SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Home Remedies: માથાના દુખાવાથી લઈ પેટની સમસ્યા માટેના ફેમસ ઘરેલુ નુસખા, આમાંથી તમે કેટલા ટ્રાય કરેલા છે ?

Home Remedies: તમને પણ માથું દુખે, શરદી થાય કે અન્ય કોઈ તકલીફ થાય ત્યારે ઘરેલુ નુસખા ટ્રાય કરવાની સલાહ મળતી હશે. આજે તમને કેટલાક આવા જ નુસખા વિશે જણાવીએ જે વર્ષોથી નાની-મોટી સમસ્યાઓ માટે ઉપયોગમાં લેવાય છે. આમાંથી તમે પણ કેટલાક તો ટ્રાય કરેલા હશે.

Written By Krupa Shah
Published: Oct 17, 2026, 01:40 PM IST | Updated: Oct 17, 2026, 01:43 PM IST
Join

Home Remedies: આપણને જ્યારે નાની-મોટી સમસ્યા થાય છે તો ઘરના વડીલો તેના માટે દવા પહેલા ઘરેલુ નુસખા ટ્રાય કરવાનું કહે છે. કેટલાક ઘરેલુ નુસખા દરેક ઘરમાં દાદી-નાનીના સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે. સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓમાં ઘરેલુ નુસખા કારગર પણ નીવડતા હોય છે. કેટલાક ઘરેલુ નુસખા તમે પણ ટ્રાય કર્યા હશે. ચાલો આજે આવા જ કેટલાક ઘરેલુ નુસખા વિશે જાણીએ જે દરેક ઘરમાં ઉપયોગમાં લેવાય છે. આ ઘરેલું નુસખાઓમાંથી તમે કેટલા ટ્રાય કર્યા છે અને તેનાથી તમને ફાયદો થયો છે કે નહીં તે પણ શેર કરો.

વર્ષોથી પ્રચલિત ઘરેલુ નુસખા

આ પણ વાંચો: Health Tips: માથાનો દુખાવો સામાન્ય કે પછી માઈગ્રેન ? આ 5 સંકેતોથી પરથી સમજો બંને વચ્ચેના તફાવતને

ઘરમાં નાના બાળકથી લઈને વડીલ સુધીમાં કોઈને પણ જ્યારે શરદી કે ઉધરસ કે પછી ગળામાં તકલીફ થાય છે તો તેના માટે મધ અને આદુના રસની સલાહ આપવામાં આવે છે. મધ અને આદુના રસનો ઘરેલુ નુસખો વર્ષોથી પ્રચલિત છે. મધ ગળાને રાહત આપે છે. મધ સાથે આદુનો રસ ઉમેરીને પીવાથી તેનાથી શરદી ઉધરસમાં આરામ મળે છે તેવું કહેવામાં આવે છે

માથાના દુખાવાનો નુસખો

ઘરમાં કોઈને માથામાં દુખાવો થતો હોય તો તેના માટે ઠંડા પાણીનો ઘરેલુ નુસખો પ્રચલિત છે. કહેવાય છે કે ઠંડા પાણીની પટ્ટી માથા પર થોડી વાર રાખવાથી માથાના દુખાવાથી રાહત મળી શકે છે.

ઊંઘ માટે ઘરેલુ નુસખો

ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે રાત્રે તેમને ઊંઘ નથી આવતી. દાદી નાનીના સમયમાં જ્યારે કોઈને ઊંઘ ન આવે તો તેના પગમાં હૂંફાળા તેલથી માલિશ કરવામાં આવતી. કહેવાય છે કે પગના તળિયામાં હુંફાળા તેલથી માલિશ કરવાથી બોડી રિલેક્સ થઈ જાય છે મન શાંત થઈ જાય છે અને ઊંઘ ઝડપથી આવે છે.

આ પણ વાંચો: Bad Habits: આંખને નુકસાન માટે દર વખતે મોબાઈલ જવાબદાર ન પણ હોય, આ 6 કુટેવો પણ તમારી આંખો બગાડી શકે છે

પેટના ગેસ માટે ઘરેલુ નુસખો

કોઈ વ્યક્તિને પેટમાં ગેસ હોય કે પેટ ફૂલી ગયું હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે હુંફાળા પાણીમાં લીંબુ અને મીઠું ઉમેરીને પીવડાવવામાં આવે છે. માનવામાં આવે છે કે લીંબુ અને હુંફાળું પાણી અપચાંથી રાહત આપે છે અને પેટના ગેસથી છુટકારો આપે છે.

એસીડીટી માટે ઘરેલુ નુસખો

આજના સમયમાં કોઈને એસીડીટી થાય તો તુરંત જ તેની દવા લઈ લેવામાં આવે છે પરંતુ જ્યારે દવાનું ચલણ ન હતું ત્યારે એસીડીટીની તકલીફ માટે એલચી કે વરિયાળી આપવામાં આવતી. એટલા માટે જ તો જમ્યા પછી મુખવાસમાં વરીયાળી ખાવાનું ચલણ છે. વરીયાળી ખાવાથી છાતીમાં થતી બળતરા અને એસિડિટીથી રાહત મળી શકે છે.

ગળાની અને હાડકાની તકલીફ માટે ઘરેલુ નુસખો

ગળાની તકલીફ હોય તો આવા સમયે આદુનો રસ પીવડાવવામાં આવે છે અથવા તો આદુ ચાવીને ખવડાવવામાં આવે છે. આદુનો રસ ગળે ઉતરે એટલે ગળાની તકલીફ મટવા લાગે છે. તેવી જ રીતે હાડકા સંબંધિત કોઈ સમસ્યા હોય કે મુંઢમાર લાગ્યો હોય ત્યારે હળદર વાળો લેપ કરવામાં આવે છે અને હળદર વાળું દૂધ પીવડાવવામાં આવે છે.

આ ઘરેલુ નુસખા વર્ષોથી પ્રચલિત છે અને લગભગ દરેક ઘરમાં તેનો ઉપયોગ થતો હોય છે. આ ઘરેલુ નુસખામાંથી તમે તમે પણ કેટલાક તો ટ્રાય કર્યા હશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES