Epilepsy First Aid: કોઈને વાઈનો હુમલો આવે ત્યારે શું કરવું અને શું નહીં? દરેક વ્યક્તિએ જાણવી જોઈએ આ વાત
Epilepsy First Aid: વાઈ મગજના ચેતાતંત્રની બીમારી છે. જેમાં મહજના ચેતાકોષોમાં અચાનક વિદ્યુત પ્રવૃતિ થાય તો હુમલો આવે છે. જ્યારે કોઈને અચાનક વાઈનો હુમલો આવે ત્યારે તેને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી ચાલો જાણીએ.
Epilepsy First Aid: વાઈની તકલીફમાં પણ ઘણીવાર દર્દીની હુમલો આવે છે. જે વ્યક્તિને વાઈનો હુમલો આવે તેને જોઈને પણ ગભરામણ થઈ જાય પરંતુ આવા સમયે ગભરાવાને બદલે દર્દીને જરૂરી પ્રાથમિક સારવાર આપવાનું શરુ કરી દેવું જોઈએ. આ જાણકારી દરેક વ્યક્તિને હોવી જોઈએ. આ સામાન્ય જાણકારી કોઈનો જીવ બચાવી શકે છે.
વાઈનો હુમલો કોઈને આવે તો તેને જોઈને ગભરાઈ ન જવું. પહેલા પોતાને શાંત રાખી અને સામેની વ્યક્તિને ફર્સ્ટ એડ આપવા માટે વિચારવું. સૌથી પહેલા તો એ જાણી લો કે કોઈ વ્યક્તિને વાઈ આવી છે તે કેવી રીતે ખબર પડે એટલે કે વાઈના લક્ષણો કેવા હોય ?
આ પણ વાંચો: Liver Friendly Fruits: સફરજનથી પપૈયા સુધી લીવરની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે આ 5 ફળ
વાઈના લક્ષણો
- વાઈ આવી હોય તે વ્યક્તિના હાથ, પગ અને શરીરમાં અચાનક ખેંચ આવે.
- વાઈમાં વ્યક્તિનું શરીર ધ્રુજવા લાગે.
- ધ્રુજારી થયા પછી દર્દી બેભાન જેવું થવા લાગે.
- વાઈમાં વ્યક્તિની આંખ સ્થિર થઈ જાય અથવા ઉપર ચડી જાય છે.
- ઘણીવાર દર્દીના મોંમાંથી ફીણ જેવું પ્રવાહી નીકળવા લાગે
વાઈની પ્રાથમિક સારવાર
1. જો કોઈ વ્યક્તિને તમારી સામે વાઈ આવે તો સૌથી પહેલા તેને સુરક્ષિત જગ્યાએ સુવડાવો જેથી પડવા જેવી સ્થિતિ ન સર્જાય.
2. વાઈ આવી હોય તે વ્યક્તિની ગરદન નીચે સોફ્ટ કપડાનો સપોર્ટ રાખો. ગરદન આસપાસ ટાઈટ કપડા હોય તો કપડા ઢીલા કરો.
આ પણ વાંચો: Cancer Risk: હાર્ટ પ્રોબ્લેમ અને ડાયાબિટીસ જ નહીં, વધતું વજન કેન્સરનું જોખમ પણ વધારે છે
3. વાઈ આવી હોય તે વ્યક્તિને કોઈપણ એક સાઈડ પડખું ફેરવી સુવડાવો. અને તુરંત ડોક્ટરનો સંપર્ક કરો. વાઈમાં દર્દીના મોઢામાં ચમચી કે કપડું નાખવાની ભુલ ન કરો.
4. વાઈનો હુમલો પતે પછી તુરંત દર્દીને હોસ્પિટલ લઈ જવા. ડોક્ટર તપાસ અને જરૂરી ટેસ્ટ કરીને જણાવી શકે છે કે હુમલો કેવા પ્રકારનો હતો અને દર્દીને કેવી સારવારની જરૂર છે. વાઈની સમસ્યા દવા અને સારવારથી ઠીક થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)