SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chaniya Choli Wash Care: મોંઘા ચણીયા ચોલી ઘરે ધોવા ફોલો કરો આ ટીપ્સ, ડ્રાય ક્લીનિંગનો બચશે ખર્ચ

How to Wash Chaniya Choli At Home: નવરાત્રીના ગરબામાં પહેરેલા ચણીયા ચોલી ઘરે કેવી રીતે ધોવા જોઈએ આજે તમને જણાવીએ. ચણીયા ચોલી આ રીતે ઘરે વોશ કરી લેશો તો ડ્રાય ક્લિનિંગમાં પણ નહીં આપવા પડે.

Written By Krupa Shah
Published: Oct 17, 2026, 12:38 PM IST | Updated: Oct 17, 2026, 12:41 PM IST
Join

How to Wash Chaniya Choli At Home: નવરાત્રીમાં યુવતીઓ રોજ અલગ અલગ ચણીયા ચોળી પહેરીને ગરબે ઘૂમે છે. નવરાત્રી દરમિયાન પહેરેલા ચણીયા ચોલીને ઉપયોગ પછી સારી રીતે ધોઈને પેક કરીને રાખવા પડે છે કારણ કે પછી તેનો ઉપયોગ બીજા વર્ષે થવાનો હોય છે. એટલા માટે જ ચણીયા ચોલીને વ્યવસ્થિત ધોવા પણ જરૂરી હોય છે. ચણીયા ચોલી ધોવા માટે ડ્રાય ક્લીનિંગમાં પણ મોટો ખર્ચો થઈ જાય છે. જો તમે આ ખર્ચો બચાવવા માંગતા હોય તો આજે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ જેની મદદથી તમે ઘરે ચણીયા ચોલી સારી રીતે ધોઈ શકો છો.

ચણીયા ચોલી ઘરે પણ સારી રીતે સાફ થઈ શકે છે. ચણીયા ચોળી ઘરે ધોયા પછી તેની ચમક એવીને એવી રહેશે. તેના માટે નોર્મલ કપડાની જેમ ચણીયા ચોલી ધોવાને બદલે આ ટિપ્સ ફોલો કરીને ચણીયા ચોલી ધોવી.

આ પણ વાંચો: Natural Fertilizer: ચોખા પલાળેલું પાણી ફેંકતા નહીં, ઘરના છોડમાં નાખજો, ફટાફટ વધવા લાગશે છોડ

નવરાત્રી એવો તહેવાર છે જેની તૈયારી યુવતીઓ મહિલાઓ પહેલાથી કરતી હોય છે. અલગ અલગ પ્રકારની ચણીયા ચોળી સ્ટીચ કરાવવાથી લઈને તેના પર વર્ક કરાવવા સુધીના કામ કરાવવામાં આવે છે. આવા ચણીયા ચોલી ઘરે ધોવામાં જો થોડી પણ બેદરકારી રહી જાય તો તેના કારણે ચણીયા ચોળી ખરાબ થઈ જાય તેનું રિસ્ક વધી જાય છે. ચણીયા ચોલી ઘરે ધોવી હોય તો તેની સાચી રીત જાણવી જરૂરી છે. તો ચાલો તમને જણાવીએ ડ્રાય ક્લીન કરાવ્યા હોય તેવા ચણીયા ચોલી ઘરે કેવી રીતે ધોવા.

ચણીયા ચોળી માટેની ટીપ્સ

- ચણીયા ચોલી ઘરે ધોતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું. જેમકે ચણિયાચોળીમાં હેવી વર્ક કરાવ્યું હોય તો આવા ચણીયા ચોલી મશીનમાં ધોવા નહીં.

- જો કોઈ ચણીયા ચોળીનો રંગ ઉતરતો હોય તો તેને બીજા ચણીયા ચોળી સાથે ધોવાની ભૂલ ન કરવી

- સિમ્પલ ચણિયાચોળી હોય તો તમે તેને મશીનમાં ધોઈ શકો છો.

- ચણીયા, ચોલી સાથે દુપટ્ટા ધોવાનું ટાળવું.

આ પણ વાંચો: Glowing Skin: ગરબામાં મેકઅપ વિના ચમકશે તમારો ચહેરો, સાંજે ચહેરા પર આ વસ્તુ લગાડજો

- જરીની બોર્ડર વાળી ચણિયાચોળી હોય તો તેને મશીનમાં ધોવાનું ટાળવું. મશીનમાં ધોવાથી કપડું સંકોચાઈ શકે છે જેના કારણે બોર્ડર ખરાબ થઈ શકે છે.

- ચણીયા ચોળીને નોર્મલ કપડાની જેમ પાણીમાં પલાળી રાખવા નહીં. તેનાથી ચણિયાચોળીનું વર્ક અને બોર્ડર બધું જ ખરાબ થઈ શકે છે.

- ચણીયા ચોળીને તડકામાં સુકવવાનું પણ ટાળવું તેનાથી રંગ ફેડ થઈ શકે છે..

લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ

મોટાભાગે ચણિયાચોળીનું મટિરીયલ એવું હોય છે જેના પર ચમક હોય. આવા ચમકદાર અને રેશમી ચણિયાચોળીને ધોવા માટે લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવો. કપડાં ધોવાના પાવડર કે સાબુનો ઉપયોગ કરવાનું ટાળવું. સાબુ કે પાવડરથી મટિરીયલ પર ડાઘ પડી શકે છે.

આ પણ વાંચો: Navratri Health Tips: નવરાત્રીમાં દિવસ દરમિયાન, ગરબા વચ્ચે અને ગરબા રમ્યા પછી કેટલું પાણી પીવું ? જાણો

શેમ્પુનો કરો ઉપયોગ

સિલ્કના કે અન્ય શાઈની મટીરીયલ ના ચણિયાચોળી હોય તો તેને ધોવા માટે તમે શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો છો. શેમ્પુથી ચણિયાચોળીની શાઈન એવી ને એવી રહેશે.

ઠંડા પાણીનો ઉપયોગ કરવો

ચણીયા ચોળી કોઈપણ મટિરીયલની હોય તેને ધોવા માટે હંમેશા ઠંડા પાણીનો ઉપયોગ જ કરવો. હુંફાળું કે ગરમ પાણી યુઝ કરશો તો ચણીયા ચોળીનો રંગ અને મટિરીયલ બંને ખરાબ થઈ શકે છે. એટલે ચણીયા ચોલી ને હંમેશા ઠંડા પાણીથી જ વોશ કરવા.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES