SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સવારની શરૂઆત ચાથી કરો છો? ચેતી જજો, આ ખરાબ ટેવ સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન

ઘણા લોકો એવા હોય છે જેને સવારે જાગ્યા બાદ ચા પીવાનું પસંદ હોય છે. ભલે ચા થોડો સમય સુધી તાજગીનો અનુભવ કરાવે, પરંતુ તેનાથી પાચન અને ગટને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ આ વિશે એક્સપર્ટ શું કહે છે.

Written By Gokani Dhaval
Published: Oct 13, 2026, 04:02 PM IST | Updated: Oct 13, 2026, 04:05 PM IST
Join

ભારતીય ઘરોમાં ચા રોજિંદા જીવનનો હિસ્સો છે. કેટલાક લોકો તો દિવસભરમાં ઘણી ચા પીવે છે. ખાસ કરી સવારે જાગ્યા બાદ ઘણા લોકો સૌથી પહેલા ચા પીતા હોય છે. ખાલી પેટ ચાનું સેવન તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. તે તમારા પાચનતંત્રથી લઈને આંતરડાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેનાથી તમને કઈ-કઈ સમસ્યા થઈ શકે છે અને તમારે ચા પીતા પહેલા કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આ વિશે આવો તમને જણાવીએ.

ચામાં એવા ઘણા તત્વો હોય છે, જે તમારા પાચન અને ગટને ડિસ્ટર્બ કરી શકે છે. ખાસ કરી કેફીન અને ટેનિનને કારણે ખાલી પેટ ચા પીવાથી એસિડની માત્રા વધી જાય છે. આ સિવાય તેનાથી આયરનના અવશોષણમાં અસર થાય છે. આવો વિગતવાર જાણીએ ખાલી પેટ ચા પીવાથી આંતરડા પર શું અસર થઈ શકે છે.

પાચનની સમસ્યા વધે છે
નિષ્ણાંત ડોક્ટર રેશૂ અગ્રવાલ કહે છે કે સવારે ઉઠી ચા પીવી ઘણા લોકોના ડેલી રૂટિનનો હિસ્સો છે. તેને લાગે છે કે ચા પીવાથી શરીરમાં તાજગી આવે છે અને ઊંઘ ઉડી જાય છે. જો તમે પણ દરરોજ સવારે ઉઠી ખાલી પેટ ચા પીવો છો તો તેનાથી પેટ અને પાચનતંત્રની સમસ્યા વધી શકે છે.

આ લોકોએ ધ્યાન આપવાની જરૂર
એક્સપર્ટનું કહેવું છે કે ચામાં રહેલું કેફીન પેટમાં એસિડ બનવાની પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરી જે લોકોમાં પહેલાથી એસિડિટી, છાતીમાં બળતરા કે ગેસની સમસ્યા છે, તે ખાલી પેટ ચા પીવે તો મુશ્કેલી વધી શકે છે.

આ પણ વાંચોઃ મોંઘા પ્રોટીન પાવડર લેવાની જરૂર નહીં પડે, આ 4 દેશી વસ્તુઓથી શરીરને મળશે ભરપુર પ્રોટીન

શું આંતરડાને થાય છે નુકસાન?
એક્સપર્ટ કહે છે કે ખાલી પેટ ચા પીવાથી કેટલાક લોકોને પેટમાં બળતરા, બેચેની કે ઉબકાનો અનુભવ થઈ શકે છે. પરંતુ દરેક વ્યક્તિ પર તેની અસર એક જેવી દેખાડી નથી અને ખાલી પેટ ચા પીવાથી સીધું આંતરડાને નુકસાન પહોંચવાના મજબૂત પુરાવા સીમિત છે.

ચામાં રહેલું કેફીન આંતરડાની ગતિવિધિને પણ પ્રભાવિત કરી શકે છે. કેટલાક લોકોને ચા પીધા બાદ શૌચ જવાની જરૂરિયાત લાગે છે, જ્યારે સંવેદનશીલ લોકોમાં પેટમાં મરોડ કે ઝાડા જેવી મુશ્કેલી થઈ શકે છે.

સવારે આ રીતે કરો શરૂઆત
એક્સપર્ટ કહે છે કે સવારે ઉઠવાની સાથે ચા પીવાની જગ્યાએ પહેલા એક ગ્લાસ પાણી પીવું અને કંઈક હળવું ખાવું જોઈએ. ચા પીવી હોય તો સીમિત માત્રામાં લો અને વધુ કડક ચા પીવાથી બચો. જો વારંવાર પેટમાં દુખાવો, એસિડિટી કે પાચન સંબંધિત મુશ્કેલી થાય છે તો ડોક્ટરની સલાહ લો.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES