SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

એકલા ફરવા જવું છે ? આ 5 જગ્યાઓ સોલો ટ્રીપ માટે બેસ્ટ, એકલા ફરવાનો પહેલો અનુભવ યાદગાર બની જશે

સોલો ટ્રાવેલ એટલે કે એકલા ફરવા જવું એ પણ એક અલગ જ અનુભવ છે. એકલા ફરવાની મજા માણવી હોય તો પહેલીવાર એવી જગ્યા પસંદ કરો જે તમારા અનુભવને યાદગાર બનાવે. આજે તમને ભારતની 5 જગ્યા વિશે જણાવીએ જે સોલો ટ્રાવેલ ફ્રેન્ડલી છે.

Written By Krupa Shah
Published: Nov 21, 2026, 13:07 IST | Updated: Nov 21, 2026, 13:11 IST
Join

સોલો ટ્રાવેલ એટલે કે એકલા ફરવાનો ક્રેઝ છેલ્લા ઘણા સમયથી વધ્યો છે. આ ક્રેઝ એમ જ નથી વધ્યો. સોલો ટ્રાવેલ એટલે કે એકલા ફરવા જાવ તેનો અનુભવ અલગ જ હોય છે. જે લોકો ફરવાના શોખીન હોય તેમણે જીવનમાં એક વખત સોલો ટ્રાવેલની મજા પણ માણવી જોઈએ. જો તમે આજ સુધી સોલો ટ્રીપ પર નથી ગયા તો એક વખત એકલા ફરવાનું પ્લાનિંગ કરો અને નીકળી પડો. જો તમને એ વાતનું કન્ફ્યુઝન હોય કે એકલા ફરવા જવું હોય તો કઈ જગ્યાએ જવું ? તો ચાલો તમને ભારતની 5 એવી જગ્યા વિશે જણાવીએ જે સોલો ટ્રાવેલ ફ્રેન્ડલી છે એટલે કે આ જગ્યાએ એકલા ફરવા જાવ તો પણ મજા આવે અને ફરવાનો અનુભવ યાદગાર બની જાય.

જો તમે અત્યાર સુધી સોલો ટ્રાવેલ નથી કર્યું અને હવે કરવા માંગો છો તો શરૂઆત આ 5 માંથી કોઈ એક જગ્યા સાથે કરો. આ જગ્યાઓ એકલા ફરવા માટે એકદમ બેસ્ટ છે. યુવતીઓ પણ જો સોલો ટ્રાવેલ કરવાનું પ્લાન કરતી હોય તો આ જગ્યાઓ તેમના માટે સેવ સાબિત થશે. તેમાંથી 2 જગ્યા તો ગુજરાતની નજીક જ આવેલી છે.

સોલો ટ્રીપ માટે બેસ્ટ જગ્યાઓ

આ પણ વાંચો: ઓછા ખર્ચે ગોવા જેવી મજા, ગુજરાતના આ 5 બીચ ડેસ્ટિનેશન દિવાળી વેકેશન માટે છે બેસ્ટ ઓપ્શન

જયપુર

ગુજરાતની નજીક એકલા ફરવા જવું હોય તો જયપુર બેસ્ટ જગ્યા છે. વિશ્વભરમાં પિંક સીટી તરીકે ફેમસ જયપુરમાં આખું વર્ષ પ્રવાસીઓ ની ભીડભાડ જોવા મળે છે. જો તમે તમારા ઘરેથી એકલા ફરવા ગયા હશો તો પણ જયપુરમાં તમને એકલતાનો અનુભવ નહીં થાય જયપુરમાં તમને તમારા જેવા ફરવા માટે આવેલા અનેક લોકો મળી જશે. જયપુરમાં કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં પ્રવાસીઓ ન જોવા મળે. યુવતીઓ માટે જયપુર શોપિંગની દ્રષ્ટિએ પણ બેસ્ટ જગ્યા છે.

ઉદયપુર

રાજસ્થાનનું લેક સીટી ઉદયપુર પણ એકલા ફરવા માટે બેસ્ટ જાગ્યા છે. જો તમારે પહેલી સોલો ટ્રીપમાં શાહી ઠાઠનો અનુભવ કરવો હોય તો ઉદયપુરના કોઈ પેલેસમાં સ્ટે બુક કરો અને ઉદયપુરને એક્સપ્લોર કરો. ઉદયપુરમાં પણ પ્રવાસીઓની ભીડભાળ જોવા મળે છે જેથી તમને એકલતાનો અનુભવ નહીં થાય.  

ઋષિકેશ

જો તમારી પાસે વધારે દિવસોની રજા છે અને તમે ગુજરાતથી થોડા દૂર ફરવા જવા માંગો છો તો ઋષિકેશની ટિકિટ બુક કરાવો. એકલા ફરવા માટે ઋષિકેશ સૌથી બેસ્ટ જગ્યા છે. ઋષિકેશમાં બારે મહિના એવું વાતાવરણ હોય છે જે મનને શાંતિ આપે છે અને મનને પ્રફુલ્લિત કરી દે છે. ઋષિકેશનું વાતાવરણ એવું છે છે રોજિંદા જીવનના સ્ટ્રેસને દૂર કરી દેશે.

આ પણ વાંચો: Travel Tips: ટ્રેનમાં કોઈ વસ્તુ ભુલી જાવ તો ચિંતા ન કરવી, આ નંબર પર તુરંત કોલ કરવો, ટ્રેનમાં છુટેલો સામાન પરત મળી જશે

સિક્કિમ

યુવતીઓ અને યુવકો બંને માટે સિક્કિમ પણ સોલો ટ્રાવેલ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. જો તમે ગુજરાતી થોડા દૂર ફરવા જવા માંગો છો તો સિક્કિમ પણ જઈ શકો છો. સિક્કિમનો ક્રાઈમ રેટ પણ ઓછો છે અને અહીંનું વાતાવરણ સેફ છે જે તેને સોલો ટ્રાવેલ માટે સારો ઓપ્શન બનાવે છે. સિક્કિમ ફરવા માટે ઓક્ટોબરથી ડિસેમ્બરનો સમય બેસ્ટ હોય છે. જો તમે આ સમયે ફરવા જવા માંગો છો તો સિક્કિમ જઈ શકો છો.

મેઘાલય

જો તમે શહેરની દોડધામથી દૂર શાંતિથી અને કુદરતી વાતાવરણમાં દિવસો પસાર કરવા માંગો છો તો મેઘાલય જઈ શકો છો. મેઘાલયનો સામાજિક માહોલ આ જગ્યાને સુરક્ષિત બનાવે છે. મેઘાલય મહિલાઓ માટે સેફ સ્પેસ ગણાય છે. એટલે યુવતીઓ પણ ચિંતા વિના મેઘાલય ફરવા જઈ શકે છે. મેઘાલયમાં ફરવા માટે અનેક જગ્યાઓ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES