Grey Hair Tips: સફેદ વાળથી છો પરેશાન? કેમિકલ વગર ઘરે જ આ કુદરતી ઉપાયોથી વાળને બનાવો કાળા!
શું તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો અને તમે કેમિકલ વગરની ડાઈનો તમારા વાળમાં ઉપયોગ કરવા ઈચ્છો છો? આવો તમને કેટલીક એવી ટિપ્સ આપીએ, જેને અપનાવી તમે વાળને કાળા કરી શકો છો.
આજકાલ ઘણા લોકોના વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે. તેને છુપાવવા માટે વારંવાર હેર ડાઈ કે કલરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે પણ સફેદ વાળથી પરેશાન છે તો કેટલીક ઘરેલું વસ્તુને હેર કેર રૂટીનમાં સામેલ કરી શકો છો. અહીં અમે તમને સફેદ વાળ કાળા કરવાના ઘરેલું ઉપાય વિશે જણાવીશું.
આમળાથી રાખો વાળનું ધ્યાન
આમળાનો વાળ માટે વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલાં પોષક તત્વો વાળ મજબૂત રાખવામાં મદદ કરે છે. આમળાના પાઉડરને લઈને તેને પાણીમાં નાખી પેસ્ટ બનાવો. પછી તેને વાળ પર લગાવવાથી વાળની ચમક વધશે અને વાળ કુદરતી રીતે મજબૂત બનશે.
લીંબુ અને મધનો ઉપયોગ
લીંબુ અને મધના મિશ્રણનો ઉપયોગ વાળની કેર માટે કરવામાં આવે છે. તે માટે થોડો લીંબુનો રસ લો અને તેમાં મધ મિક્સ કરી વાળ પર લગાવો. થોડા સમય બાદ વાળને ધોઈ લો. ધ્યાન રાખો કે સંવેદનશીલ સ્કેલ્સ હોય તો પહેલા થોડા ભાગમાં ટેસ્ટ કરો. જો તમને કોઈ સમસ્યા ન થાય તો તમે તેને સંપૂર્ણ વાળમાં લગાવી શકો છો.
આ પણ વાંચોઃ Karva Chauth: કરવા ચોથનું વ્રત સારી રીતે કરવું છે ? તો સવારના સમયે ખાજો આ વસ્તુઓ
કોફીથી વાળને આપો રંગ
કોફીનો ઉપયોગ માત્ર પીવા માટે નહીં, પરંતુ વાળના રંગને કાળા કરવા માટે પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે કોફીને પાણીમાં સારી રીતે ઉકાળી ઠંડી કરો. ત્યારબાદ વાળ પર તેને લગાવી છોડી દો, જ્યારે કોફી સૂકાઈ જાય તો સ્વચ્છ પાણીથી વાળ ધોઈ લો.
મહેંદીમાં મિક્સ કરો બદામનું તેલ
મહેંદી વાળને પ્રાકૃતિક રંગ આપવા માટે જાણીતી છે. વાળનો રંગ કાળો થાય તે માટે તેમાં થોડું બદામનું તેલ મિક્સ કરી ઉપયોગ કરી શકો છો. આ મિશ્રણને વાળ પર લગાવો અને થોડા સમય બાદ ધોઈ લો. તેનાથી વાળમાં પ્રાકૃતિક રંગ જોવા મળી શકે છે.
ડુંગળીનો રસ
ડુંગળીના રસનો પણ વાળ માટે ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળીનો રસ કાઢી તેને સ્કેલ્પ પર હળવા હાથે લગાવો. થોડા સમય બાદ વાળ ધોઈ લો.
દરેક નુસ્ખો બધા લોકો માટે કામ નથી કરતો
ઘરેલું ઉપાયથી વાળનો પ્રાકૃતિક રંગ હંમેશા માટે પરત આવી જશે, તે જરૂરી નથી. વાળ સફેદ થવાના ઘણા કારણો હોઈ શકે છે. દરેક નુસ્ખાને લગાવતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો. જો તમારા વાળ નાની ઉંમરે સફેદ થઈ રહ્યાં છે તો હેર એક્સપર્ટની સલાહ લેવી સારી છે.