SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Thalipeeth Recipe: સવારના નાસ્તામાં ખાવાની મજા પડે તેવી જુવારના લોટની થાલીપીઠ બનાવવાની રીત

Thalipeeth Recipe: સવારે નાસ્તામાં લાઈટ અને ટેસ્ટી ખાવાની ઈચ્છા હોય તો થાલીપીઠ ટ્રાય કરો. તેમાં પણ જુવારના લોટની થાલીપીઠ વજન ઓછું કરવાની ટ્રાય કરતાં લોકો માટે બેસ્ટ નાસ્તો છે.

Written By Krupa Shah
Published: Oct 21, 2026, 02:51 PM IST | Updated: Oct 21, 2026, 02:54 PM IST
Join

Thalipeeth Recipe: સવારના સમયે સ્વાદિષ્ટ અને હલકો ફૂલકો નાસ્તો કરવો હોય તો જુવારના લોટની થાલીપીઠ બનાવી શકો છો. થાલીપીઠ મહારાષ્ટ્રનો ફેમસ નાસ્તો છે. થાલીપીઠ ફટાફટ બની જાય છે અને ચા કે દહીં સાથે તેનું કોમ્બિનેશન પણ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને થાલીપીઠ કેવી રીતે બનાવવાની હોય તેની રીત ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ.

થાલીપીઠ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. જે સ્વાદિષ્ટ હોય છે. થાલીપીઠ જો તમે જુવારના લોટની બનાવો છો તો તમે ગ્લુટન ફ્રી નાસ્તો કરી શકો છો. તો ફટાફટ નોંધી લો જુવારના લોટની થાલીપીઠ કેવી રીતે બનાવવી.

થાલીપીઠ માટેની સામગ્રી

એક કપ જુવારનો લોટ 
બે ચમચી ચણાનો લોટ 
પનીર અડધો કપ 
ઝીણી સમારેલી ડુંગળી 
લાલ મરચું પાવડર 
મીઠું 
ચાટ મસાલો 
અજમા 
પાણી

થાલીપીઠ બનાવવાની રીત

એક મોટા વાસણમાં જુવારનો લોટ પનીર, ઝીણી સમારેલી ડુંગળી અને ચણાનો લોટ મિક્સ કરો.

આ મિશ્રણમાં લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ચાટ મસાલો અજમા ઉમેરો.

બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને તેમાં થોડું થોડું પાણી ઉમેરો.. મિશ્રણમાં પાણી એટલું ઉમેરવું જેનાથી એક સોફ્ટ લોટ બની જાય.

લોટ તૈયાર થઈ જાય પછી તવો ગરમ કરવા મુકો. તેના પર થોડું તેલ લગાવો અને પછી જુવારના લોટનું મિશ્રણ લઈ તેને તવા પર રાખી ધીરે ધીરે ફેલાવો.

જો તમને તવા પર ડાયરેક્ટ થાલીપીઠ ફેલાવી ન ફાવે તો તમે પાટલા પર એક કપડું રાખી તેના પર થાલીપીઠ ફેલાવી લો અને પછી કપડાની મદદથી ડાયરેક્ટ થાલીપીઠને તવા પર મૂકી દો.

થાલીપીઠ તવા પર મૂકો ત્યારે ગેસને મીડીયમ ફ્લેમ પર રાખો અને ધીરે ધીરે થાલીપીઠ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

જ્યારે થાલીપીઠ બન્ને તરફથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારે પ્લેટમાં કાઢી સર્વ કરો. આ થાલીપીઠ તમે દહીં ચા સાથે સર્વ કરી શકો છો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES