હાર્ટ એટેકમાં સૌથી પહેલું લક્ષણ કયું દેખાય ? જાણો દર્દી હોસ્પિટલ પહોંચે તે પહેલા તેને કેવી પ્રાથમિક સારવાર આપવી
Heart Attack Symptoms: હાર્ટ એટેકના કેસમાં દિવસેને દિવસે વધારો થાય છે. હાર્ટ એટેક એવી સ્થિતિ છે જેમાં દર્દી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેને પ્રાથમિક સારવાર મળે તો જીવ પરનું જોખમ ઓછું થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ હાર્ટ એટેકના લક્ષણો કયા છે અને દર્દીને કેવી પ્રાથમિક સારવાર આપવી.
Heart Attack Symptoms: હાર્ટ એટેકમાં અમુક સેકન્ડમાં વ્યક્તિ જીવન-મરણ વચ્ચે પહોંચી શકે છે. એટલા માટે જ હાર્ટ એકેટના લક્ષણોને ઓળખી અને દર્દીને તુરંત હોસ્પિટલ પહોંચાડવા જરૂરી હોય છે. આ સિવાય હોસ્પિટલ પહોંચતા સુધીમાં દર્દીને પ્રાથમિક સારવાર કેવી રીતે અપાય છે તે પણ મહત્વનું હોય છે. આજે તમને જણાવીએ હાર્ટ એકેટ પહેલા કેવા લક્ષણો જોવા મળે અને લક્ષણો દેખાય તો દર્દીને કેવી પ્રાથમિક સારવાર આપવી.
ડોક્ટરના જણાવ્યા અનુસાર હાર્ટ એટેક મેડિકલ ઈમરજન્સી છે જેમાં હૃદય સુધી લોહી પહોંચાડતી નસો બ્લોક થઈ જાય છે. આ સ્થિતિમાં પ્રાથમિક સારવાર જેટલી ઝડપથી મળે એટલું નુકસાન ઓછું થાય છે. તો ચાલો સૌથી પહેલા સમજીએ કે દર્દીને હાર્ટ એટેક આવ્યો છે તે ખબર કઈ રીતે પડે.
હાર્ટ એટેક પહેલા દેખાતા લક્ષણો
હાર્ટ એકેટની સ્થિતિમાં સૌથી પહેલા તો છાતીમાં ભારનો અનુભવ થાય છે. ધીરે ધીરે દુખાવો થાય છે. આ દુખાવો એવો હોય છે જે થોડી સેકન્ડ રહે અને થોડી સેકન્ડ બંધ થઈ જાય. દુખાવા સાથે હાથ, ખભા, પીઠ અને જડબામાં દુખાવો અને ભારેપણું અનુભવાય છે.
હાર્ટ એટેકની શરુઆતમાં ઘણીવાર દર્દીને શ્વાસ ફુલે છે, ઠંડી લાગે છે, પરસેવો આવે છે અને બેચેની થવા લાગે છે. અહીંં દર્શાવેલા લક્ષણોમાંથી કોઈ એક કે એક કરતાં વધુ લક્ષણો દેખાય તો તેને ઈગ્નોર કરતાં નહીં. આ સ્થિતિમાં દર્દીને તુરંત નીચે દર્શાવ્યા અનુસાર પ્રાથમિક સારવાર આપો.
હાર્ટ એટેકમાં ઘરે આપવાની પ્રાથમિક સારવાર
હાર્ટ એટેકના લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વિના હોસ્પિટલમાં જાણ કરી દર્દીને હોસ્પિટલ પહોંચાડવાની તૈયારી શરુ કરવી. સાથે જ દર્દી ભાનમાં હોય તો તેને એસ્પિરિન ચાવીને ખવડાવવી જેથી લોહીનો પ્રવાહ સક્રિય થઈ શકે. જો છાતીમાં દુખાવો શરુ થયા પછી દર્દી બેભાન થવા લાગે કે પછી સામાન્ય રીતે શ્વાસ ન લઈ શકે તો તેને તુરંત સીપીઆર આપો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)