SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

માથામાં જૂ થઈ ગઈ છે ? આ 2 માંથી કોઈ 1 વસ્તુ લગાડો, વાળમાંથી ટપોટપ નીકળવા લાગશે જૂ

સ્કુલ જતી દીકરીના માથામાં જૂ અને લીખ થઈ ગઈ હોય અને તેનાથી એકવારમાં છુટકારો મેળવવો હોય તો અહીં જણાવેલી 2 માંથી કોઈ એક વસ્તુ માથામાં લગાડો અને હેર વોશ કરો. વાળમાંથી જૂ અને લીખ ટપોટપ બહાર નીકળવા લાગશે.

Written By Krupa Shah
Published: Nov 22, 2026, 12:46 IST | Updated: Nov 22, 2026, 12:49 IST
Join

સ્કૂલે જતી દીકરીઓના માથામાં ઘણી વખત જુ અને લીખ થઈ જાય છે. વાળમાં લીખ અને જૂ થવી સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી છુટકારો મેળવવો પણ સરળ છે. જૂ અને લીખથી એકવારમાં છુટકારો અપાવે તેવો દેશી ઈલાજ આજે જાણી લો. બે વસ્તુઓ એવી છે જેનો ઉપયોગ કરવાથી માથામાં વધેલી જૂ અને લીખની સમસ્યા દૂર થઈ શકે છે.

માથામાંથી જુ અને લીખ કાઢવા માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટ કે અલગ અલગ શેમ્પૂનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં પડે જો તમે આ દેશી ઈલાજ અપનાવશો. આ દેશી ઈલાજ કરવાની સાથે જ માથામાં આવતી ખંજવાળથી મુક્તિ મળી જશે. જે બે વસ્તુનો ઉપયોગ વાળમાં કરવાનો છે તે વસ્તુઓ વાળને પોષણ પણ આપે છે અને વાળને ફાયદો પણ કરે છે એટલે કે આ દેશી ઈલાજથી તમને બે ફાયદા થશે. એક તો વાળની ગુણવત્તા પણ સુધરશે અને વાળમાંથી જૂ અને લીખ પણ નીકળી જશે.

આ પણ વાંચો: એકલા ફરવા જવું છે ? આ 5 જગ્યાઓ સોલો ટ્રીપ માટે બેસ્ટ, એકલા ફરવાનો પહેલો અનુભવ યાદગાર બની જશે

વાળમાંથી જુ અને લીખનો ખાતમો કરવા માટે ડુંગળીનો રસ અને કડવો લીમડો ઉપયોગી સાબિત થાય છે. કડવો લીમડો અને ડુંગળીનો રસ જૂનો દેશી ઈલાજ છે. વર્ષોથી જુ અને લીખ દૂર કરવા માટે આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો તમને પણ જણાવીએ વાળમાં આ બે વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો.

કડવો લીમડો

વાળમાંથી જૂ અને લીખ કાઢવામાં કડવો લીમડો ઉપયોગી છે. કડવા લીમડામાં એન્ટિસેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવાથી સ્કેલ્પ બરાબર સાફ પણ થાય છે અને તેના કડવા સ્વાદના કારણે જૂ અને લીખ પણ વાળમાંથી નીકળી જાય છે. લીમડાનો ઉપયોગ કરવા માટે લીમડાના પાન લઇ તેને પાણીથી બરાબર સાફ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. લીમડાના પાનની પેસ્ટ માંથી તેનો રસ કાઢી લેવો અને પછી આ રસને વાળમાં સારી રીતે લગાડવો. કડવા લીમડાનો રસ વાળમાં 20 થી 25 મિનિટ સુધી રાખો અને પછી હેર વોશ કરી લો. કડવા લીમડાનો રસ અઠવાડિયામાં બે વખત વાળમાં લગાડવો તેનાથી જુ ફટાફટ દૂર થઈ જશે. રસ લગાડવાથી માથામાં આવતી ખંજવાળથી પણ રાહત મળશે.

આ પણ વાંચો: Gud Kumkum Mehndi: હથેળી પર ચઢશે એકદમ ડાર્ક રંગ, કંકુ અને ગોળથી ઘરે જ બનાવો ખાસ મહેંદી

ડુંગળીનો રસ

ડુંગળી પણ વાળ માટે ફાયદાકારક હોય છે. ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ છે જે સ્કેલ્પને સાફ કરીને જૂ થી રાહત અપાવામાં મદદ કરી શકે છે. તેના માટે વાળની લંબાઈ અનુસાર એક કે બે ડુંગળીન ટુકડા કરી તેને પીસીને ડુંગળીનો રસ કાઢી લેવો. ત્યાર પછી ડુંગળીના રસને રૂની મદદથી વાળમાં સારી રીતે લગાવો. તમે ઈચ્છો તો ડુંગળીના રસમાં થોડું નાળિયેરનું તેલ પણ મિક્સ કરી શકો છો. ડુંગળીનો રસ વાળમાં લગાડ્યા પછી 30 મિનિટ સુધી રાહ જુઓ અને પછી હેર વોશ કરો.

આ બે ઘરેલુ નુસખાની મદદથી વાળમાંથી જૂ અને લીખથી રાહત મળી શકે છે. બંને વસ્તુઓનો ફાયદો એ છે કે તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર પણ થતી નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES