SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પેટમાં દુખાવો અને બળતરા ક્યારે બને છે કેન્સરનું કારણ? જાણો Stomach Cancer વિશે મહત્વની બાબતો

Stomach Cancer Symptoms: કેન્સર રિસર્ચ યુકે અનુસાર પેટનું કેન્સર થવા પર વ્યક્તિને કેટલીક સમસ્યાનો અનુભવ થાય છે. જો તમને પણ શરીરમાં આવી સમસ્યા જોવા મળે તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ. અહીં જાણો પેટનું કેન્સર થવા પર કેવા લક્ષણ જોવા મળે છે.

Written By Gokani Dhaval
Published: Sep 30, 2026, 02:58 PM IST | Updated: Sep 30, 2026, 03:02 PM IST
Join

Stomach Cancer Signs And Symptoms: પેટ પાચનતંત્રનો ગિસ્સો હોય છે. પેટમાં ભોજન સ્ટોર થાય છે અને પચે છે, જેનાથી શરીર ભોજનના પોષક તત્વોનું શોષણ કરે છે. તેવામાં પેટમાં થનાર કેન્સરને ગેસ્ટ્રિક કેન્સર (Gastric Cancer) પણ કહેવામાં આવે છે. પેટમાં  એબ્રોર્મલ સેલ્સના વધવા પર કેન્સર થાય છે. આ એબ્રોર્મલ સેલ્સ પેટથી શરૂ થઈ અન્ય અંગો સુધી ફેલાઈ શકે છે. પરંતુ પેટના કેન્સરના શરૂઆતી લક્ષણોને હંમેશા સામાન્ય સમસ્યા સમજી લેવામાં આવે છે, જેના કારણે આ કેન્સરની તપાસ અને સારવારમાં વિલંબ થવા પર કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય છે. તેવામાં કેન્સરને સમય રહેતા ઓળખવા અને જલ્દી સારવાર શરૂ કરાવવી જરૂરી છે. કેન્સર રિસર્ચ યુકે વેબસાઇટથી શેર કરવામાં આવેલી જાણકારી અનુસાર જાણો પેટના કેન્સરમાં કેવા લક્ષણ જોવા મળે છે.

પેટના કેન્સરના શું લક્ષણ હોય છે
પેટનું કેન્સર થવા પર કેટલાક સામાન્ય લક્ષણ છે જે જોવા મળી શકે છે –
- ગળે ઉતારવામાં સમસ્યા થવી
- કારણ વગર વજન ઘટી જવું
- પેટમાં દુખાવો થવો
- અપચાની સમસ્યા
- ઓછું જમ્યા બાદ પણ પેટ ભરેલું લાગવું
- ભૂખ ઓછી થવી
- મળનો રંગ બદલાવો
- રેડ બ્લડ સેલ્સની કમીને કારણે થાકનો અનુભવ થવો

આ પણ વાંચોઃ માત્ર ખાંસી જ નહીં, આ 7 ગંભીર લક્ષણો પણ હોઈ શકે છે ટીબી (TB) ની નિશાની; તમે પણ જાણો

અપચો અને બળતરા
પેટના કેન્સરમાં અપચો અને બળતરા જેવા લક્ષણ છે, જેને લોકો સામાન્ય એસિડિટી સમજવાની ભૂલ કરે છે. ભોજન ન પચવા અને ફૂડ પાઇપ સુધી ભોજન ન આવવાની સમસ્યા એસિડિટીમાં થાય છે. પરંતુ પેટનું કેન્સર થવા પર આવા લક્ષણ જોવા મળી શકે છે. તેમાં પેટ ફૂલાયેલું રહે છે, બીમાર અનુભવ થાય છે. છાતી કે પેટમાં અસહજતા થાય છે અને ભોજન બાદ બળતરા થાય છે.

ઉલ્ટીમાં જોવા મળી શકે છે લોહી
પેટના કેન્સરના કેટલાક મામલામાં ઉલ્ટીમાં લોહી આવવાની સમસ્યા થઈ શકે છે. તેમાં ઉલ્ટીમાં ચાલ ચટાક રંગ જોવા મળે છે. તેવું પણ થઈ શકે કે ઉલ્ટીમાં ગાઢ કોફી ગ્રાઉન્ડ્ના રંગ જેવી વસ્તુ જોવા મળે.

મળમાં લોહી પડવું
કેન્સરનું એક લક્ષણ છે કે મળમાં લોહી જોવા મળે છે. તેમાં મળત્યાગ કરવા સમયે લોહી નીકળે છે કે પછી સ્ટૂલ એટલે કે મળનો રંગ ભૂરો કે કાળો જોવા મળે છે. આ ઇન્ટરનલ બ્લીડિંગનું લક્ષણ હોઈ શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES