Covid New Variant: દુનિયાભરમાં ફેલાવા લાગ્યું કોરોનાનું નવું વેરિયંટ, જાણો કયા લોકો પર જોખમ સૌથી વધારે ?
Covid New Variant: કોરોના વાયરસનું નવું વેરિયંટ ઝડપથી દુનિયાભરના દેશોમાં ફેલાઈ રહ્યું છે. તેવામાં એ જાણવું જરૂરી છે કે આ વેરિયંટના લક્ષણો કેવા છે અને કયા લોકોને નવા વેરિયંટનો ચેપ ઝડપથી લાગી શકે છે.
Covid New Variant: કોરોનાવાયરસ ફરીથી માથું ઊંચકી રહ્યો છે. કોરોના વાયરસ નું નવું વેરીએન્ટ દુનિયાભરના દેશોમાં ઝડપથી ફેલાવવા લાગ્યું છે. કોરોના વાયરસના નવા વેરીએન્ટ નું નામ PJ.2.1 છે. કોવિડ 19 નું આ નવું વેરીએન્ટ કેનેડામાં મેં 2026માં ડિટેક્ટ થયું હતું ત્યાર પછી હવે દુનિયાભરના ઘણા દેશોમાં આ વાયરસ ફેલાવવા લાગ્યો છે.
કોવિડ 19 ના નવા વેરીએન્ટ PJ.2.1 અંગે જાણવા મળતી માહિતી અનુસાર આ વેરીએન્ટના કેસ યુનાઇટેડ સ્ટેટ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને એશિયાના કેટલાક ભાગોમાં પણ નોંધાવા લાગ્યા છે. ફરી એક વખત કોરોનાનું નવું વેરીએન્ટ ફેલાતા દુનિયાભરમાં કોરોનાને લઈને ડરનો માહોલ ઊભો થયો છે. લોકો એ જાણવા માંગે છે કે કોરોના વાયરસનું આ નવું વેરિઅન્ટ કેટલું ખતરનાક છે અને આ વેરિએન્ટનો છે કેવા લોકોને ઝડપથી લાગી શકે છે.
આ પણ વાંચો: Health Tips: દિવાળી પછી ઝડપથી ફેલાય છે આ બીમારી, જાણો દિવાળી પછી સ્વસ્થ રહેવા શું કરવું ?
PJ.2.1 વેરીએન્ટ સાર્સ કોવિડનું જ એક વેરીએન્ટ છે જે કોવિડ 19 વાયરસના કારણે ફેલાય છે. કોરોના વાયરસનું આ નવું વેરીએન્ટ સોલ્ટેશન વેરીએન્ટ છે જે ધીરે ધીરે મ્યુટેશન જમા કરવાને બદલે જીનેટીક ફેરફારો સાથે સામે આવે છે. કોરોના વાયરસનું આ નવું વેરીએન્ટ એક રિસેપ્ટર છે.
કોરોના વાયરસના નવા વેરિએન્ટના લક્ષણો
નવા વેરિએન્ટના લક્ષણો વિશે જાણવા મળતી માહિતી અનુસાર આ વેરિએન્ટમાં લક્ષણ ઈન્ફ્લુએન્ઝા, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા હોઈ શકે છે. આ સિવાય ઠંડી લાગવી, ગળું ખરાબ થવું, નાકમાંથી પાણી નીકળવું, નાક બંધ થઈ જવું, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. કોવિડ 19 માં લોકોને શ્વાસ લેવામાં સમસ્યા, સૂંઘવાની અને સ્વાદની સમસ્યાઓ જોવા મળતી હતી નિષ્ણાંતોનું કહેવું છે કે આ વેરિએન્ટમાં પણ આવું થઈ શકે છે.
આ પણ વાંચો: Amla Juice: આમળા, આદુ અને ગોળનું પાણી રોજ પીવાનું શરુ કરી દો, શિયાળામાં બીમારી આસપાસ પણ નહીં ફરકે
કોવિડ 19 નું નવું વેરીએન્ટ કેટલું જોખમી ?
કોવિડ 19 કેટલું જોખમી છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. એટલે કે આ વેરિએન્ટ કોવિડ 19 કરતા ખતરનાક છે કે નથી તે અંગે હજુ સુધી જાણકારી સામે આવી નથી. જોકે એક વેરીએન્ટ બીજા વેરીએન્ટ કરતા ઝડપથી ફેલાઈ શકે છે અને નવું વેરિએન્ટ વધારે ગંભીર હોય છે તે વાતની પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ આ નવું વેરીએન્ટ વૃદ્ધ લોકોને, નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા લોકોને, હૃદયની બીમારી હોય તેમને શ્વાસની બીમારી હોય તેમને અને ડાયાબિટીસ હોય તેમને વધારે પ્રભાવિત કરી શકે છે તેવું અનુમાન છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)