SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગરબા રમ્યાના 2 દિવસમાં પગમાં છાલા પડે છે ? તો ગરબામાં જતા પહેલાં અને પછી આ રીતે પગની માવજત કરો

Pre And Post Garba Foot Care: નવરાત્રીમાં ગરબા રમવાનો અલગ જ થનગનાટ ખેલૈયાઓ હોય છે. આ થનગનાટ બીજા જ દિવસે ઓછો થઈ જાય તો પગમાં છાલા પડી જાય. પગમાં ઘર્ષણના કારણે છાલા થઈ જાય તો બધી તૈયારી પાણીમાં જાય છે. આવું ન થાય તે માટે ગરબા રમતાં પહેલા શું કરવું અને ગરબા રમ્યા પછી શું કરવું જાણી લો.

Written By Krupa Shah
Published: Oct 09, 2026, 02:34 PM IST | Updated: Oct 09, 2026, 03:08 PM IST
Join

Pre And Post Garba Foot Care: ગુજરાતમાં નવરાત્રીનો અલગ જ રંગ અને માહોલ જોવા મળે છે. નવરાત્રિના પહેલા દિવસથી જ ખેલૈયાઓમાં ગરબા રમવાનો અનોખો થનગનાટ જોવા મળે છે. ઘણી જગ્યાએ તો આખી રાત ગરબા ચાલે છે અને ખેલૈયાઓ રાતથી શરૂ થયા હોય તે સવાર સુધી ગરબે ઘૂમતા રહે છે. જો તમે પણ એવા ખેલૈયામાંથી એક છો જે ગરબા શરૂ થાય ત્યાંથી ગરબા પૂરા થાય ત્યાં સુધી ગ્રાઉન્ડ પર જ હોય છે તો તમારા માટે આ વાત જાણવી જરૂરી છે.

ગરબા પહેલા અને પછી પગની માવજત

ગરબા રમતા પહેલા અને ગરબા રમ્યા પછી પગની માવજત કરવી જરૂરી છે. જો પગનું ધ્યાન રાખવામાં ન આવે તો પહેલા દિવસના ગરબા પછી જ પગમાં છાલા પડી જાય છે અને બીજા દિવસથી ગરબા રમવા મુશ્કેલ બની જાય છે. ઘણી વખત પગમાં દુખાવો થવા લાગે તો પણ બીજા દિવસે ગરબા રમવામાં ઉત્સાહ રહેતો નથી. આવું ન થાય તે માટે ગરબા રમતા પહેલા પગનું ધ્યાન કઈ રીતે રાખવું અને ગરબા રમી લીધા પછી પગની માવજત કઈ રીતે કરવી ચાલો તમને જણાવીએ.

આ પણ વાંચો: Dark Underarms: ડાર્ક અંડરઆર્મ્સથી નવરાત્રી પહેલા છુટકારો મેળવવા અપનાવો આ અચૂક ઉપાય, 2 દિવસમાં ડાર્ક સ્કિન નોર્મલ થઈ જશે

ગરબા રમતા પહેલાની તૈયારી

ગરબા રમવા માટે સરસ ચણિયાચોળી અને મેકઅપની તૈયારી તો તમે કરી લીધી હશે પરંતુ પગને છાલાથી બચાવવા માટેની તૈયારી કરવી પણ જરૂરી છે. ગરબા રમતી વખતે પગની સ્કિનમાં સતત ઘર્ષણ થાય છે પરસેવો પણ વળે છે તેવામાં પગમાં છાલા પડી જાય તેની શક્યતા વધારે હોય છે. આ સ્થિતિમાં પગની સ્કિનની માવજત કરવી જરૂરી છે. ગરબા રમતા પહેલા પગની માવજત કેવી રીતે કરવી સૌથી પહેલા એ જાણી લો.

1. ગરબામાં જતા પહેલા પગમાં પેટ્રોલિયમ જેલી લગાડો. ખાસ કરીને પગની એડી પર, આંગળીઓની વચ્ચે અને એડીના પાછળના ભાગે પેટ્રોલિયમ જેલી લગાડો. જેથી ફૂટવેરના કારણે સ્કીન પર ઘર્ષણ થાય તો પણ સ્કિન પર છાલા ન પડે.

2. જો તમને પગમાં પરસેવો વધારે થાય છે અને તમે કલાકો સુધી ગરબા રમતા હોવ છો તો શૂઝ કે અન્ય ફૂટવેર પહેરતા પહેલા ટેલકમ પાવડર પગમાં છાંટો.

આ પણ વાંચો: Home Remedy: શિયાળો શરુ થાય તે પહેલા અપનાવી લો આ ઉપાય, ગમે એટલી ઠંડી પડશે હોઠ કે એડી નહીં ફાટે

3. આ સિવાય કલાકો સુધી ગરબા રમતા લોકોએ પગના તળિયા પર મેડિકલ ટેપ કે સોફ્ટ પટ્ટી લગાડવી જોઈએ. જો તમને પગના તળિયામાં કોઈ ખાસ ભાગમાં ચાંદા વધારે પડતા હોય તો તે જગ્યાએ ટેપ લગાડી દો.

4. સૌથી મહત્વનું છે કે ગરબા રમવા માટે યોગ્ય ફૂટવેર પસંદ કરો. ફેન્સી અને સ્ટાઇલિશ ફૂટવેર ગરબા રમતી વખતે પગને નુકસાન કરી શકે છે તેથી શક્ય હોય ત્યાં સુધી મોજા સાથે શુઝ પહેરવા જેથી થાક પણ ન લાગે અને પગની સ્કિન ને નુકસાન પણ ન થાય.

ગરબા રમ્યા પછી શું કરવું?

ગ્રાઉન્ડ પર ગરબાનું મ્યુઝિક ચાલતું હોય ત્યાં સુધી થાક નો અનુભવ થતો નથી. પરંતુ જ્યારે ગરબા કરીને ઘરે પરત ફરીએ છીએ ત્યારે પગમાં દુખાવો અને થાકનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં ઘરે આવીને તુરંત સુઈ જવાને બદલે થોડો સમય કાઢી પગની માવજત કરી લેવી જેથી બીજા દિવસે ફૂલ એનર્જીમાં ગરબા કરી શકો. ગરબા રમીને ઘરે આવ્યા પછી પગની માવજત કેવી રીતે કરવી નોંધી લો.

આ પણ વાંચો: Anxiety: 1 મંત્ર અને સવારની 10 મિનિટ, બસ એક વીકમાં સ્ટ્રેસ, એન્ઝાઈટી સહિત હેલ્થ પ્રોબ્લેમથી મળવા લાગશે રાહત

1. સૌથી પહેલા તો પગને પાણીથી બરાબર સાફ કરો. જો પગની સ્કિન લાલ થઈ ગઈ હોય કે પગમાં બળતરા થતી હોય તો દસ મિનિટ પગને બરફના ઠંડા પાણીમાં પલાળો તમે ઈચ્છો તો પાણીમાં મીઠું પણ ઉમેરી શકો છો તેનાથી પગમાં સોજા નહીં આવે અને દુખાવો પણ મટી જશે.

2. પગને પાણીમાં પલાળ્યા પછી ટુવાલ વડે સારી રીતે સ્કીનને ટ્રાય કરો અને પછી પગ પર મોઈશ્ચુરાઈઝર અથવા તો નાળિયેર તેલ લગાડો.

3. જો પગમાં ચાંદા પડી ગયા હોય કે પછી સ્કીન બળતી હોય તેવું લાગે તો તે જગ્યાએ એન્ટિ સેપ્ટિક ક્રીમ અથવા એલોવેરા જેલ લગાડી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.) 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES