યુરિક એસિડમાં દૂધ પીવું જોઈએ કે નહીં? જાણો કેમ વધે છે ગાઉડ એટેકનો ખતરો
યુરિક એસિડમાં દૂધ પીવાને લઈને લોકો ગુંચવણમાં રહે છે કે દૂધ પીવું કે નહીં? આવો જાણીએ યુરિક એસિડમાં દૂધ પીવું જોઈએ કે નહીં.
યુરિક એસિડથી પરેશાન દર્દીઓને પોતાના ડાયટમાં પ્યુરીન રિચ ડાયટ ન લેવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આવા આહારનું સેવન કરવાથી યુરિક એસિડનો એટેક આવી શકે છે, જેના કારણે દુખાવો, બળતરાની ફરિયાદ વધી જાય છે. હકીકતમાં જ્યારે તમે આ પ્રકારના આહારનું સેવન કરો છો તો સાંધામાં યુરિક એસિડ જમા થવા લાગે છે, જેના કારણે તીખા ક્રિસ્ટલ બની શકે છે, જેનાથી ગાઉડની સમસ્યા થઈ શકે છે. તેવામાં હંમેશા લોકોના મનમાં સવાલ રહે છે કે શું યુરિક એસિડમાં દૂધ પી શકાય? જો તમારા મનમાં પણ આ સવાલ છે તો અહીં તેનો જવાબ જાણીશું. આવો જાણીએ શું યુરિક એસિડમાં દૂધ પી શકાય કે નહીં?
શું યુરિક એસિડમાં દૂધ પીવું જોઈએ?
આર્થરાઇટિસ ફાઉન્ડેશન અનુસાર યુરિક એસિડમાં ફેટવાળા ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવાની મનાઈ કરવામાં આવે છે. આ પ્રકારના પ્રોડક્ટના સેવનથી યુરિક એસિડનું લેવલ ઘટી શકે છે, જેનાથી ગાઉડના એટેકનો ખતરો ઘટી શકે છે. જો લો ફેટ દૂધની વાત કરીએ તો તેમાં પ્રોટીન હોય છે, જે શરીરમાંથી યુરિક એસિડને પેશાબ દ્વારા બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
શું દૂધ પીવાથી યુરિક એસિડની સમસ્યા વધે છે?
ઘણા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ગાઉટ એટલે કે હાઈ યુરિક એસિડની સ્થિતિમાં દૂધ પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે મુશ્કેલી વધારવાની જગ્યાએ ઘટાડે છે. આર્થરાઇટિસ ફાઉન્ડેશન ગાઉટથી પીડિત લોકોને ઓછા ફેટવાળું દૂધ પીવાની સલાહ આપે છે.
આ પણ વાંચોઃ ઘરમાં રાખવા જેવા 4 ડિવાઈસ, મેડિકલ ઈમરજન્સી સમયે આ વસ્તુઓ આવે છે કામ
દૂધમાં રહેલું પ્રોટીન શરીરમાંથી વધારાનું યુરિક એસિડ બહાર કાઢવામાં મદદ કરી શકે છે, જેમાં લોહીમાં યુરિક એસિડનું લેવલ ઘટી શકે છે અને ગાઉડનો ખતરો ઓછો થઈ શકે છે. તેવામાં તેનાથી કોઈ પ્રકારની પરેશાની વધતી નથી. પરંતુ ધ્યાન રાખો કે ફુલ ક્રીમ મિલ્કનું સેવન ન કરો.
યુરિક એસિડમાં કેટલું દૂધ પીવું જોઈએ?
કેટલીક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે યુરિક એસિડથી પીડિત દર્દી દરરોજ કે દરેક સપ્તાહમાં ઓછા ફેટવાળી ડેરી પ્રોડક્યનું સીમિત સેવન કરી શકે છે, જેમાં એક સર્વિંગ એટલે કે એક ગ્લાસ દૂધ કે 1 કટોરી દહીં ખાઈ શકે છે.