SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દહીંને સામાન્ય ન સમજો, રોજ 1 વાટકી દહીં ખાવાનું શરુ કરશો તો 10 દિવસમાં દેખાવા લાગશે આ ફાયદા

મોટાભાગના લોકો દહીંનો ઉપયોગ છાશ કે અન્ય વાનગી બનાવવામાં કરતા હોય છે. દહીંનો ઉપયોગ તમે હેલ્થ સુધારવા માટે કરી શકો છો. દહીંને સામાન્ય વસ્તુ માનતા લોકો દહીં ખાવાથી થતા આ ફાયદાથી અજાણ હોય છે.

Written By Krupa Shah
Published: Nov 25, 2026, 08:35 IST | Updated: Nov 25, 2026, 08:42 IST
Join

દરેક ઘરમાં છાશ બનાવવા માટે દહીંનો ઉપયોગ થાય છે. આ દહીં ફક્ત છાશ બનાવવા માટે નહીં પરંતુ તમારી તંદુરસ્તી બનાવવા માટે પણ ઉપયોગી છે. દહીંમાં રહેલું પ્રોટીન, કેલ્શિયમ અને પ્રોબાયોટિક્સ તબિયત સુધારવામાં અને શરીરને પોષક તત્વો પૂરા પાડવામાં મદદ કરી શકે છે. મોટાભાગના લોકો એ જાણતા નથી કે દહીંમાં રહેલી એક વસ્તુ શરીરની ઘણી બધી સમસ્યાઓને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કેટલાક લોકો તો દહીંની આ વસ્તુને વેસ્ટ સમજીને ફેંકી દેતા હોય છે. તો ચાલો દહીંના આ સિક્રેટ વિશે આજે તમને પણ જણાવીએ.

એક્સપર્ટ અનુસાર રોજ એક વાટકી દહીં ખાવાથી શરીરમાં કેટલાક પોઝિટિવ ફેરફાર ગણતરીના દિવસોમાં જોવા મળી શકે છે. દહીં જામવાની પ્રક્રિયા દરમિયાન તેના પર થોડું પાણી જેવું પ્રવાહી દેખાય છે જેને વ્હે કહે છે. આ પાણીમાં પણ પ્રોટીન અને મિનરલ્સ હોય છે. તેથી આ પાણીને ફેંકવું નહીં દહીમાં મિક્સ કરી દેવું જોઈએ.  

રોજ દહી ખાવાથી થતા ફાયદા

આ પણ વાંચો:    તમને પણ ઠંડી પડે એટલે કાનમાં દુખાવો થાય છે ? જાણો આ સમસ્યાનું કારણ અને તેનો ઈલાજ

ગટ હેલ્થ સારી થશે

આજકાલ હેલ્થ ઈંડસ્ટ્રીમાં ગટ હેલ્થ સુધારવા પર ભાર આપવામાં આવે છે. કહેવાય છે કે ગટ હેલ્થ સારી હોય તો શરીરની મોટાભાગની સમસ્યાઓથી રાહત મળી જાય. ગટ હેલ્થ સુધારવા માટે દહીં મહત્વનો ફાળો આપી શકે છે. એક વાટકી દહીંમાં અસંખ્ય ગુડ બેક્ટેરિયા હોય છે. આ ગુડ બેક્ટેરિયા ગટ હેલ્થને સુધારવામાં મદદ કરી શકે.

કેલ્શિયમ અને વિટામીન બી12 મળે

એક કપ ઘરમાં બનેલું સાદુ દહીં રોજ ખાવાથી શરીરને કેલ્શિયમ અને વિટામીન બી12 મળે છે. શરીર માટે કેલ્શિયમ અને વિટામીન બી12 ખૂબ જ જરૂરી હોય છે, જે ઘરમાં બનેલા સાદા દહીંમાં હોય છે. રોજ દહીં ખાવાથી મેટાબોલિઝમ પણ સુધરે છે. દહીંમાં શરીર માટે જરૂરી 9 એમિનો એસિડ હોય છે. દહીં ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે.

ઇમ્યુનિટી બુસ્ટ થશે

ઇમ્યુનિટી એટલે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ દહીં સપોર્ટ કરે છે. દહીમાં કુદરતી રીતે કેટલાક પ્રોબાયોટિક હોય છે જે ઈમ્યુમ સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે. એક વાટકી દહીં તમારી રોગપ્રતિકારક શક્તિને સપોર્ટ કરવામાં મદદ કરી શકે.

આ પણ વાંચો: પુરુષો કરતાં મહિલાઓને માઈગ્રેન વધુ કેમ થાય ? જાણો કારણો અને માઈગ્રેનના ઉપાયો

પાચન સુધરે

ઘણા લોકોને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ હોય છે. જે લોકોને વારંવાર એસીડીટી, ગેસ જેવી તકલીફો થતી હોય તેમની પાચનશક્તિ નબળી હોય છે. આવા લોકો માટે દહીં વરદાન છે. રોજ એક વાટકી દહીં ખાવાથી પાચન સુધરી શકે છે. દૂધ કરતાં દહીં સરળતાથી પચે છે. દહીંમાં રહેલા બેક્ટેરિયા પાચનતંત્રને સુધારવામાં પણ મદદ કરી શકે છે.

ઘરમાં બનેલું સાદુ દહીં ખાવું

ઉપર જણાવેલા ફાયદા વિશે જાણીને જો તમે રોજ દહીં ખાવાનું નક્કી કર્યું હોય તો આ વાત પણ ધ્યાનમાં રાખજો. રોજ ખાવા માટે  સાદા દહીંનો જ ઉપયોગ કરવો. માર્કેટમાં ફ્લેવર્ડ દહીં પણ મળતા હોય છે. આ પ્રકારના દહીંમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે. તેથી સાદા દહીંનો જ ઉપયોગ કરવો હિતાવહ રહે છે. સૌથી સારું કે તમે ઘરમાં બનાવેલા દહીંનો ઉપયોગ કરો. ઘરે બનાવેલા દહીંમાં પણ ખાંડ ઉમેરીને ખાવાનું ટાળવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES