• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /How To Give CPR: આ સ્થિતિમાં દર્દીને CPR આપવાનું ટાળવું, જાણો CPR આપવાની સાચી રીત

How To Give CPR: આ સ્થિતિમાં દર્દીને CPR આપવાનું ટાળવું, જાણો CPR આપવાની સાચી રીત

When And How To Give CPR: હાર્ટ એટેકમાં દર્દીને સીપીઆર આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક સ્થિતિમાં સીપીઆર ન આપવું જોઈએ ? નથી જાણતાં તો ચાલો તમને જણાવીએ સીપીઆર સંબંધિત જરૂરી જાણકારીઓ.

Written ByKrupa Shah
Published: Oct 11, 2026, 08:56 AM IST|Updated: Oct 11, 2026, 08:58 AM IST
joinshare
How To Give CPR: આ સ્થિતિમાં દર્દીને CPR આપવાનું ટાળવું, જાણો CPR આપવાની સાચી રીત

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

    ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

    2

    દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

    3

    નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

    4

    અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

    5

    સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    When And How To Give CPR: કોઈ વ્યક્તિનું હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે તો તેને CPR આપવામાં આવે છે. CPR એવી પ્રક્રિયા છે જેને કરવાથી હૃદય ફરીથી ધબકતું થઈ શકે છે અને વ્યક્તિનો જીવ બચી શકે છે. CPR જીવન બચાવી શકે તેવી પ્રક્રિયા છે પરંતુ CPR કઈ રીતે આપવું અને કઈ સ્થિતિમાં આપવું તેની જાણકારી હોવી જરૂરી છે. જો તમને સીપીઆર કેવી રીતે આપવું જોઈએ અને ક્યારે આપવું જોઈએ તેના વિશે જાણકારી નથી તો ચાલો તમને જણાવીએ કે CPR અંગે ડોક્ટર શું કહે છે.

    CPR આપવાની રીત

    આ પણ વાંચો: હાર્ટ એટેકમાં સૌથી પહેલું લક્ષણ કયું દેખાય ? જાણો દર્દી હોસ્પિટલ પહોંચે તે પહેલા તેને કેવી પ્રાથમિક સારવાર આપવી

    સીપીઆર આપવાની ખાસ પદ્ધતિ હોય છે. સીપીઆર આપતી વખતે હથેળીનો નીચેનો ભાગ દર્દીની છાતીની વચ્ચે રાખવો. છાતી પર આખા પંજાનો ભાર રાખવો નહીં. હથેળીના નીચલા ભાગને છાતીની વચ્ચે રાખો અને તેની ઉપર બીજો હાથ રાખવો. ત્યાર પછી બંને હાથની મદદથી છાતી પર જોરથી પ્રેશર કરવું. હૃદય બંધ થઈ ગયું હોય તેવી સ્થિતિમાં એક મિનિટમાં 100 થી 120 વખત છાતી દબાવવાનો પ્રયત્ન કરવો. દરેક વખતે છાતી પર પ્રેસર આપ્યા પછી ફરીથી પ્રેશર આપવો. એક પછી એક એમ 30 વખત છાતી દબાવ્યા પછી બે વખત મોઢેથી કૃત્રિમ શ્વાસ આપવો. ત્યાર પછી ફરી વખત છાતી દબાવીને CPR આપવો.

    આ પણ વાંચો: ગોળી ખાતી વખતે કેટલું પાણી પીવું ? આજે ડોક્ટરે જણાવેલી દવા ખાવાની સાચી રીતે જાણી જ લો

    CPR કેવી સ્થિતિમાં ન આપવું ?

    હાર્ટ અટેકના દરેક મામલામાં દર્દીને CPR ની જરૂર પડતી નથી. હાર્ટ એટેક આવે એટલે સીપીઆર આપવું જરૂરી નથી. ખાસ કરીને જ્યારે વ્યક્તિ ભાનમાં હોય, પ્રતિક્રિયા આપી રહ્યું હોય અને તેના શ્વાસ સામાન્ય રીતે ચાલી રહ્યા હોય તો CPR આપવાની કોઈ જરૂર હોતી નથી. જ્યારે વ્યક્તિનું હૃદય અને શ્વાસ અટકી જાય ત્યારે જ CPR આપવાનું હોય છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ બેભાન હોય પણ તેના શ્વાસ ચાલતા હોય અને ધબકારા પણ આવતા હોય તો આવા સમયે પણ તેની છાતી પર પ્રેશર આપવું નહીં.

    આ સિવાય કોઈ વ્યક્તિને હાર્ટ અટેક જેવા લક્ષણો દેખાય છે પરંતુ તે ભાનમાં છે અને શ્વાસ પણ લઈ શકે છે તો એવી સ્થિતિમાં પણ સીપીઆરની જરૂર પડતી નથી. આ સ્થિતિમાં દર્દીને જ ડોક્ટર પાસે જવા જોઈએ.

    આ પણ વાંચો: Healthy Heart Test: 1-1 મિનિટના આ 3 કામ કરો, તમને ખબર પડી જશે તમારું હાર્ટ હેલ્ધી છે કે નહીં

    CPR ક્યારે આપવું ?

    CPR એવી મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં આપવું જ્યારે કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈને પડી જાય, તેને બોલાવવા પર તે કોઈ પ્રતિક્રિયા ન આપે, હૃદયના ધબકારા અટકી ગયા હોય, કે પછી દર્દી ના શ્વાસ ન ચાલતા હોય ત્યારે સીપીઆર આપવાની શરૂઆત કરવી જોઈએ. જોકે સીપીઆર આપીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરવાની સાથે જ દર્દીને તુરંત હોસ્પિટલ પહોંચાડવાની તૈયારી પણ કરવી જોઈએ.


    (Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Health News