Sugar Purity Test: તમે ખાવ છો એ ખાંડમાં ચોક પાવડર કે યુરિયા તો નથી ને ? જાણવું હોય તો આ રીતે ઘરે ચેક કરી લો ખાંડની શુદ્ધતા
Sugar Purity Test: ખાંડમાં થતી ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. તેવામાં એ જાણવું જરૂરી છે કે તમે જે ખાંડ ઘરમાં યુઝ કરો છો તે ખાંડ શુદ્ધ છે કે તેમાં યુરિયા જેવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે. ઘરમાં સરળ ટેસ્ટ કરીને તમે ખાંડની શુદ્ધતા ચકાસી શકો છો.
Sugar Purity Test: ખાંડનો ઉપયોગ દરેક ઘરમાં દરરોજ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ખાંડમાં ભેળસેળ માટે યુરિયાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ઘરમાં જે ખાંડનો ઉપયોગ થાય છે તે શુદ્ધ છે કે નહીં તે ચેક કરી લેવું જોઈએ. યુરિયા જેવી વસ્તુઓ ઉમેરેલી ખાંડ શરીરને નુકસાન કરી શકે છે. ખાંડમાં યુરિયા છે કે નહીં તે જાણવાની રીત આજે તમને જણાવીએ.
આ પણ વાંચો: Kitchen Hacks: દાળ-શાકમાં ખટાશ માટે મોંઘા લીંબુને બદલે વાપરી શકાય તેવી પરંપરાગત ખાટી વસ્તુઓ વિશે જાણો
સવારની ચાથી લઈ રસોઈમાં ખાંડનો ઉપયોગ રોજ થાય છે. ઘરમાં ઉપયોગી ખાંડ જો ભેળસેળવાળી હોય તો તબિયતને વધારે નુકસાન કરે છે. ખાંડમાં ચોક પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ, યુરિયાની ભેળસેળ કરવાનું ચલણ વધ્યું છે. જો તમારે પણ જાણવું છે કે તમારા ઘરમાં અત્યારે જે ખાંડ છે તેમાં યુરિયા કે અન્ય વસ્તુઓ ઉમેરેલી નથી ને તો તેના માટે તમે આ રીત અપનાવો. આ રીતે તમે ઘરે બેઠા જાણી શકશો કે ખાંડ શુદ્ધ છે કે તેમાં ભેળસેળ થયેલી છે. આ અંગેની જાણકારી ફૂડ સેફ્ટી એન્ડી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈંડિયાએ વીડિયો શેર કરીને આપી હતી.
આ પણ વાંચો: Storage Hacks: હવે મોંઘા ભાવના લીંબુ નહીં સુકાય, આ સ્ટોરેજ ટ્રિક્સથી અડધું લીંબુ પણ દિવસો સુધી ફ્રેશ રહેશે
ખાંડની શુદ્ધતા ચેક કરવાની પહેલી રીત
ખાંડમાં જો યુરિયા ઉમેરેલું હશે તો તેમાંથી તેજ અને તીખી ગંધ આવતી હશે. યુરિયાવાળી ખાંડ સુંઘવાથી નાકમાં બળતરા થાય તેવી ગંધ આવે છે. એફએસએસઆઈ અનુસાર ખાંડમાં યુરિયા છે કે નહીં તે ખાંડની સુગંધ પરથી જાણી શકાય છે. તેના માટે એક વાટકી કે ગ્લાસમાં પાણી ભરી તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળે પછી તે પાણીને સુંઘો. જો પાણીમાંથી નાકમાં બળતરા થાય તેવી તીવ્ર ગંધ આવતી હોય તો સમજી લેવું કે ખાંડમાં યુરિયા ઉમેરેલું છે. આવી ખાંડનો ઉપયોગ કરવાનું ટાળવું.
આ પણ વાંચો: Recipe: મોં માં મુકતાં જ ઓગળી જાય તેવી સોફ્ટ અને દાણેદાર મિલ્ક કેક આ રીતે બનાવો ઘરે
ખાંડની શુદ્ધતા ચેક કરવાની બીજી રીત
એફએસએસએઆઈના જણાવ્યા અનુસાર ખાંડ શુદ્ધ છે કે તેમાં યુરિયા ઉમેરેલું છે તે જાણવાની બીજી રીત છે પાણીની. આ રીત પ્રમાણે ખાંડની શુદ્ધતા ચકાસવા માટે એક કાચના ગ્લાસમાં પાણી ભરો અને તેમાં ખાંડ ઉમેરી ખાંડને ઓગાળો. ખાંડવાળા પાણીને થોડી મિનિટ રાખી મુકો. આ રીત વડે જાણી શકાશે કે ખાંડમાં ચોક પાવડર કે અન્ય વસ્તુઓ ઉમેરવામાં આવી છે કે નહીં. જો ખાંડમાં ચોક પાવડર કે પ્લાસ્ટર ઓફ પેરિસ જેવા પાવડર ઉમેરેલા હશે તો ખાંડ ઓગળ્યા પછી પાણી ધુંધળુ દેખાશે. ખાંડ શુદ્ધ હશે તો ગ્લાસનું પાણી એકદમ ક્લીયર દેખાશે. થોડી કલાક પાણી રાખવાથી ગ્લાસના તળીયામાં સફેદ પાવડર પણ એકઠો થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)