SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Methi Side Effects: આ 4 લોકો મેથીની ભાજી ન ખાય એ જ સારું, ખાવાથી બગડી શકે છે તબિયત

Methi Side Effects: મેથીની ભાજી ખાતા પહેલા આ 4 લોકોએ સાવધાની રાખવી જોઈએ. આ લોકોને મેથીની ભાજી આડઅસર કરી શકે છે. આ 4 લોકોમાં ડાયાબિટીસના પેશન્ટ પણ સામેલ છે. ચાલો જાણીએ મેથીની ભાજી કઈ રીતે તબિયત ખરાબ કરી શકે.

Written By Krupa Shah
Published: Oct 22, 2026, 02:21 PM IST | Updated: Oct 22, 2026, 02:24 PM IST
Join

Methi Side Effects: મેથીની ભાજી સૌથી વધારે થેપલા બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ગુજરાતીઓને મેથીના થેપલા અતિ પ્રિય હોય છે. મેથીના થેપલા અવારનવાર ઘરમાં બને છે. જોકે મેથીની ભાજી વધારે પ્રમાણમાં ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. ખાસ કરીને આ 4 લોકો જો વારંવાર મેથી ખાય તો તેમની તબિયત પર અસર થઈ શકે છે..

તેનો મતલબ એવો નથી કે મેથીની ભાજી હેલ્ધી નથી. મેથીની ભાજી હેલ્ધી શાક છે. મેથીની ભાજીમાં ફાઇબર, આઇરન, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. અન્ય લીલા શાકભાજીની જેમ મેથીની ભાજી પણ ફાયદાકારક છે. પરંતુ જે લોકોને આ ચાર પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તેમને મેથીની ભાજી આડઅસર કરી શકે છે. આ 4 હેલ્થ કન્ડિશનમાં મેથીની ભાજી ખાવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. જોકે તેનો અર્થ એવો પણ નથી કે મેથીની ભાજી ખાવી જ નહીં. આ ચાર લોકોએ મેથીની ભાજી મર્યાદિત માત્રામાં ખાવી.

આ પણ વાંચો: Ghee Purity Test: ઘી અસલી છે કે નકલી જાણવાની સૌથી સરળ રીત, આ રીતે ઘરે ચેક કરો ઘીની શુદ્ધતા

ડાયાબિટીસના પેશન્ટ

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ડાયાબિટીસના પેશન્ટનું આવે છે હવે તમને એવું લાગશે કે મેથી તો ડાયાબિટીસમાં ફાયદા કારક ગણાય. આ વાત સાચી છે કે મેથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મેથીના આ ગુણના કારણે જ ડાયાબિટીસના પેશન્ટે મેથી ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. જે લોકોને ડાયાબિટીસ હોય તેમને નિયમિત સુગરની દવા લેવાની હોય છે. સુગરની દવા લેતા હોય તેવા લોકો મેથી વધારે પ્રમાણમાં થાય તો બ્લડ સુગર લેવલ જરૂર કરતાં વધારે ઘટી જાય છે. અને ડાયાબિટીસમાં લો બ્લડ સુગર પણ ઘાતક સાબિત થઈ શકે છે. એટલા માટે ડાયાબિટીસ હોય તેવા લોકોએ મેથીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો અથવા તો ન કરવો.

બ્લડ થીનર લેતા લોકો

જે લોકોને લોહી જાડું થતું હોય તેમને ડોક્ટર બ્લડ દવાઓ આપે છે. બ્લડને પાતળું કરતી દવાઓ ખાતા લોકો પણ વધારે માત્રામાં કે નિયમિત મેથીની ભાજી થાય તો તેમને નુકસાન થઈ શકે છે. મેથીની ભાજીમાં પણ એવા ગુણ હોય છે જે નેચરલી બ્લડને પાતળું રાખવામાં મદદ કરે છે. તેવામાં બ્લડ થીનર દવાઓ ખાતા લોકો મેથીની ભાજી વધારે પ્રમાણમાં થાય તો બ્લીડીંગનું જોખમ વધી શકે છે. ઘણી જગ્યાએ સર્જરી પહેલા કે સર્જરી પછી મેથીની ભાજી ન ખાવાની સલાહ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Most Healthy Roti: રાગી, જુવાર કે મલ્ટીગ્રેન કયા લોટની રોટલી ખાવી સૌથી સારી ? હેલ્ધી રોટલી વિશે મેળવો જાણકારી

ગર્ભવતી મહિલાઓ

જે મહિલાઓ ગર્ભવતી હોય તેમણે પણ મેથીની ભાજીનું શાક ઓછું ખાવું અથવા તો ન ખાવું. તેનું કારણ છે કે મેથીમાં રહેલા કેટલાક તત્વો કોન્ટ્રાકશન વધારી શકે છે. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન ખાસ પ્રકારના સપ્લીમેન્ટ કે અન્ય દવાઓ લેવાતી હોય તો તો તેની સાથે મેથીની ભાજી ખાવાનું ટાળવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આહારમાં મેથીનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે મેથીની પ્રકૃતિ ગરમ હોય છે.

એલર્જી

ઘણા લોકો એવા હોય છે જેમને ખાસ પ્રકારની દાળ, મગફળી જેવી વસ્તુઓથી એલર્જી હોય. મગફળી કે ખાસ પ્રકારની દાળ ખાધા પછી આવા લોકોને ગેસ, એસિડિટી, માથામાં દુખાવો, ઉલટી થવી જેવી તકલીફો થાય છે. આ પ્રકારની એલર્જી ધરાવતા લોકોએ મેથીની ભાજી ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે મેથી પણ એલર્જીનું કારણ બની શકે છે અને મેથી ખાધા પછી એલર્જીક રીએક્શન આવી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES