પુરુષો કરતાં મહિલાઓને માઈગ્રેન વધુ કેમ થાય ? જાણો કારણો અને માઈગ્રેનના ઉપાયો
પુરુષોની સરખામણીમાં મહિલાઓ માઈગ્રેનના કારણે વધારે પરેશાન રહે છે. મહિલાઓને આ તકલીફ શા માટે વધારે થાય છે અને તેના ઉપાયો કયા છે ચાલો આજે જાણીએ.
માઇગ્રેનની સમસ્યા પુરુષો કરતાં મહિલાઓમાં વધારે જોવા મળે છે. માઈગ્રેન થવાના કારણો અલગ અલગ હોય છે પરંતુ મહિલાઓમાં આ તકલીફ વધારે જોવા મળે તેના પણ અલગ કારણો હોય છે. આજે જાણીએ પુરુષો કરતાં મહિલાઓને માઈગ્રેનની તકલીફ વધારે શા માટે થાય છે અને તેનાથી છુટકારો મેળવવાનો ઉપાય શું છે.
માઈગ્રેનનો દુખાવો
માઈગ્રેનમાં માથાની કોઈપણ એક તરફ ભયંકર દુખાવો થાય છે. સામાન્ય માથાના દુખાવા કરતા માઈગ્રેનનો દુખાવો અલગ હોય છે માઇગ્રેનમાં અડધા માથામાં તીવ્ર દુખાવો થાય છે. માઈગ્રેનનો દુખાવો કેટલાક કલાકોથી લઈને દિવસો સુધી રહી શકે છે. માઈગ્રેન એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જેમાં અડધા માથામાં તીવ્ર દુખાવાની સાથે ઉલટી, ઉબકા અવાજથી તકલીફ જેવી સમસ્યા પણ થાય છે.
મહિલાઓને માઈગ્રેન થવાના મુખ્ય કારણો
- મહિલાઓમાં માઈગ્રેન થવાનું મુખ્ય કારણ હોર્મોનમાં ફેરફાર હોઈ શકે છે. મહિલાઓમાં એસ્ટ્રોજનના લેવલમાં ચડાવ ઉતાર થતો હોય તો માઈગ્રેન થઈ શકે છે.
આ પણ વાંચો: Cancer Risk: હાર્ટ પ્રોબ્લેમ અને ડાયાબિટીસ જ નહીં, વધતું વજન કેન્સરનું જોખમ પણ વધારે છે
- સંશોધનોમાં એ વાત પણ સાબિત થઈ છે કે સ્ટ્રેસના કારણે અને ઊંઘના અભાવના કારણે પણ મહિલાઓમાં માઈગ્રેન ટ્રિગર થઈ શકે છે. ભાવનાત્મક સ્ટ્રેસના કારણે ઊંઘ ઓછી થાય અને તેના કારણે માઈગ્રેન થઈ શકે છે.
- મહિલાઓમાં માઈગ્રેન વધારે થવાનું ત્રીજું કારણ ભોજનનો અનિયમિત સમય પણ છે. ઘરમાં મહિલાઓના જમવાના સમયમાં રોજ ફેરફાર થતા હોય છે ઘણી વખત મહિલાઓ સવારનો નાસ્તો પણ કરતી નથી અને બે સમયના ભોજનમાં પણ કલાકોનું અંતર હોય છે જેના કારણે માઇગ્રેન ટ્રિગર થઈ શકે છે
- સંશોધન અનુસાર શરીરમાં આયરનની ખામી એટલે કે એનિમિયા હોય તો પણ માઈગ્રેન થઈ શકે છે. અને ભારતમાં 15 થી 49 વર્ષની અંદાજિત 57 ટકા મહિલાઓ માં આયરનની ઉણપ જોવા મળે છે.
આ કારણો સિવાય પણ માઈગ્રેન થવાના અલગ અલગ કારણો છે મહિલાઓને ફક્ત આ કારણોથી જ માઈગ્રેન થાય તેવું નથી. કોઈપણ કારણસર માઈગ્રેનની તકલીફ હોય તો તેનાથી છુટકારો મેળવવાના 3 સરળ આયુર્વેદિક ઉપાય પણ જાણી લો.
આ પણ વાંચો: Epilepsy First Aid: કોઈને વાઈનો હુમલો આવે ત્યારે શું કરવું અને શું નહીં? દરેક વ્યક્તિએ જાણવી જોઈએ આ વાત
માઈગ્રેન માટે આયુર્વેદિક ઉપાય
ચંદનનો લેપ
માઇગ્રેનથી રાહત મેળવવા માટે માથા પર ચંદનનો લેપ કરી શકો છો. જ્યારે પણ માથું દુખતું હોય ત્યારે ચંદનની પેસ્ટ બનાવી તેને માથા પર લગાવો. ચંદનની તાસીર ઠંડી હોય છે જે માથામાં વધેલી ગરમીને ઓછી કરે છે.
નાકમાં ઘી
માઈગ્રેનથી રાહત મેળવવા માટે દેશી ઘી પણ ઉપયોગી છે. જે લોકોને માઈગ્રેન હોય તેમણે રાતે સુતા સમયે બંને નાકમાં ગાયના ઘીના બે બે ટીપા ઉમેરવા જોઈએ. આ ઉપાયથી વાત અને પિત દોષ શાંત થાય છે.
હર્બલ ચા
માઈગ્રેનથી રાહત મેળવવા માટે હર્બલ ચા પણ પી શકો છો. તેના માટે પાણીમાં ફુદીનાના પાન, આદુ ઉમેરીને પાણી ઉકાળવું અને ત્યાર પછી તેને ગાળીને પી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)