોઈ શકે.
- પરંતુ જ્યારે કલર ડાર્ક થવાની જગ્યાએ ચામડી જાડી કે મખમલી મહેસૂસ થાય તે ચિંતાનું કારણ બની શકે.
સ્કિન ટેગ્સ
- બીજો સંકેત એ હાથો પર જોવા મળતા સ્કિન ટેગ્સ છે. ત્વચા પર નાની નાની નરમ લટકણ જેવી રચના જોવા મળતી હોય છે. જે ગળા, પલક, બગલ કે શરીરની ત્વચા પર જોવા મળે છે. અનેક રિસર્ચમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે સ્કિન ટેગ્સ અને ઈન્શ્યુલિન રેઝિસ્ટન્સ વચ્ચે સંબંધ છે. ખાસ કરીને કોઈ વ્યક્તિમાં સ્કિન ટેગ્સની સાથે એકેન્થોસિસ નાઈગ્રીકન્સ પણ હોય તો તરત ડોક્ટર પાસે બ્લડ શુગર કે મેટાબોલિક હેલ્થની તપાસ કરાવવી જરૂરી છે.
- જો કે સ્કિન ટેગ્સ ફક્ત ડાયાબિટીસના કારણે થાય છે એવું નથી. બીજી પણ બીમારીઓ જેમ કે થાઈરોઈડ, પીસીઓએસ, અને કેટલાક જરૂરી વિટામીનની કમીના કારણે પણ થઈ શકે.
ટાયાબિટીસ કન્ફર્મ થાય અને ડાઈ બ્લડ શુગરની સ્થિતિમાં જોવા મળતા સંકેત
પ્રાર્થના કરતી વખતે આ ચેક કરો
- ભગવાન સામે જ્યારે પ્રાર્થના કરતા હોવ ત્યારે હાથ જોડીને જે રીતે ઊભા રહીએ એમ બંને હાથ જોડો અને આંગળીઓને સીધી અને કોણીને પણ સીધી દિશામાં રાખો.
- હાથને જોડવાથી જો હાથની આંગળીઓ અને હથેળીઓમાં તમને ગેપ જોવા મળે તો તેને નજરઅંદાજ ન કરવો.
- આ ગેપ વધતી ઉંમર કે સાંધાની સમસ્યાના કારણે નહીં પરંતુ તે ગ્લાઈકેશન નામની એક પ્રોસેસના કારણે હોઈ શકે છે.
- જ્યારે બ્લડમાં શુગરનું પ્રમાણ લાંબા સમય સુધી વધુ રહે તો તે શુગર બોડીના પ્રોટીનની સાથે બાઈન્ડ કરવાનું શરૂ કરે છે. જેને ગ્લાઈકેશન કહે છે.
- આ ગ્લાઈકેશનના કારણે ચામડી અને આંગળીઓ કડક થાય છે અને તે સીધી થઈ શકતી નથી.
- જો કે તે ડાયાબિટીસ થઈ જ ગયો છે તે કન્ફર્મ કરનારો ટેસ્ટ નથી પરંતુ જો આવો બદલાવ સતત જોવા મળે તો ડોક્ટર પાસે તપાસ કરાવી લેવી.
આંગળીઓનું લોક થવું કે અટકવું
- સવારે ઉઠીને મુઠ્ઠી બનાવીને તેને ધીરે ધીરે ખોલો.
- જો કોઈ આંગળી વળી ગયા બાદ અટકી જાય અને પછી ઝટકાથી ખુલે તો તેને ટ્રિગર ફિંગર કહી શકાય.
- ડાયાબિટીસવાળા લોકોમાં ટ્રિગર ફિંગરનું જોખમ સામાન્ય લોકોની સરખામણીમાં વધુ હોઈ શકે છે.
- તેમાં આંગળી વાળવા કે સીધી કરવામાં પરેશાની, દુખાવો કે જકડામણ મહેસૂસ થઈ શકે છે.
- જો કે આંગળીનું અટકવું એ ફક્ત ડાયાબિટીસનું કારણ ન પણ હોઈ શકે. તેની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે. આથી સમયાંતરે ડોક્ટરી તપાસ કરાવવી જોઈએ.
હાથ પગમાં ઝણઝણાટી, સુન્ન થઈ જવું
- હાથ કે પગોમાં વારંવાર ઝણઝણાટી, બળતરા કે સુન્નપણું એ ડાયાબિટિક ન્યૂરોપેથી સંલગ્ન હોઈ શકે છે.
- લાંબા સમય સુધી બ્લડ શુગર વધેલી હોય તો નસોને નુકસાન પહોંચી શકે છે.
- ડાયાબિટિક ન્યૂરોપેથીમાં લક્ષણો મોટાભાગે પગથી શરૂ થઈ હાથો સુધી પહોંચતા હોય છે.
બુલોસિસ ડાયપિટિકરમ
- ડાયાબિટીસમાં એક દુર્લભ સ્કીન સમસ્યા બુલોસિસ ડાયબિટિકરમ (Bullosis Diabeticorum) જોવા મળી શકે છે. જેમાં કોઈ પણ ઈજા, બળતરા કે હાથ પગ મસળ્યા વગર અચાનક ધબ્બા જોવા મળી શકે છે.
- આ ધબ્બા સામાન્ય રીતે કોઈ દુખાવો ન થાય તેવું બની શકે.
- ડાયાબિટીસવાળા દર્દીઓમાં આવા ફોડલા જોવા મળે તો જાતે ફોડવા નહીં. ડોક્ટર પાસે જવું.
હાથ પર નાના પીળા દાણા
- હાથ, કોણી, જાંઘો પર અચાનક નાના નાના પીળા કે મોતી જેવા ધબ્બા જોવા મળે તો તે ઈરેક્ટિવ જૈન્થોમાસ હોઈ શકે છે. તેનો સંબંધ લોહીમાં વધુ પડતા ટ્રાઈગ્લિસરાઈડ્સ હોવાનો હોઈ શકે. આથી તેને ફક્ત એલર્જી કે ફંગલ ઈન્ફેક્શન ન સમજવું.
- વધુ પડતા ટ્રાઈગ્લિસરાઈડ્સ સાથે પેન્ક્રિયાટાઈટિસનું જોખમ પણ વધી શકે છે.
- આવા સ્કિન ફેરફાર જોવા મળે તો ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.