Cooking Hack: ભાત માટે ચોખા બાફો ત્યારે પાણીમાં ઉમેરી દેજો આ વસ્તુ, એકદમ સફેદ અને છુટ્ટા દાણાના ભાત બનશે
Rice Cooking Hack: એકદમ સફેદ દાણાના છુટ્ટા ભાત ઘરે બનાવવા હોય તો તેના માટે ખાસ પ્રકારના ચોખા ખરીદવાની જરૂર નથી. ભાત બનાવવાની આ રીત અપનાવો. આ રીતે બનાવશો ભાત રેસ્ટોરન્ટમાં મળે તેવા બનશે.
Rice Cooking Hack: જો તમે નોટિસ કર્યું હોય તો તમને ખ્યાલ હશે કે રેસ્ટોરન્ટમાં જ્યારે તમે ભાત ઓર્ડર કરો તો તેનો દાણો એકદમ છૂટ્ટો અને સફેદ હોય છે. એકદમ છુટ્ટા દાણાના ભાત હોય તો પણ તે બરાબર કુક થયેલા હોય છે. ઘરે જનરલી આવું થતું નથી. છુટા દાણાના ભાત ઘણી વખત કાચા લાગે છે. અને જો ભાત બરાબર કૂક થાય ત્યાં સુધી બાફો તો ચોખાના દાણા તુટી જાય છે.. રેસ્ટોરન્ટમાં જીરા રાઈસ જ નહીં સ્ટીમ રાઈસ ખાશો તો પણ તમને અલગ જ લાગશે. તેનું કારણ કોઈ સ્પેશિયલ પ્રકારના ચોખા નથી હોતા પરંતુ ચોખાને બાફવાની રીત હોય છે.
ભાત બાફવાની સીક્રેટ ટીપ્સ
રેસ્ટોરન્ટમાં જ્યારે ભાત બાફવામાં આવે છે ત્યારે ખાસ રીત અપનાવવામાં આવે છે. આ રીતના કારણે રેસ્ટોરન્ટમાં બનેલા ભાત એકદમ છુટ્ટા સફેદ અને બરાબર રીતે કુક થયેલા હોય છે. જો તમને પણ રેસ્ટોરન્ટમાં મળે તેવા ભાત ભાવતા હોય અને તમારે ઘરે પણ દર વખતે એકદમ છુટ્ટા દાણાના ભાત બનાવવા હોય તો આજે તેનું સિક્રેટ જાણી લો.
આ પણ વાંચો: Misal Pav Recipe: ઝણઝણીત મિસળ પાવ ઘરે બનાવવાની રીત, સ્ટ્રીટ સ્ટાઈલ તરીવાળો મસાલો બનાવવાનું જાણી લો સીક્રેટ
પાણીમાં પલાળો
રેસ્ટોરન્ટમાં જ્યારે ચોખા બાફવામાં આવે છે તો સૌથી પહેલા તો ચોખાને સારી રીતે સાફ કરવામાં આવે છે. ચોખા ત્યાં સુધી જોવા જ્યાં સુધી તેનું પાણી એકદમ ચોખ્ખું નીકળવા લાગે. જો ચોખા બરાબર રીતે પાણીથી સાફ કરેલા હશે તો દાણો સફેદ દેખાશે. ચોખા બરાબર ધોયા પછી તેને ઓછામાં ઓછી 10 મિનિટ પાણીમાં પલાળી દેવા જોઈએ. પાણીમાં પલાળવાથી ચોખા થોડા ફૂલી જાય છે અને પછી કુકિંગ પ્રોસેસ પણ ઝડપથી થઈ જાય છે.
ચોખાના પાણીમાં ઉમેરો લીંબુ
હવે મુખ્ય વાત આવે છે. ભાત બનાવવા માટે ચોખા બાફવા મૂકો ત્યારે તેના પાણીમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવો. જો લીંબુનો રસ ન ઉમેરવો હોય તો ચોખાના પાણીમાં વિનેગર પણ ઉમેરી શકો છો. વિનેગર અથવા તો લીંબુનો રસ પાણીમાં ઉમેરીને ચોખા બાફશો તો ભાત એકદમ સફેદ અને છુટ્ટા દાણાના બનશે. લીંબુ ઉમેરવાથી ચોખાના દાણા તૂટતા નથી અને એકબીજા સાથે ચોંટતા પણ નથી.
આ પણ વાંચો: Dahi Tikhari : લસણની ચટણીના વઘારવાળી અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટની દહીં તીખારી બનાવવાની રીત
ચોખાના દાણા તુટશે નહીં
પાણીમાં લીંબુ ઉમેરીને ચોખા બાફવાથી ફાયદો એટલા માટે થાય છે કે લીંબુના રસમાં અને વિનેગરમાં નેચરલ એસિડ હોય છે. આ એસિડ ચોખામાં રહેલા સ્ટાર્ચને તૂટવાથી બચાવે છે જેના કારણે ચોખાનો દાણો આખો રહે છે અને બરાબર રીતે કુક થાય છે. સાથે જ લીંબુ અને વિનેગરના કારણે ચોખાનો દાણો એકદમ દૂધ જેવો સફેદ રહે છે.
ભાતમાં ઘી ઉમેરો
ભાતને સ્વાદિષ્ટ બનાવવાનું બીજું એક સિક્રેટ પણ છે. આ સિક્રેટ અપનાવી લેશો તો ઘરના લોકો રોજ ભાત ખાવા લાગશે. આ સિક્રેટ છે કે ભાત બાફતી વખતે તેમાં લીંબુના થોડા ટીપાની સાથે ઘી ઉમેરી દેવું. ઘી ઉમેરવાથી ભાતના દાણા ચમકદાર રહેશે અને તેમાં સ્વાદ અને સુગંધ પણ વધી જશે. ભાત બાફતી વખતે તમે તેમાં મીઠું પણ ઉમેરી શકો છો. આ ટીપ્સ ફોલો કરીને ભાત બનાવશો તો ભાત એકદમ રેસ્ટોરન્ટ જેવા જ છુટ્ટા અને ખીલેલા બનશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)