શું તમે પણ સૂતી વખતે ઓશિકા નીચે મોબાઈલ રાખો છો ? તો તમને થઈ શકે છે આવી તકલીફો
Mobile Under Pillow at Night: જો તમે પણ ઓશિકા નીચે મોબાઈલ રાખીને સુવો છો તો આ જાણકારી મેળવ્યા પછી આ ભુલ નહીં કરો. મોબાઈલ માથા પાસે રાખવાથી કેવા નુકસાન થાય છે ચાલો તમને જણાવીએ.
Mobile Under Pillow at Night: મોબાઈલ લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયો છે. દિવસ દરમિયાન દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ જોવા મળે છે. હવે તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી પણ મોબાઇલમાં જ વ્યસ્ત રહે છે. પથારીમાં સુતા પછી પણ સતત મોબાઈલ ચાલે છે અને જ્યારે ઊંઘ આવવા લાગે છે ત્યારે મોબાઇલને ઓશીકા પાસે કે ઓશીકા નીચે મૂકી દેવામાં આવે છે. ઘણા લોકો રાત્રે સૂતી વખતે મોબાઇલ ઓશીકા નીચે એટલા માટે રાખે છે કે સવારમાં મોબાઇલમાં મુકેલા અલાર્મથી તેઓ ઝડપથી જાગી જાય. કારણ કોઈ પણ હોય ઓશિકા નીચે મોબાઈલ રાખવો જોખમી છે. જો તમને પણ આ આદત છે તો આ જાણકારી મેળવ્યા પછી તમે તમારી આદત બદલી દેશો.
ઓશિકા નીચે મોબાઈલ રાખવાથી ફિઝિકલ અને મેન્ટલ બંને પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. માનવામાં આવતું હોય તો ચાલો તમને જણાવીએ એક સામાન્ય મોબાઈલ રાત્રે તમારા માથા પાસે હોય તો તેનાથી શું થઈ શકે ?
આ પણ વાંચો: Anxiety: 1 મંત્ર અને સવારની 10 મિનિટ, બસ એક વીકમાં સ્ટ્રેસ, એન્ઝાઈટી સહિત હેલ્થ પ્રોબ્લેમથી મળવા લાગશે રાહત
ઊંઘ પૂરી નહીં થાય
સૌથી પહેલી સમસ્યા છે અપૂરતી ઊંઘ. મોબાઇલની આદત લોકોને એટલી બધી પડી ગઈ છે કે ફોન પાસે ન હોય તો પણ તેના નોટિફિકેશનના અવાજ પર ધ્યાન હોય છે. આવા સમયે ઓશીકા નીચે રાખેલા મોબાઇલના નોટિફિકેશનના સાઉન્ડથી ઊંઘ વારંવાર તૂટી શકે છે. જેના કારણે ઊંઘ પૂરી થતી નથી અને બીજા દિવસે સુસ્તી અને થાક લાગે છે.
સુતા પહેલા સ્ટ્રેસ વધશે
જો તમે પથારીમાં પડ્યા પછી પણ ઊંઘ ના આવે ત્યાં સુધી મોબાઇલ ચલાવો છો તો તમારા મગજને આરામ મળતો નથી. મોબાઇલમાં જોયેલા વિડીયો સોશિયલ મીડિયા પોસ્ટ કે કોઈ મુવી તમારો સ્ટ્રેસ વધારી શકે છે. ઊંઘ આવે ત્યારે મોબાઈલને તમે ઓશીકા પાસે રાખી દો છો અને ઊંઘ ઊડે એટલે સૌથી પહેલા મોબાઈલ લઈને ફરીથી સ્ક્રોલિંગ શરૂ કરી દો છો. આ સ્થિતિ ધીરે ધીરે રશ વધારશે જેના કારણે મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડશે.
આ પણ વાંચો: Lemon Coffee: સવારની કોફીમાં દૂધ અને ખાંડ સાથે નહીં લીંબુ સાથે પીવા લાગો, બોડી અંદરથી ક્લીન થઈ જશે
આંખ નબળી થઈ જશે
પથારીમાં સુતા સુતા અંધારામાં ફોન જોવાની આદતના કારણે આંખો પણ નબળી થઈ જાય છે. મોડી રાત સુધી ફોન ચલાવતા લોકો આંખ બંધ થઈ જાય ત્યાં સુધી ફોનમાં વિડીયો જુએ છે. ત્યાર પછી ફોનને સાઈડમાં રાખીને જ સૂઈ જાય છે.
ફોનના કારણે દુર્ઘટનાનું જોખમ
ઘણા લોકો ફોન યુઝ કર્યા પછી તેને ચાર્જમાં રાખીને ઓશીકા પાસે રાખી દેતા હોય છે. ફોન થોડી મિનિટોમાં કે કલાકમાં ચાર્જ થઈ જાય છે ત્યાર પછી આખી રાત ફોન ચાર્જમાં હોય તો તેના કારણે દુર્ઘટના પણ થઈ શકે છે. ઓવર ચાર્જ થયેલો ફોન વધારે પડતો ગરમ થઇ જાય તો તેના કારણે શોર્ટ સર્કિટ કે ફોન ફાટવા જેવી ઘટના પણ બની શકે છે. આ સમયે ફોન માથાની નજીક હોય તો શું સ્થિતિ સર્જાય તેની તમે કલ્પના કરી શકો છો.
આ પણ વાંચો: ગોળી ખાતી વખતે કેટલું પાણી પીવું ? આજે ડોક્ટરે જણાવેલી દવા ખાવાની સાચી રીતે જાણી જ લો
રાત્રે ફોન ક્યાં રાખવો ?
ઓશિકા નીચે ફોન રાખવાની આદતથી કેવા જોખમ ઊભા થઈ શકે તે તો જાણી લીધું હવે એ પણ જાણી લો કે રાત્રે ફોન ક્યાં રાખવો અને કેવી રીતે રાખવો જોઈએ જેથી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર તેની આડઅસર ન થાય. સૌથી પહેલા તો રાત્રે ફોનને સાયલેન્ટ કરી દો અથવા તો ડીએનડી મોડ પર રાખી દો. સવારે જાગવા માટે અલાર્મ ફોનમાં રાખવો જરૂરી હોય તો અલાર્મ સેટ કરીને ફોનને બેડથી દૂર કોઈ જગ્યાએ રાખો. ફોનને બેડથી દૂર રાખવાના બે ફાયદા થશે એક તો ફોન નજીક હોવાના નુકસાનથી બચી જશો અને બીજું અલાર્મ બંધ કરવા માટે તમારે પથારીમાંથી ઊભું થવું પડશે જેના કારણે સમયસર જાગી પણ જશો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)